Video: શાઈ હોપને આઉટ કરી બોલર મો. સિરાજે રોનાલ્ડો સ્ટાઇલમાં જશ્ન મનાવ્યું

|

Feb 06, 2022 | 4:45 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સીરિઝની પહેલી વન-ડે મેચ રમાઇ રહી છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝે પહેલા બેટિગ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ પર શરૂઆતથી જ ભારતીય બોલરોનું દબાણ જોવા મળ્યું હતું.

Video: શાઈ હોપને આઉટ કરી બોલર મો. સિરાજે રોનાલ્ડો સ્ટાઇલમાં જશ્ન મનાવ્યું
Mohammad Siraj (PC: Twitter)

Follow us on

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (INDvWI) વચ્ચે વન-ડે સીરિઝની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાઇ રહી છે. ભારતની આ 1000મી વન-ડે મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર શરૂઆતથી જ ભારતીય બોલરોનું દબાણ જોવા મળ્યું હતું. આમ વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 79 રનના સ્કોર પર 7 વિકેટ પડી ગઇ હતી. ભારત તરફથી સ્પિરન યુઝવેન્દ્ર ચહલે શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ અને વોશિંગટન સુંદર 2 વિકેટ ઝડપી હતી.

પરંતુ આ સમયે ભારતીય બોલર મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) એક નવા જ લુકમાં જોવા મળ્યો હતો. વાત એવી છે કે મેચમાં ત્રીજી જ ઓવરમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે વેસ્ટ ઇન્ડિઝના શાઈ હોપને (Shai Hope) બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શાઈ હોપને આઉટ કર્યા બાદ મોહમ્મદ સિરાજે ફૂટબોલર રોનાલ્ડોની સ્ટાઇલમાં પોતાની વિકેટની ઉજવણી કરી હતી. સિરાજે ત્રીજી ઓવરમાં ચોથી બોલ પર ઇન-સ્વિંગ બોલ ફેકીને શાઈ હોપને આઉટ કર્યો હતો અને ભારતને મોટી સફળતા અપાવી હતી.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

તમને જણાવી દઇએ કે વન-ડે સીરિઝ પહેલા ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ કારણથી ટીમમાં ઇશાન કિશન અને મયંક અગ્રવાલને વન-ડે ટીમમાં સમાવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1000મી વન-ડે રમાઇ રહી છે. જેમાં દીપક હુડાએ વન-ડેમાં ડેબ્યુ કર્યું છે.

બીજી તરફ ભારતીય ટીમમાં યુવા બોલર યુઝવેન્દ્ર ચહલે વન-ડે ક્રિકેટમાં 100 વિકેટ મેળવી લીધી છે. આવુ કરનાર તે ભારતનો 9મો સ્પિનર બની ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે યુઝવેન્દ્ર ચહલે સુકાની કેરોન પોલાર્ડ અને નિકોલસ પુરનને આઉટ કરીને આ સિદ્ધી મેલવી હતી. ચહલે પોતાની 60મી મેચમાં 100 વન-ડે વિકેટ પુરી કરવાની સિદ્ધી મેળવી હતી.ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ મોહમ્મદ શમીના નામે છે. તેણે 56 મેચમાં 100 વિકેટ પુરી કરવાની સિદ્ધી મેળવી હતી.

આ પણ વાંચો : BCCI ભારતની દરેક મેચમાં Lata Mangeshkar માટે 2 VIP સીટો શા માટે રિઝર્વ રાખતું હતુ ?

આ પણ વાંચો : 1983ના ક્રિકેટ વિશ્વકપ વિજેતા ખેલાડીઓને ઈનામ મળે તે માટે લતાજીએ યોજ્યો હતો ખાસ કોન્સર્ટ, જાણો એ ઘટના વિશે

Next Article