AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvWI: વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઇશાન કિશન કરશે ઓપનિંગ

વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી વન-ડે પહેલા રોહિત શર્માએ સંબોધી પત્રકાર પરિષદ. ભારતને મળશે નવી ઓપનિંગ જોડી, રોહિત શર્મા અને ઇશાન કિશન કરશે શરૂઆત

INDvWI: વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઇશાન કિશન કરશે ઓપનિંગ
Rohit Sharma and Ishan Kishan (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 4:04 PM
Share

વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામેની પહેલી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઇશાન કિશન ઓપનિંગ કરશે. આ અંગે ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માએ (Rohit Sharma) પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી. રોહિત શર્માએ જણાવ્યું કે મયંક અગ્રવાલ અને શિખર ધવન (Shikhar Dhawan) હજુ સુધી ક્વોરન્ટાઇન છે. જેથી ઇશાન કિશન (Ishan Kishan) મારી સાથે ઓપનિંગ કરશે. આ પહેલીવાર હશે કે વન-ડે ટીમમાં રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગ કરતા જોવા મળશે. ભારતીય ટીમ કોરોનાની એન્ટ્રી બાદ ઇશાન કિશનને ટીમમાં સમાવાયો હતો.

અમદાવાદમાં 6 ફેબ્રુઆરીએ રમાનાર પહેલી વન-ડે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ પહેલી મેચ માટે પ્લેઇંગ ઇલેવનને લઇને કઇ કહ્યું નહીં. પણ તેણે ઓપનિંગ જોડીને લઇને જાહેરાત કરી દીધી હતી. હવે જોવાની વાત એ છે કે રોહિત શર્મા અને ઇશાન કિશનની જોડી કેટલી ધમાલ મચાવશે.

વન-ડેમાં પહેલીવાર ઓપનિંગ કરશે રોહિત-ઇશાન વન-ડે ક્રિકેટમાં પહેલીવાર હશે જ્યારે રોહિત શર્મા અને ઇશાન કિસન સાથે ઓપનિંગ કરશે. આ પહેલા બંને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે ઘણીવાર ઓપન કરી ચુક્યા છે અને ઘણી સારી શરૂઆત આપી ચુક્યા છે. આશા એવી જ રહેશે કે વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી વન-ડેમાં આ જોડી ધમાલ મચાવે.

જાણો, યુવાનોને તક આપવાના પ્રશ્ન પર શું કહ્યું રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ યુવા ખેલાડીઓને તક આપના પ્રશ્ન પર હસતા-હસતા જવાબ આપતા કહ્યું કે હવે તમે એ ઇચ્છો છો કે યુવા ખેલાડીઓને વધુ તક આપવા માટે હું અને ધવન બેંચ પર બેસી જઇએ.

ભારતની 1000મી વન-ડે, રોહિત સુકાની અમદાવાદ વન-ડે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 1000મી વન-ડે મેચ હશે. આટલી વન-ડે મેચ રમનાર ભારત વિશ્વનો પહેલો દેશ બનશે, જ્યારે તે વેસ્ટ ઇન્ડિઝ સામે સીરિઝની પહેલી વન-ડે મેચ રમશે. આ ઐતિહાસીક વન-ડે મેચમાં રોહિત શર્મા સુકાની રહેશે. મહત્વનું છે કે ભારતે ચાલુ વર્ષે અત્યાર સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ જીતી નથી. તેથી રોહિત શર્મા પર આ 1000મી વન-ડે મેચ જીતવાનું દબાણ રહેશે. આમ આ અમદાવાદની વન-ડે મેચ જીતીને રોહિત શર્મા જીતના શ્રીગણેશ કરવા માંગશે. ભારત છેલ્લા 19 વર્ષથી ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે સીરિઝ હાર્યું નથી.

આ પણ વાંચો : U19 World Cup: ઈંગ્લેન્ડના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, ફાઈનલમાં સાવધાન રહેવું પડશે!

આ પણ વાંચો : BPL 2022: મોહમ્મદ શહઝાદે મેદાનમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું, ધૂમ્રપાન કરતા જોવા મળ્યો, પહેલા ઠપકો અને પછી સજા મળી

g clip-path="url(#clip0_868_265)">