1983ના ક્રિકેટ વિશ્વકપ વિજેતા ખેલાડીઓને ઈનામ મળે તે માટે લતાજીએ યોજ્યો હતો ખાસ કોન્સર્ટ, જાણો એ ઘટના વિશે

લતા મંગેશકરે ખાસ કોન્સર્ટ કરીને ભારતીય ટીમ માટે 20 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.

1983ના ક્રિકેટ વિશ્વકપ વિજેતા ખેલાડીઓને ઈનામ મળે તે માટે લતાજીએ યોજ્યો હતો ખાસ કોન્સર્ટ, જાણો એ ઘટના વિશે
Lata Mangeshkar helped 20 lakh 1983 World Cup team (file ,photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 1:04 PM

Lata Mangeshkar : લતા મંગેશકર (Lata Mangeshkar) ના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વર કોકિલા લતા મંગેશકરને તેમની ગાયકીથી ઓળખવામાં આવી હતી. પરંતુ સાથે સાથે તેઓ ક્રિકેટના પણ મોટી શોખીન હતી. તે સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને એમએસ ધોની જેવા ક્રિકેટરોની ચાહક હતી. તેમનો સૌથી જાણીતો કિસ્સો 1983માં ભારતની વર્લ્ડ કપ જીત સાથે સંબંધિત છે.

કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ટીમ જ્યારે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને સ્વદેશ પરત ફરી ત્યારે BCCI પાસે તેમને આપવા માટે પૈસા નહોતા. આવી સ્થિતિમાં લતા મંગેશકરે જ ભારતીય ક્રિકેટ બોર્ડ (Indian Cricket Board)ને મદદ કરી હતી. આનો ઉલ્લેખ તે વર્લ્ડ કપમાં રમનારા તમામ ક્રિકેટરોએ કર્યો છે.

ત્યારબાદ લતા મંગેશકરે એક ખાસ કોન્સર્ટ કર્યો, જેમાં તેમણે ગીત ગાયું. આ કોન્સર્ટમાં લતાજીને સુરેશ વાડેકર અને અન્ય સંગીત જગત સંબંધિત લોકોનો પણ સહયોગ મળ્યો હતો. જ્યારે આ કોન્સર્ટ સમાપ્ત થયો, ત્યારે તેઓ 20 લાખ રૂપિયા લઈને આવ્યા અને પછી તમામ ખેલાડીઓને 1-1 લાખ રૂપિયા મળ્યા. કહેવાય છે કે, આ કોન્સર્ટ માટે લતા મંગેશકરે એક રૂપિયો પણ લીધો ન હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કીર્તિ આઝાદે લતાજીના કોન્સર્ટની સ્ટોરી સંભળાવી

તે કોન્સર્ટને યાદ કરતાં કીર્તિ આઝાદે કહ્યું, “ત્યારે BCCI પર 2 કે 3 કરોડ રૂપિયાનું દેવું હતું. આવી સ્થિતિમાં ખેલાડીઓના ઈનામ માટે પૈસા નહોતા. બીસીસીઆઈના તત્કાલીન પ્રમુખ રાજ સિંહ ડુંગરપુરે લતા મંગેશકર સાથે વાત કરી હતી. લતાજી સંમત થયા. નક્કી થયું કે સપ્ટેમ્બરમાં લતા મંગેશકર કોન્સર્ટ કરશે. આ કોન્સર્ટમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ, નીતિન મુકેશ, કવિતા કૃષ્ણમૂર્તિ જેવા દિગ્ગજ કલાકારો પણ સામેલ થયા હતા. કોન્સર્ટ પહેલા લતાજી મોટાભાગના લોકોને તેના મનપસંદ ગીત વિશે પૂછ્યું અને કહ્યું કે તે તેને સ્ટેજ પર ગાશે.

કીર્તિ આઝાદને જ્યારે તેના ફેવરિટ ગીત વિશે પૂછવામાં આવ્યું તો તેણે લતા મંગેશકરને કહ્યું કે, તમારા બધા ગીતો સારા છે. પણ ‘ લગ જા ગલે’ ગાવાની વિનંતી કરી. આ સાંભળીને લતાજી હસી પડ્યા. કોન્સર્ટમાં પહેલું ગીત ‘ લગ જા ગલે’ ગવાયું. આ જોઈને હું ખુશ થઈ ગયો.

કીર્તિ આઝાદ કહે છે કે, લતા મંગેશકર ક્રિકેટના ખૂબ જ શોખીન હતા. છેલ્લી વાર હું સાત-આઠ વર્ષ પહેલાં મળ્યો હતો.

આ પણ વાંચો : ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો

g clip-path="url(#clip0_868_265)">