AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI ભારતની દરેક મેચમાં Lata Mangeshkar માટે 2 VIP સીટો શા માટે રિઝર્વ રાખતું હતુ ?

લતા મંગેશકર (Lata Mangeshkar) ને ક્રિકેટનો ઘણો શોખ હતો. યુવાનીમાં તે નિયમિતપણે ક્રિકેટ મેચ જોવા જતી હતી.

BCCI ભારતની દરેક મેચમાં Lata Mangeshkar માટે 2 VIP સીટો શા માટે રિઝર્વ રાખતું હતુ ?
Lata-Mangeshkar (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 3:28 PM
Share

Lata Mangeshkar : કપિલ દેવની કપ્તાનીમાં ભારતીય ટીમે લોર્ડ્સમાં વર્લ્ડકપ જીત્યો ત્યારે બીસીસીઆઈ (BCCI)ના તત્કાલીન પ્રમુખ અને ઈન્દિરા ગાંધી (Indira Gandhi) સરકારના મંત્રી એનકેપી સાલ્વેને પ્રશ્ન હતો કે, શું આ જીતની ઉજવણી કરવી.પૈસા ક્યાંથી આવશે ? તે સમયે ભારતીય ક્રિકેટ (Indian cricket) વિશ્વની મહાસત્તા બની શક્યું ન હતું અને આજના ક્રિકેટરોની જેમ તે સમયે ક્રિકેટરો પર પૈસાનો વરસાદ થતો ન હતો.

આજે BCCI પાસે 5 બિલિયન ડોલરની ટીવી બ્રોડકાસ્ટ ડીલ છે, પરંતુ તે સમયે ખેલાડીઓને માંડ 20 પાઉન્ડ દૈનિક ભથ્થું મળતું હતું. આવા સમયે લતા મંગેશકરે BCCI અને ભારતીય ક્રિકેટને મદદ કરી.

સાલ્વેએ ઉકેલ માટે રાજસિંહ ડુંગરપુરનો સંપર્ક કર્યો. તેણે તેની નજીકની મિત્ર અને ક્રિકેટની દિવાની લતા મંગેશકરને દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કોન્સર્ટ કરવા વિનંતી કરી.  બીસીસીઆઈએ તે કોન્સર્ટમાંથી ઘણા પૈસા ભેગા કર્યા અને તમામ 14 ખેલાડીઓને એક-એક લાખ રૂપિયા આપવામાં આવ્યા.

લતાજીએ કોન્સર્ટ કર્યો

1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય સુનીલ વાલ્સને પીટીઆઈને કહ્યું, ‘તે સમયે તે મોટી રકમ હતી. નહિંતર, અમારે પ્રવાસ અને દૈનિક ભથ્થામાંથી પૈસા બચાવવા પડ્યા હોત જે રૂ. 60000 હોત. કેટલાક લોકોએ અમને 5000 અથવા 10000 રૂપિયાનું આપવાનું વચન આપ્યું હતું,

લતાજી માટે બે ટિકિટો રિઝર્વ છે

BCCI તેમના યોગદાનને ભૂલ્યું ન હતું અને સન્માનના ચિહ્ન તરીકે, ભારતના દરેક સ્ટેડિયમમાં તેમના માટે આંતરરાષ્ટ્રીય મેચો માટે બે VIP પાસ રાખવામાં આવ્યા હતા. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, જેમ અમારી પાસે દરેક મેચ માટે સ્પોન્સર્સ, સ્ટેટ એસોસિએશન માટે ક્વોટા છે, તેવી જ રીતે દરેક મેચમાં લતાજી માટે બે ટિકિટ રિઝર્વ રાખવામાં આવી હતી.

લતાજી સ્ટેડિયમમાં મેચ જોવા જતા હતા

મુંબઈના વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ મકરંદ વૈંગણકરે જણાવ્યું કે, 60ના દાયકામાં લતા મંગેશકર નિયમિતપણે CCI સ્ટેડિયમમાં આવતા હતા. ,તેણે કહ્યું, ‘લતાજી અને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર હંમેશા ટેસ્ટ મેચ જોવા માટે બ્રેબોર્ન સ્ટેડિયમ આવતા હતા. તે ગમે તેટલી વ્યસ્ત હોય પણ સિત્તેરના દાયકાની દરેક મેચ જોવા આવતી.

લતા મંગેશકર ડુંગરપુર અને મુંબઈના દિગ્ગજ ક્રિકેટર અને ટેસ્ટ ઓપનર માધવ મંત્રી સાથે મેચ જોવા બેસતા. એક જૂનો વીડિયો પણ છે જેમાં લતા મંગેશકર ચેન્નાઈમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચ જોઈ રહી છે.મંગેશકર પરિવાર ક્રિકેટનો દિવાનો હતો.

આ પણ વાંચો : Live Lata Mangeshkar Passes Away LIVE Update: લતા મંગેશકરના ઘરે અંતિમ દર્શન માટે પહોંચ્યા તમામ સેલેબ્સ, PM મોદી ટૂંક સમયમાં પહોંચશે મુંબઈ

g clip-path="url(#clip0_868_265)">