India vs West Indies, 2nd ODI, Live Score Highlight : ભારતનો 2 વિકેટે વિજય, વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાએ સતત 12મી શ્રેણી જીતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 8:35 AM

IND Vs WI 2nd ODI Match Live Updates: વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં બરોબરી કરવાનો પૂરો પ્રયાસ કરશે.

India vs West Indies, 2nd ODI, Live Score Highlight : ભારતનો 2 વિકેટે વિજય, વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાએ સતત 12મી શ્રેણી જીતી
Team India 1-0 થી સરસાઈ ધરાવે છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ રવિવારે રમાઈ રહી છે. ભારતે પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે અને હવે તે આ મેચ જીતીને સીરીઝ જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ આ મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે. ભારતે આ મેચમાં અવેશ ખાનને વનડે ડેબ્યૂની તક આપી છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. તેમણે પણ ટીમમાં એક ફેરફાર કર્યો હતો.

IND vs WI: આજની પ્લેઇંગ XI

ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ

વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), શે હોપ, શમરાહ બ્રૂક્સ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ, અલઝારી જોસેફ, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ જુનિયર, અકીલ હુસૈન.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 25 Jul 2022 12:51 AM (IST)

    IND vs WI Live Score: 15 ઓવરના અંતે ભારતનો સ્કોર 65/1

    શુભમન ગિલ 43 રન અને શ્રેયસ અય્યર 8 રન સાથે ક્રિઝ પર છે. બંને ના ખભે લક્ષ્ય સુધી પહોંચાડવા માટેની ઈનીંગ રમવાની જવાબદારી છે. ભારત શિખર ધવનના રુપમાં એક વિકેટ ગુમાવી ચુક્યુ છે.

  • 25 Jul 2022 12:43 AM (IST)

    IND vs WI Live Score: શિખર ધવન આઉટ

    શિખર ધવન ઝડપથી આઉટ થયો હતો. 31 બોલનો સામનો કરીને 13 રન રમનારા શિખર ધવન શેફર્ડના બોલને કટ કરીને રમવા જતા ડીપ બેકવર્ડ પોઈન્ટ પર મેયર્સે કેચ ઝડપી લીધો હતો.

  • 25 Jul 2022 12:42 AM (IST)

    IND vs WI Live Score: ગિલની બાઉન્ડરી

    શુભમન ગિલે વરસાદ બાદ ફરી શરુ થયેલ મેચમાં આગળની ઓવરમાં જ બાઉન્ડરી જમાવી દીધી હતી. 11 મી ઓવરના ત્રીજા બોલને તેણે મીડ વિકેટ પર થઈને બાઉન્ડરી માટે ફટકાર્યો હતો.

  • 25 Jul 2022 12:29 AM (IST)

    IND vs WI Live Score: વરસાદ બાદ મેચ ફરી શરુ થઈ

    હળવો વરસાદ પડ્યો હતો, છાંટા શરુ થતા જ અંપાયરે મેચને રોકાવી દીધા હતા અને પિચ પર કવર્સ ઢાંકવામાં આવ્યા હતા. પરંતુ વરસાદ ઝડપથી રોકાઈ જતા મેચ ફરી ઝડપથી શરુ થઈ શકી હતી.

  • 25 Jul 2022 12:12 AM (IST)

    IND vs WI Live Score: વરસાદે વિક્ષેપ સર્જ્યો

    10મી ઓવરના ચાર બોલ થયા હતા અને વરસાદી સ્થિતી સર્જાઈ હતી. વરસાદ વરસવાની શરુઆત થતા જ રમતને અટકાવી દેવામાં આવી હતી અને પીચ પર કવર્સ ઢાંકી દેવામાં આવ્યા હતા. આ સમયે ભારતનો સ્કોર 41 રન વિના વિકેટે છે, જ્યારે શિખર ધવન 11 અને શુભમન ગિલ 30 રન સાથે રમતમાં છે.

