India Vs Sri Lanka T20 Asia Cup LIVE Score Highlights: શ્રીલંકાએ રોમાંચક મેચમાં મેળવ્યો વિજય, ભારતનો 6 વિકેટે પરાજય
India Vs Sri Lanka T20 Asia Cup LIVE Score: ભારત માટે આજની મેચમાં જીત મેળવવી જરૂરી

ભારત એશિયા કપ (Asia Cup )ના સુપર 4માં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવાનું ચૂકી ગયું. પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા મંગળવારે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ માટે આ એક કરો યા મરો મેચ હશે કારણ કે હાર એશિયા કપમાં તેમની આગળની સફરને ખૂબ જ મુશ્કેલ બનાવશે. શ્રીલંકા એક જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પાકિસ્તાને પણ જીત હાંસલ કરી છે, પરંતુ શ્રીલંકાની રન રેટ તેના કરતા ઘણી સારી છે. આ સાથે જ ભારત (India) પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. શ્રીલંકા ( Sri Lanka )સામેની મોટી જીત ભારતને ટોપ-2માં લઈ જશે.
IND vs SL: આજની પ્લેઇંગ XI
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, પથુમ નિસાંકા, દાનુષ્કા ગુંતિલાકા, ચરિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, ચમિકા કરુણારત્ને, વાનિન્દુ હસારંગા, મહિષ તિક્ષાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા
LIVE NEWS & UPDATES
-
India Vs Sri Lanka LIVE Score: રાજપક્ષાની વધુ એક સિક્સર
અશ્વિનની ઓવર દરમિયાન રાજપક્ષાએ છગ્ગો જમાવ્યો હતો. આ પહેલા ચહલની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: ચહલ પર રાજપક્ષાની સિક્સર
ચહલના બોલ પર 83 મીટર લાંબો છગ્ગો ભાનુકા રાજપક્ષાએ લગાવ્યો છે. ધીમી ગતિના લેગ બ્રેક બોલને સ્લોગ સ્વિપ કરીને ડિપ મિડ વિકેટ પાસે મોકલ્યો હતો.
-
-
India Vs Sri Lanka LIVE Score: ચહલનો કમાલ જારી, મેન્ડિસની ઝડપી વિકેટ
15મી ઓવર લઈને આવેલા ચહલે પહેલો બોલ મેન્ડિસના પેડ પર વાગ્યો અને અપીલ કરી. અમ્પાયરે મેન્ડિસને આઉટ આપ્યો હતો, પરંતુ મેન્ડિસે રિવ્યુ લીધો જેમાં જણાયુ કે શ્રીલંકાનો બેટ્સમેન આઉટ છે.
મેન્ડિસ – 57 રન, 37 બોલમાં 4×4 3×6
-
India Vs Sri Lanka LIVE Score: ગુણતિલકા આઉટ
અશ્વિને ગુણતિલકાનો શિકાર કર્યો છે. માત્ર એક જ રન નોંધાવીને તે પરત ફર્યો છે. અશ્વિને તેને કેએલ રાહુલના હાથમાં ઝડપાવ્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: અશ્વિનનું સ્વાગત બાઉન્ડરી
14મી ઓવર લાવનાર અશ્વિનનુ મેન્ડિસે ચોગ્ગા સાથે સ્વાગત કર્યું હતું. ઑફ-સ્ટમ્પની બહારના બોલ પર મેન્ડિસ ઑફ-સ્ટમ્પ પર આવ્યો અને તેને ફાઇન લેગ તરફ રમ્યો અને ચાર રન લીધા.
-
-
India Vs Sri Lanka LIVE Score: મેન્ડીસની અડધી સદી
ભૂવનેશ્વર કુમાર લઈને આવેલ 13મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને મેન્ડીસે અડધી સદી પુરી કરી હતી. શ્રીલંકા તરફથી મેચમાં બીજી અડધી સદી નોંધાઈ છે.
-
India Vs Sri Lanka LIVE Score: અસલંકા આઉટ, ચહલનો કમાલ
ચહલે ચરિથા અસલંકાને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી છે. 12મી ઓવરના ચોથા બોલ પર અસલંકાએ ચહલની બોલ પર લાંબો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની ઉપરની કિનારી ને અડકીને સૂર્યકુમારના હાથમાં ગયો. અસલંકા ખાતું પણ ખોલાવી શકી નહોતો
-
India Vs Sri Lanka LIVE Score: નિસંકા આઉટ
નિસાંકા આઉટ. યુઝવેન્દ્ર ચહલે તેને 12મી ઓવરના પહેલા બોલ પર આઉટ કર્યો હતો. નિસાંકાએ ચહલના બોલ પર સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોહિત શર્માએ તેનો કેચ ગલીમાં ઝડપી લીધો હતો.
