IPL 2025 મેગા ઓક્શનમાં વિદેશી ખેલાડી તરીકે ઉતરશે આ ભારતીય, ટીમ ઈન્ડિયાને બનાવી હતી વર્લ્ડ ચેમ્પિયન

IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા IPL 2025ની મેગા ઓક્શન માટે કુલ 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં એક એવા ખેલાડીનું નામ પણ સામેલ છે જે ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે અને હવે વિદેશી ખેલાડી તરીકે હરાજીમાં ઉતરશે.

IPL 2025 મેગા ઓક્શનમાં વિદેશી ખેલાડી તરીકે ઉતરશે આ ભારતીય, ટીમ ઈન્ડિયાને બનાવી હતી વર્લ્ડ ચેમ્પિયન
Unmukt ChandImage Credit source: Matt Roberts/Getty Images
Follow Us:
| Updated on: Nov 16, 2024 | 10:27 PM

IPL 2025 પહેલા એક મેગા ઓક્શન થશે, જેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. જેનું આયોજન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થવાનું છે. આ હરાજી માટે કુલ 1,574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 574 ખેલાડીઓને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એટલે કે હરાજીમાં માત્ર 574 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાંથી 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓની યાદીમાં એક ભારતીય ખેલાડીનું નામ પણ સામેલ છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

ઉન્મુક્ત ચંદે USA પ્લેયર તરીકે નામ નોંધાવ્યું

IPL 2025ની મેગા ઓક્શન માટે પસંદ કરાયેલા 208 વિદેશી ખેલાડીઓમાંથી ઉન્મુક્ત ચંદ પણ એક છે. ઉન્મુક્ત ચંદે આ વખતની હરાજીમાં યુએસએના ખેલાડી તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. તમને જણાવી દઈએ કે, ઉન્મુક્ત ચંદનો જન્મ ભારતમાં થયો હતો અને તે ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. કેપ્ટન ઉન્મુક્ત ચંદે વર્ષ 2012માં ભારત માટે અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જે બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. લોકો તેમને ભારતના ભવિષ્ય તરીકે જોઈ રહ્યા હતા. જો કે, અંડર-19 વર્લ્ડ કપ બાદ તેનું પ્રદર્શન લોકો તેની પાસેથી અપેક્ષા મુજબનું નહોતું. જેના કારણે તે ક્યારેય સિનિયર ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યો નહોતો.

નિવૃત્તિ લઈ USA માટે ક્રિકેટ રમે છે

ઓગસ્ટ 2021માં એક મોટો નિર્ણય લેતા ઉન્મુક્ત ચંદે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી તે અમેરિકા શિફ્ટ થઈ ગયો. ઉન્મુક્ત ચંદ હવે અમેરિકન ક્રિકેટ માટે રમે છે. જેના કારણે તેને IPL ઓક્શનમાં વિદેશી ખેલાડી ગણવામાં આવશે. ઉન્મુક્ત ચંદે તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા રાખી છે. તમને જણાવી દઈએ કે, ઉન્મુક્ત ચંદ ગયા વર્ષથી યુએસએ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમવા માટે પાત્ર છે, પરંતુ તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી.

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

IPLમાં ત્રણ ટીમનો ભાગ રહી ચૂક્યો છે

ઉન્મુક્ત ચંદ IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. તે વર્ષ 2011, 2012 અને 2013માં દિલ્હીની ટીમનો ભાગ હતો. આ પછી 2014માં રાજસ્થાન રોયલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો અને ત્યારબાદ વર્ષ 2015માં તે મુંબઈની ટીમમાં ગયો. ઉન્મુક્ત ચંદ 2016 સુધી મુંબઈની ટીમનો ભાગ હતો અને આ તેની IPLની છેલ્લી સિઝન હતી. તે IPLમાં અત્યાર સુધીમાં કુલ 21 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 15.00ની એવરેજથી 300 રન બનાવ્યા છે. જેમાં માત્ર 1 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો: માત્ર 6 દિવસમાં બદલાઈ ગયું પાકિસ્તાનનું નસીબ, બાબર-રિઝવાને મેચ સાથે સિરીઝ પણ હરાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
g clip-path="url(#clip0_868_265)">