  • 25 Jul 2022 12:01 AM (IST)

    IND vs WI Live Score: ગિલે સિલ્સ પર ફટકાર્યો ચોગ્ગો

    છઠ્ઠી ઓવર લઈને આવેલા જેડેન સિલ્સ પર શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો. ગિલનો ઈનીંગમા આ ત્રીજો ચોગ્ગો હતો. દિશા ચૂકીને પગમાં ઓવર પીચ બોલ નાંખતા જ ગિલે તેને ફ્લિક કરી દીધો હતો, જેબોલ સીધો સ્કેવર લેગ બાઉન્ડરી તરફ ચાર રન માટે ગયો હતો.

  • 24 Jul 2022 11:48 PM (IST)

    IND vs WI Live Score: ગિલનો વધુ એક ચોગ્ગો

    ચોથી ઓવર જેડન સિલ્સ લઈને આવ્યો છે. તેના બીજા બોલને સ્ટ્રેઈટ ડ્રાઈવ કર્યો. સુંદર શોટ વડે ચાર રન શુભમન ગિલે મેળવ્યા હતા.

  • 24 Jul 2022 11:45 PM (IST)

    IND vs WI Live Score: શુભમન ગિલે ઈનીંગનો પ્રથમ ચોગ્ગો ફટકાર્યો

    3જી ઓવર લઈને અલ્ઝારી જોસેફ આવ્યો હતો. તેણે ઓવરનો બીજો બોલ પગમાં નાંખ્યો હતો અને તેનો પૂરો ફાયદો ઉઠાવતા ગિલે કાંડાના ઉપયોગ વડે ચોગ્ગો ફટકાર્યો હતો. જે ફાઈન લેગ શોટ લગાવ્યો હતો.

  • 24 Jul 2022 11:31 PM (IST)

    IND vs WI Live Score: ભારતની બેટીંગ શરુ

    શિખર ધવન અને શુભમન ગિલ ક્રિઝ પર આવ્યા છે અને પ્રથમ ઓવરનો સામનો કર્યો છે. શિખર ધવન સામે વેસ્ટ ઈન્ડિઝના અલ્ઝારી જોસેફે પ્રથમ ઓવર કરી હતી. જે મેડન ઓવર રહી હતી.

  • 24 Jul 2022 11:20 PM (IST)

    IND vs WI Live Score: ભારતને જીત માટે 312 રનનુ લક્ષ્ય

    હોપની સદી સાથે વેસ્ટ ઈન્ડિઝ એ ભારત સામે 311 રન 6 વિકેટ ગુમાવીને નોંધાવ્યા છે. આમ ભારતે જીત માટે એક મોટા લક્ષ્યને પાર પાડવુ પડશે. આ માટે ધવન અને ગિલે ફરી એકવાર મોટી ઈનીંગનુ યોગદાન આપવુ પડશે. જ્યારે મીડલ ઓર્ડરે પણ તૈયાર રહેવુ પડશે.

  • 24 Jul 2022 10:56 PM (IST)

    IND vs WI Live Score: હુસેને છગ્ગો ફટકાર્યો

    અંતિમ ઓવરના પાંચમાં બોલ પર અકીલ હુસેને છગ્ગો ફટકાર્યો હતો. હુસેને ફાઈન લેગ પર સિરાજના અંદર આવતા બોલ પર શોટ લગાવ્યો હતો. અંતિમ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને 10 રન મળ્યા હતા.

  • 24 Jul 2022 10:50 PM (IST)

    IND vs WI Live Score: હોપ આઉટ

    શાર્દૂલ ઠાકુરે હોપની વિકેટ ઝડપી છે. હોપ 135 બોલનો સામનો કરીને 115 રનની ઈનીંગ રમ્યો હતો.

  • 24 Jul 2022 10:49 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 300 પર પહોંચ્યો

    વેસ્ટ ઈન્ડિઝે ઘડેલી યોજના મુજબ 300 ના સ્કોરને સ્પર્શી લીધુ છે. શે હોપની સદી સાથે વેસ્ટ ઈન્ડિઝ મોટો સ્કોર ખડકવામા સફળ રહ્યુ. આ સ્કોર પગોંચવા માટે 5 વિકેટનો ભોગ આપ્યો હતો.