નિસાંકા – 52 રન, 37 બોલમાં 4×4 2×6
-
India Vs Sri Lanka LIVE Score: નિસંકાની અડધી સદી
અશ્વિન લઈને આવેલ 10મી ઓવરના ત્રીજા બોલ પર સિંગલ રન લેતા જ પથુમ નિસંકાએ અડધી સદી પુરી કરી લીધી છે. 10 ઓવરના અંતે શ્રીલંકાએ 89 રન નો સ્કોર નોંધાવ્યો છે.
-
India Vs Sri Lanka LIVE Score: નિસંકાએ છગ્ગો ફટકાર્યો
શ્રીલંકન ઓપનરોએ પરેશાન કરી દીધા છે ભારતીય બોલરોને. તે હવે અડધી સદી પૂરા કરવા તરફ છે. ચહલ પર 9મી ઓવરમાં નિસંકાએ છગ્ગો ફટકાર્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: કુસલ મેન્ડિસે છગ્ગો ફટકાર્યો
કુસલ મેન્ડિસે ચહલના બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. ચહલે છઠ્ઠી ઓવરનો ચોથો બોલ ફેંક્યો, જેને મેન્ડિસે છ રન માટે મિડ-ઓન પર મોકલ્યો. આ ઓવરમાં શ્રીલંકાએ 12 રન બનાવ્યા હતા. છ ઓવર પછી શ્રીલંકાનો સ્કોર વિના નુકશાન 57 રન છે.
-
India Vs Sri Lanka LIVE Score: પાવર પ્લેમાં 57 રન ગુમાવ્યા
છઠ્ઠી ઓવર લઈને યુજવેન્દ્ર ચહલ આવ્યો હતો. ઓવરની શરુઆત નિસંકાએ ચોગ્ગો ફટકારીને કર્યો હતો. ત્યાર બાદ મેંડિસે છગ્ગો ફટકાર્યો હતો. જે 77 લાંબો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: અર્શદીપની ખર્ચાળ ઓવર
પાંચમી ઓવર લઈને આવેલા અર્શદીપ સિંહની ઓવર ખર્ચાળ રહી હતી. તેણે 18 રન ઓવરમાં ગુમાવ્યા હતા. મેંડિસે ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. નિસંકાએ પણ ઓવરમાં એક બાઉન્ડરી મેળવી હતી.
-
India Vs Sri Lanka LIVE Score: નિસંકાએ છગ્ગો ફટકાર્યો
ચોથી ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર નિસંકાએ છગ્ગો ફટકાર્યો હતો. 83 મીટર લાંબો છગ્ગો તેણે ફટકાર્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: અર્શદીપ પર બાઉન્ડરી
અર્શદીપ સિંહ ઈનીંગની બીજી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં તેણે 8 રન ગુમાવ્યા હતા. ઓવરના અંતિમ બોલ પર પથુમ નિસંકાએ ચોગ્ગો ફટકાર્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: શ્રીલંકાની બેટીંગ ઈનીંગ શરુ
ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો, શ્રીલંકા તરફ થી ઓપનીંગ જોડીના રુપમાં પથુક નિસંકા અને કુસલ મેંડિસ ક્રિઝ પર આવ્યા હતા. ભૂવીએ પ્રથમ ઓવરમાં માત્ર એક સિંગલ રન આપ્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: ભારતે 174 રનનુ લક્ષ્ય રાખ્યુ
ટોસ હારીને બેટીંગ કરતા ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. પહેલા કેએલ રાહુલ ઝડપથી પરત ફર્યા બાદ વિરાટ કોહલી શૂન્ય રને પરત ફરતા 13 રના સ્કોર પર જ ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોહિત શર્માએ દબાણની અસર વિના આક્રમક ઈનીંગ રમતા અડધી સદી ફટકારી હતી. ભારતે 8 વિકેટ ગુમાવીને 13 રન 20 ઓવરના અંતે નોંધાવ્યા હતા.
