મહેન્દ્ર સિંહ ધોનીના IPL પ્રોમોને લઈને થયો હંગામો, ASCIએ કંપનીને જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો

એમએસ ધોનીની આઈપીએલ (IPL 2022) જાહેરાતને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ જાહેરાતને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીના IPL પ્રોમોને લઈને થયો હંગામો, ASCIએ કંપનીને જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો
MS Dhoni - IPL PromoImage Credit source: SCREEN SHOT
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:21 PM

IPL : મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) તેની નવી IPL (IPL 2022) જાહેરાતને લઈને મુશ્કેલીમાં છે. ધોનીને લઈને એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Advertising Standard Council Of India) માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ એડને હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. IPL 2022ની શરૂઆત 26 માર્ચથી થઈ હતી. લીગની શરૂઆત પહેલા આ એડની મદદથી પ્રમોશન કરવામાં આવતું હતું. આ જાહેરાત મેચ દરમિયાન પણ બતાવવામાં આવી રહી હતી, જોકે હવે ASCIના આદેશ બાદ તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રેસ સોસાયટી (CUTS)એ આ જાહેરાત સામે ફરિયાદ નોંધાવી હતી. તેમનું માનવું હતું કે, આ જાહેરાત દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને સારી બાબત તરીકે બતાવવામાં આવી રહી છે, જે ખોટું છે. ASCI પણ આ સાથે સહમત છે અને આ જ કારણ છે કે તેઓએ એડને હટાવવાની માગ કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જાહેરાત પ્રતિબંધ

જાહેરાતમાં ધોનીને બસ ડ્રાઈવર તરીકે બતાવવામાં આવ્યો છે. તે ટ્રાફિકથી ભરેલા રસ્તાની વચ્ચે બસને રોકે છે. એક ટ્રાફિક પોલીસ અધિકારી તેની પાસે આવે છે જે તેને આવું ન કરવાનું કહે છે. ત્યારે ધોની તેમને જવાબ આપે છે અને કહે છે કે તે IPLની સુપર ઓવર જોઈ રહ્યો છે. આ પછી પોલીસકર્મી ત્યાંથી નીકળી જાય છે.

ફરિયાદ બાદ કન્ઝ્યુમર કમ્પ્લીટ્સ કમિટીએ આ એડ બનાવનાર કંપનીના ઓફિસર સાથે જાહેરાત જોય. તેમણે ફરિયાદીઓના અભિપ્રાય સાથે સંમત થયા અને કંપનીને 20 એપ્રિલ સુધીમાં જાહેરાત બદલવા અથવા દૂર કરવા કહ્યું. કંપનીએ લેખિતમાં આ વાત સ્વીકારી છે અને કહ્યું છે કે તેઓ આ જાહેરાતને હટાવી દેશે.

IPL નવા અવતારમાં જોવા મળી રહી છે

લગભગ બે વર્ષ બાદ સમગ્ર આઈપીએલ ભારતમાં યોજાઈ રહી છે. ચાહકોને પણ સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે, આ વખતે આઈપીએલને લઈને ચાહકોનો ઉત્સાહ અલગ જ છે. આ વખતે લીગમાં આઠ નહીં પરંતુ 10 ટીમો ભાગ લઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : PM મોદી સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, બજેટ સત્રના અંતે વિપક્ષી નેતાઓને પણ મળ્યા વડાપ્રધાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">