  • 24 Jul 2022 10:42 PM (IST)

    IND vs WI Live Score: પોવેલ આઉટ, શ્રેયસનો શાનદાર કેચ

    શાર્દૂલ ઠાકુરે ભલે છગ્ગો સહન કર્યો હોય પણ તેને એક સફળતા મળી છે. તેણે રોવમેન પોવેલને સસ્તામાં પરત મોકલી દીધો છે. બેટ પર યોગ્ય રીતે આવવા છતાં બોલ સીધો જ શ્રેયસ અય્યર પાસે મોટા શોટના રુપમાં પહોંચ્યો હતો. જ્યાં અય્યરે શાનદાર રીતે સુઝબુઝ થી કેચ ઝડપ્યો હતો.

  • 24 Jul 2022 10:39 PM (IST)

    IND vs WI Live Score: પોવેલનો છગ્ગો

    રોવમેન પોવેલે 47મી ઓવરના બીજા બોલ પર શાનદાર છગ્ગો લગાવ્યો હતો. ઉભા ઉભા જ શક્તિશાળી શોટ જમાવી દઈને લોંગ ઓન પર છ રન મેળવ્યા હતા. આ ઓવર શાર્દૂલ લઈને આવ્યો હતો.

  • 24 Jul 2022 10:24 PM (IST)

    IND vs WI Live Score: છગ્ગો લગાવી હોપે સદી પુરી કરી

    45મી ઓવરમાં હોપે ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો, આ સાથે જ હોપે સદી નોંધાવી દીધી હતી. હોપે શાનદાર સદી નોંધાવવા સાથે ટીમને મજબૂત સ્થિતી તરફ આગળ વધાર્યુ હતુ. ઓવરના પાંચમાં બોલે સળંગ બીજો છગ્ગો ફટકાર્યો હતો.

  • 24 Jul 2022 10:18 PM (IST)

    IND vs WI Live Score: શાર્દૂલે ઝડપી મહત્વની વિકેટ, પૂરને આઉટ

    નિકોલસ પૂરનની ગીલ્લીઓ શાર્દૂલ ઠાકુરે ઉડાવી દીધી છે, શાર્દૂલે પૂરનનુ લેગ સ્ટંપ ઉખાડી દીધુ હતુ. પૂરન ચાલાકી થી બાઉન્ડરી મેળવવા જતો હતો પણ લેગ સ્ટંપ ખુલ્લુ રહેતા જ શાર્દુલનો બોલ શિકાર કરી ગયો હતો.

  • 24 Jul 2022 10:18 PM (IST)

    IND vs WI Live Score: આવેશ ખાને છગ્ગો ફટકાર્યો

    આવેશ ખાનની વધુ એક વાર ખર્ચાળ રહી છે. આ વખતે પૂરને તેના બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ફાઈનલ લેગ પર છગ્ગો ફટકાર્યો હતો.

  • 24 Jul 2022 10:14 PM (IST)

    IND vs WI Live Score: પૂરને અક્ષર પટેલને છગ્ગો ફટકાર્યો

    પૂરને 41 મી ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં બીજા બોલે પૂરને ઘૂટણ ટેકવીને છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં પટેલે 8 રન ગુમાવ્યા હતા.

  • 24 Jul 2022 09:58 PM (IST)

    IND vs WI Live Score: 40 ઓવરની રમત પૂર્ણ, વેસ્ટ ઈન્ડિઝ-218/3

    40 ઓવરની રમત પૂર્ણ થઈ છે. શરુઆત સારી કર્યા બાદ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝની ટીમને દબાણમાં રાખી હતી. પરંતુ હવે ફરી એકવાર પૂરન અને હોપ સ્કોર બોર્ડને આગળ લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બંને એ 88 રનની ભાગીદારી નોંધાવી છે.  3 વિકેટ ગુમાવી કેરેબિયન ટીમનો સ્કોર 218 રન પર પહોંચ્યો છે.

  • 24 Jul 2022 09:54 PM (IST)

    IND vs WI Live Score: પૂરને ચહલ પર બે છગ્ગા ફટકાર્યા

    39મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો અને તેની ઓવરમાં નિકોલસ પૂરને એક બાદ એક બે છગ્ગા જમાવી દીધા હતા. ઓવરના ત્રીજા બોલ પર ફુટવર્ક સાથે ડીપ મીડ વિકેટ પર શોટ લગાવી દીધો હતો. ત્યાર બાદ પાંચમાં બોલને પઈ પૂરને આગળ આવીને એક્સ્ટ્રા કવરની ઉપર રમ્યો હતો.