-
India Vs Sri Lanka LIVE Score: અશ્વિને છગ્ગો ફટકાર્યો
અંતિમ ઓવરના પાંચમા બોલ પર અશ્વિને શાનદાર છગ્ગો લગાવ્યો હતો. સ્લોગ કરીને ડીપ મિડ વિકેટ પર છગ્ગો મેળવ્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: ભૂવનેશ્વર આઉટ
ભારતે 8મી વિકેટ ગુમાવી દીધી છે. મોટો શોટ ફટકારવાના ચક્કરમાં ભૂવી બોલ્ડ થઈને શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: પંતે ગુમાવી વિકેટ
પંતે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો અને તે સીધો જ બાઉન્ડરી પર કેચ આઉટ થયો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: દીપક હુડા બોલ્ડ
દીપક હુડ્ડા બહાર છે. દિલશાને તેને 19મી ઓવરના પહેલા બોલ પર બોલ્ડ કર્યો હતો. હુડ્ડાએ ઓફ-સ્ટમ્પની બહાર બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને બોલ્ડ થઈ ગયો.
-
India Vs Sri Lanka LIVE Score: હુડા નસીબદાર
દીપક હુડાના રુપમાં ભારતને વધુ એક ઝટકો મળતો બચ્યો હતો. થર્ડ અંપાયરે નો બોલ જાહેર કરતા તેનો બચાવ થયો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: હાર્દિક પંડ્યા આઉટ, ભારતે 5મી વિકેટ ગુમાવી
લોંગ ઓન પર હાર્દિક પંડ્યા કેચ આઉટ થયો છે. દાશુન શનાકાની ઓવરમાં છગ્ગાથી શરુઆત કર્યા બાદ હાર્દિક પંડ્યા લોંગ ઓન પર નિશંકાના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 17 રન નોંધાવ્યા હતા.
-
India Vs Sri Lanka LIVE Score: હાર્દિક પંડ્યાએ છગ્ગો ફટકાર્યો
18મી ઓવરની શરુઆત છગ્ગા સાથે થઈ હતી. હાર્દિક પંડ્યાએ દાસુન શનાકાના બોલ પર વિશાળ છગ્ગો લોંગ ઓફ પર લગાવ્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: પંતની વધુ એક બાઉન્ડ્રી
પંતે 16મી ઓવરના બીજા બોલ પર બીજો ચોગ્ગો ફટકાર્યો. પંત તિક્ષાનાના ટૂંકા બોલને પુલ કર્યો હતો અને ડીપ મિડવિકેટ પર ચાર રન મેળવ્યા હતા
-
India Vs Sri Lanka LIVE Score: ઋષભ પંતની 2 બાઉન્ડરી
દાનુશ શનાકાએ 15 મી ઓવરમાં સૂર્યાની મહત્વની વિકેટ ઝડપી હતી. ઋષભ પંતે જોકે સહેજ પણ દબાણમાં રહ્યા વિના શોટ ફટકાર્યા હતા. પંતે ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ ઓવરમાં 9 રન આવ્યા હતા.
-
India Vs Sri Lanka LIVE Score: સૂર્યકુમાર આઉટ
15મી ઓવરમાં ભારતે મહત્વની વિકેટ ગુમાવી છે. સૂર્યકુમાર સેટ બેટ્સમેન હતો. તે અપર કટ કરવાના ચક્કરમાં શોર્ટ થર્ડમેન તરફ તિક્ષનાના હાથમાં કેચ આઉટ થયો હતો. તે 29 બોલ નો સામનો કરીને 34 રન નોંધાવ્યા હતા. દાનુશ શનાકાએ તેની વિકેટ મેળવી હતી.
-
India Vs Sri Lanka LIVE Score: રોહિત શર્મા આઉટ
રોહિત શર્મા આઉટ. કરુણારત્નેએ 13મી ઓવરના બીજા બોલ પર રોહિતને આઉટ કર્યો હતો. બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો જેને રોહિતે હવામાં રમ્યો હતો પરંતુ કવર પર ઉભેલા ફિલ્ડરે તેને કેચ ઝડપી લીધો હતો.
રોહિત – 72 રન, 41 બોલમાં 5×4 4×6
-
India Vs Sri Lanka LIVE Score: હિટમેન આક્રમક મૂડમાં, જમાવ્યા 2 છગ્ગા
ફુટવર્ક વડે રોહિત શર્માએ હસારંગા પર શાનદાર 2 છગ્ગા જમાવી દીધા હતા. ઓવરના બીજા બોલ પર તેણે ઉઠાવીને લોંગ ઓન પર 85 મીટરનો છગ્ગો જમાવી દીધો હતો. 12 ઓવરમાં હસારંગા પર છગ્ગા બાદ રોહિતે પાંચમાં બોલ પર ચોગ્ગો અને અંતિમ બોલ પર ફરી એકવાર ઓવરમાં છગ્ગો જમાવી દીધો હતો. ભારતને આ ઓવરમાં 18 રન આવ્યા હતા. આ સાથે ભારતે 100 રનનો આંકડો પણ પાર કરી લીધો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: સૂર્યા એ છગ્ગો જમાવ્યો
મદુશંકા 11 મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર સૂર્યકુમાર યાદવે શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. કમાલના શોટ વડે સૂર્યાએ થર્ડમેનની ઉપરથી છ રન મેળવ્યા હતા. ઓવરમાં 12 રન આવ્યા હતા.