  • 24 Jul 2022 09:15 PM (IST)

    IND vs WI Live Score: પૂરને લગાવ્યો છગ્ગો

    દીપક હૂડ્ડા 32મી ઓવર લઈને આવ્યો. આ ઓવરના બીજા બોલને ઈનસાઈડ આઉટ રમ્યો હતો અને વાઈડ લોંગ ઓફ પર છગ્ગા માટે મોકલી દીધો હતો.

  • 24 Jul 2022 09:06 PM (IST)

    IND vs WI Live Score: હોપની બાઉન્ડરી

    અક્ષર પટેલ 29મી ઓવર લઈને આવ્યો છે. આ ઓવરના પ્રથમ બોલ પર જ અક્ષર પટેલના શોર્ટ બોલને બેક ફુટ જઈને કટ કરી બેકવર્ડ પોઈન્ટ તરફ મોકલી દીધો હતો. આમ ચાર રન મળ્યા હતા.

  • 24 Jul 2022 09:01 PM (IST)

    IND vs WI Live Score: આવેશ ખાન ફરી એટેક પર

    આવેશ ખાન અને બાઉન્ડરી બંને આ મેદાન પર એક મેકને જાણે સંબંઘ થઈ ચૂક્યો છે. 25મી ઓવર લઈને આવવા માટે આવેશને ધવને નિમંત્રણ આપ્યુ હતુ, પરંતુ ઓવરના પ્રથમ બોલ પર જ ચોગ્ગાનો માર સહ્યો હતો. હોપ એ તેની પર એક્સ્ટ્રા કવર પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 6 રન ગુમાવ્યા હતા.

  • 24 Jul 2022 08:46 PM (IST)

    IND vs WI Live Score: યુઝવેન્દ્ર ચહલે બ્રેન્ડન કિંગને શૂન્યમાં પરત મોકલ્યો

    23 મી ઓવરનો પાંચમો બોલ યુઝવેન્દ્ર ચહલની જાળ સમાન હતો. સ્વીપ કરવા ઇચ્છતા બ્રેન્ડન કિંગનો શોટ આકાશ તરફ લાગી ગયો હતો. બોલ બેટના ઉપરના કિનારાને અડકીને સિધો જ આકાશમાં ચઢ્યો હતો અને શિખર ધવને તે કેચ ઝડપી લીધો હતો. આમ શૂન્ય રને જ કિંગ પરત ફર્યો હતો.

  • 24 Jul 2022 08:37 PM (IST)

    IND vs WI Live Score: અક્ષર પટેલે તોડી ભાગીદારી રમત

    બ્રૂક્સની વિકેટ ઝડપવા સાથે જ એક મહત્વની ભાગીદારીને અક્ષર પટેલે તોડી દીધી છે. વિકેટ મેડન ઓવર કરતા સ્લિપમાં શિખર ધવનના હાથમાં બ્રૂક્સનો કેચ ઝડપાવ્યો હતો. બ્રૂક્સે 36 બોલમાં 35 રન કર્યા હતા.

  • 24 Jul 2022 08:34 PM (IST)

    IND vs WI Live Score: હોપે છગ્ગો લગાવ્યો

    21મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો અને તેની ઓવરના ત્રીજા બોલને બ્રૂક્સે મીડ વિકેટ પરથી ચોગ્ગા માટે શોટ લગાવ્યો હતો. ત્યાર બાદ ઓવરના પાંચમાં બોલ પર હોપ એ છગ્ગો જમાવ્યો હતો. ફુલ બોલને મિડ વિકેટ પર થી છ રન માટે રમ્યો હતો.

  • 24 Jul 2022 08:29 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરના અંતે 113 રનનો સ્કોર

    અંતિમ પાંચ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 રન મેળવ્યા છે. કેરેબિયન જોડી હાલમાં ધીમી રમત રમી રહી છે. જોકે શે હોપ હવે અડધી સદીની આરે પહોંચ્યો છે. 20 ઓવરના અંતે 113 રનનો સ્કોર વેસ્ટ ઈન્ડિઝે નોંધાવ્યો છે. 10 ઓવરના અંતે 71 રન નોંધાવ્યા હતા, એટલે કે એટલી જ બીજી ઓવરમાં રનની ગતી ધીમી પડી છે.