-
India Vs Sri Lanka LIVE Score: રોહિત શર્માની અડધી સદી
ફર્નાન્ડોની ઓવર ભારત માટે સારી રહી છે. 10 મી ઓવરમાં ભારતના ખાતમાં 14 રન આવ્યા છે. રોહિત શર્માએ પણ આ સાથે જ પોતાની અડધી પૂરી કરી લીધી છે. 32 બોલનો સામનો કરીને પોતાની અડધી સદી નોંધાવી છે. તેને સૂર્યકુમાર સારો સાથ પુરાવી રહ્યો છે.
-
India Vs Sri Lanka LIVE Score: રોહિત શર્માની સિક્સર
10મી ઓવરની શરુઆતે રોહિત શર્માએ છગ્ગો જમાવ્યો છે. ફર્નાન્ડોએ પગમાં નાંખેલા બોલને રોહિત શર્માએ ડીપ સ્કેવર લેગ તરફ હવામાં ઉઠાવીને છગ્ગો ફટકાર્યો હતો. બોલ સીધો જ સિક્યોરીટી મેનની પીઠમાં જઈને વાગ્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: સૂર્યકુમારની બાઉન્ડરી
વાનિન્દુ હસારંગા પર સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો છે. સૂર્યાએ 9મી ઓવરના પાંચમાં બોલ પરડીપ મીડ વિકેટ તરફ ફટકાર્યો હતો. પુલ શોટ વડે સૂર્યાએ ચોગ્ગો મેળવ્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: ભારતે અડધી સદી પૂરી કરી
આઠમી ઓવરના પ્રથમ બોલ પર બે રન સાથે જ ભારતના 50 રન પૂરા થઈ ગયા છે. કપ્તાન રોહિતે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના પગ જમાવ્યા છે. સૂર્યકુમાર યાદવ તેમની સાથે છે.
-
India Vs Sri Lanka LIVE Score: રોહિતનો વધુ એક ચોગ્ગો, પાવર પ્લે સમાપ્ત
મહિષ તિક્ષના પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર રોહિત શર્માએ ચાર રન મેળવ્યા હતા. તેણે ગુડ લેંથ બોલને ડીપ સ્કેવર લેગ પર ઉઠાવીને ફટકારી દીધો હતો. ઓવરમાં ભારતને 6 રન મળ્યા હતા.
પાવર પ્લેના અંતે ભારતઃ 44-02
-
India Vs Sri Lanka LIVE Score: રોહિત શર્માની શાનદાર સિક્સર
અસિથા ફર્નાન્ડો પાંચમી ઓવર લઈને આવ્યો હતો, જેની પર રોહિતે બેટ ખોલી દીધુ હતુ. ઓવરના પ્રથમ ગુડ લેન્થ બોલને મીડ ઓન તરફ રમ્યો. પરંતુ આગળના બોલ પર ડીપ સ્કેવર લેગ પર છગ્ગો ફટકારી દીધો હતો. વિશાળ છગ્ગાને લઈ દર્શકો પણ રોમાંચ અનુભવી રહ્યા હતા. ઓવરના બીજા બોલે છગ્ગા બાદ ત્રીજા બોલને પોઈન્ટની દીશામાં ચોગ્ગા માટે ફટકાર્યો હતો. ઓવરમાં ભારતના ખાતામાં 14 રન આવ્યા હતા.