  • 24 Jul 2022 08:10 PM (IST)

    IND vs WI Live Score: ઓપનરની વિકેટ ગુમાવ્યા બાદ વિન્ડીઝ દબાણમાં

    કાયલ માર્સની વિકેટ ગુમાવવા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝની ટીમ મુશ્કેલી અનુભવી રહી છે. ખાસ કરીને દીપક હૂડાના બોલનો સામનો કરવામાં હોપ અને બ્રૂક્સ મુશ્કેલી અનુભવી રહ્યા છે. હૂડાએ 3 ઓવરમાં 11 રન આપ્યા છે. જેમાં અંતિમ બંને ઓવર તેણે ખૂબ જ કરકસર ભરી કરી હતી. આમ હવે વિન્ડીધ ટીમ પર દબાણની સ્થિતી સર્જાઈ છે.

  • 24 Jul 2022 07:48 PM (IST)

    IND vs WI Live Score: હૂડાએ મેયર્સની ઝડપી વિકેટ

    દીપક હૂડાને હવે બોલીંગમાં લાવવામાં આવ્યો છે. શાર્દૂલના સ્થાને તેને લાવવામાં આવ્યો હતો અને તેણે મેચમાં પોતાની પ્રથમ ઓવરમાં પ્રથમ બોલ પર જ મહત્વની વિકેટ ઝડપી લીધી છે. કાયલ મેયર્સે હૂડાના જ હાથમાં કેચ આપી દીધો હતો અને તે 23 બોલમાં 39 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 24 Jul 2022 07:39 PM (IST)

    IND vs WI Live Score: શાર્દૂલ ઠાકુરે આવતા જ ચોગ્ગો અને છગ્ગો સહ્યો

    8મી ઓવરમાં હવે શાર્દૂલ ઠાકુરને લાવવામાં આવ્યો છે. આવેશ ખાને ખૂબ રન ગુમાવ્યા બાદ હવે બોલીંગમાં બદલાવ કરવામાં આવ્યો છે. જોકે ઠાકુરનુ સ્વાગત મેયર્સે ચોગ્ગા સાથે કર્યુ હતુ. ઓવરના પ્રથમ બોલે ચોગ્ગો લગાવ્યા બાદ તુરત જ છગ્ગો ફટકાર્યો હતો. ઉભા ઉભા જ મીડઓફ તરફ બોલને મોકલીને છ રન મેળવ્યા હતા.

  • 24 Jul 2022 07:33 PM (IST)

    IND vs WI Live Score: આવેશ ખાને ખૂબ રન ગુમાવ્યા

    ડેબ્યૂટન્ટ આવેશ ખાને ખૂબ રન લુટાવી દીધા છે. એક તરફ સિરાજ રન બચાવી રહ્યો છે, બીજી તરફ ઓપનીંગ જોડી આવેશ પર એક બાદ એક બાઉન્ડરી જમાવી રહ્યા છે. છઠ્ઠી ઓવર લઈને આવેલા આવેશની ઓવરમાં ત્રણ ચોગ્ગા કેરેબિયન જોડીએ ફટકાર્યા હતા. ઓવરના બીજા અને ત્રીજા બોલને મેયર્સે બાઉન્ડરી માટે ફટકાર્યા હતા. અંતમાં હોપએ થર્ડ મેન તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 16 રન ગુમાવ્યા હતા.

  • 24 Jul 2022 07:30 PM (IST)

    IND vs WI Live Score: સિરાજ પર હોપની બાઉન્ડરી

    સિરાજે ઓવરના પ્રથમ બોલ પર જ બાઉન્ડરી સહન કરી હતી. તે ઈનીંગની પાંચમી ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં તેણે 5 રન ગુમાવ્યા હતા. જોકે તેણે ત્રણ ઓવર કરીને માત્ર 9 રન જ ગુમાવ્યા છે.

  • 24 Jul 2022 07:26 PM (IST)

    IND vs WI Live Score: આવેશ ખાને ત્રણ ચોગ્ગા સહન કર્યા

    ચોથી ઓવર લઈને આવેશ ખાન આવ્યો હતો. આ ઓવરમાં તેણે ત્રણ ચોગ્ગાનો માર સહન કર્યો હતો. પ્રથમ બોલ પર શે હોપે કવર અને પોઈન્ટની વચ્ચેથી બોલને બાઉન્ડરીને પાર મોકલ્યો હતો. ત્યાર બાદ પાંચમા અને અંતિમ બોલ પર મેયર્સે સળંગ બે બાઉન્ડરી ફટકારી હતી. અંતિમ બોલ પર ઉભા ઉભા જ મેયર્સે ચોગ્ગા માટે શોટ ફટકાર્યો હતો. ઓવરમાં 13 રન ગુમાવ્યા હતા.

  • 24 Jul 2022 07:22 PM (IST)

    IND vs WI Live Score: સિરાજે મેડન ઓવર કરી

    સિરાજે ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર એલબીડબલ્યુ વિકેટની અપીલ કાઈલ સામે કરી હતી. પરંતુ અંપાયરે તેને નકારી દીધી હતી. ધવને આ માટે રિવ્યૂ લીધુ હતુ પરંતુ તે ગુમાવવુ પડ્યુ હતુ. જોકે ઓવરમાં સિરાજે એક પણ રન લેવાનો મોકો મેયર્સને આપ્યો નહોતો.

  • 24 Jul 2022 07:13 PM (IST)

    IND vs WI Live Score: આવેશ ખાન પર મેયર્સની બાઉન્ડરી

    આવેશ ખાનની આ ડેબ્યૂ મેચ છે. તેના પ્રથમ બોલ પર જ મેયર્સે સીંગલ રન લીધો હતો. જે ઓફ સ્ટંપ ફુલર બોલ હતો. આવેશ ઈનીંગની બીજી ઓવર લઈને આવ્યો હતો અને જેના પાંચમાં બોલને મેયર્સે કવર અને એક્સ્ટ્રા કવરની વચ્ચેથી ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં 7 રન આપ્યા હતા.

  • 24 Jul 2022 07:04 PM (IST)

    IND vs WI Live Score: મેચ શરુ

    શે હોપ અને કાઈલ મેયર્સ બંને વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓપનીંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ટોસ જીતીને કેપ્ટન નિકોલસ પૂરને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હત. ભારત તરફથી મોહમ્મદ સિરાજ પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. પ્રથમ ઓવરના અંતિમ બોલ પર જ હોપે બાઉન્ડરી ફટકારી હતી. કવર અને પોઈન્ટની વચ્ચેથી બોલને બાઉન્ડરીની પાર મોકલ્યો હતો.

  • 24 Jul 2022 06:57 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન

    વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), શેઈ હોપ, શમરાહ બ્રૂક્સ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ, અલઝારી જોસેફ, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ જુનિયર, અકીલ હુસૈન.

  • 24 Jul 2022 06:57 PM (IST)

    IND vs WI Live Score: ભારતની પ્લેઈંગ ઈલેવન

    ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ

    One change in the #TeamIndia Playing XI from the previous game.

    Avesh Khan makes his debut and Prasidh Krishna sits out for the game.

    Live - https://t.co/EbX5JUciYM #WIvIND pic.twitter.com/o3SGNrmQBd

    — BCCI (@BCCI) July 24, 2022

  • 24 Jul 2022 06:42 PM (IST)

    IND vs WI Live Score: ભારતે આ મેચમાં એક ફેરફાર કર્યો

    ભારતે આ મેચમાં એક ફેરફાર કર્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને અવેશ ખાનને વનડે ડેબ્યૂની તક મળી છે.

  • 24 Jul 2022 06:39 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો

    વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીત્યો છે. તેણે પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ છે. માનવુ છે. કે આ પિચ પર અઢીસો થી વધૂ રનનો સ્કોર કરીને તેને બચાવવા પ્રયાસ કરશે.

Published On - Jul 24,2022 6:38 PM

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">