ભારતઃ 36-02
-
India Vs Sri Lanka LIVE Score: રોહિત શર્માની બાઉન્ડરી
ચમિકા કરુણારત્ને ઈનીંગની ચોથી ઓવર લઈને આવ્યો હતો. રોહિત શર્માએ ઓવરના બીજા બોલને સીધો જ બાઉન્ડરી માટે ફટકારી દીધો હતો. રોહિતે સ્લોગ કરીને લોંગ ઓન તરફ ચોગ્ગો ફટકાર્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: વિરાટ કોહલી શૂન્યમાં આઉટ
ભારતીય ટીમને શરુઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો છે. કોહલી મદુશંકાના બોલ પર બેટની અંદરની કિનારી પર અથડાઈને સીધો જ સ્ટંપ પર જઈને વાગ્યો હતો. કોહલી બોલ્ડ વિકેટ ગુમાવી બેઠો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: કેએલ રાહુલ LBW આઉટ
બીજી ઓવરના ચોથા પાંચમા બોલ પર તિક્ષાનાએ બોલ રાહુલના પગ પર વાગ્યો હતો. તેના પર શ્રીલંકાની ટીમે અપીલ કરી અને અમ્પાયરે રાહુલને આઉટ આપ્યો. રાહુલે આના પર રિવ્યુ લીધો જેમાં અમ્પાયરનો કોલ લેવાયો હતો અને ભારતને મોટો ફટકો પડ્યો.
-
India Vs Sri Lanka LIVE Score: રાહુલે બાઉન્ડરી ફટકારી
બીજી ઓવર લઈને મહિષ તિક્ષના આવ્યો છે. તેની ઓવરના ચોથા બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો. ભારત માટે ઈનીંગની પ્રથમ બાઉન્ડરી હતી. ફુટવર્ક વડે એકસ્ટ્રા કવર પરથી ચોગ્ગો ફટકાર્યો હતો.
-
India Vs Sri Lanka LIVE Score: ભારતની બેટીંગ શરુ
કેએલ રાહુલ અને રોહિત શર્મા બંનેની જોડી ઓપનીંગ માટે ક્રિઝ પર આવી છે. રાહુલ દિલશાન મદુશંકાનો સામનો કરી રહ્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.
-
India Vs Sri Lanka LIVE Update: ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ.
One change in the #TeamIndia Playing XI.
R Ashwin comes in for Ravi Bishnoi.
Live – https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/yxZoLWYHTe
— BCCI (@BCCI) September 6, 2022
-
India Vs Sri Lanka LIVE Update: શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, પથુમ નિસાંકા, દાનુષ્કા ગુંતિલાકા, ચરિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, ચમિકા કરુણારત્ને, વાનિન્દુ હસારંગા, મહિષ તિક્ષાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા
Captain Shanaka has won the toss and we will bowl first against India.👊
An unchanged Playing XI for Sri Lanka! Let the games begin 🔝😎#SLvIND #RoaringForGlory #AsiaCup2022 pic.twitter.com/KHp5euru9i
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 6, 2022
-
IND vs SL LIVE Update: શ્રીલંકાએ ટોસ જીત્યો, ભારતની પ્રથમ બેટીંગ
શ્રીલંકાના કેપ્ટન દાશુન શનાકાએ ટોસ જીત્યો છે. તેણે સતત ત્રીજી મેચમાં પ્રથમ બોલીંગ કરવાનુ પસંદ કર્યુ છે. દુબઈના ગ્રાઉન્ડના રેકોર્ડને ધ્યાને રાખીને તેણે આ યોજના અમલમાં મુકી છે.
-
IND vs SL LIVE Update: અવેશ ખાન રમશે કે નહીં?
અવેશ ખાન છેલ્લી મેચમાં રમ્યો ન હતો કારણ કે તેની તબિયત સારી ન હતી. આજની મેચમાં અવેશને તક મળે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
-
India Vs Sri Lanka LIVE Update: પિચ રિપોર્ટ
પિચ રિપોર્ટમાં શ્રીલંકાના પૂર્વ ખેલાડી રસેલ આર્નોલ્ડે જણાવ્યું છે કે આ પિચ પર ટોસ જીત્યા બાદ ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. સાથે જ તેણે ટીમમાં એક વધારાનો સ્પિનર લાવવાની વાત કરી છે.
-
India Vs Sri Lanka LIVE Score: ભારતની જીતથી નિચે સરકી જશે પાકિસ્તાન
શ્રીલંકા સામે ભારતનો વિજય પાકિસ્તાન માટે માથાનો દુખાવો વધારશે, કારણ કે પાકિસ્તાન અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે અને તેનો રન રેટ પણ શ્રીલંકા કરતા ઓછો છે. જો ભારત આજે જોરદાર માર્જિનથી જીતશે તો પાકિસ્તાન એક સ્થાન નિચે સરકી જશે
-
India Vs Sri Lanka LIVE Score: શ્રીલંકાના સ્પિનર બનશે પડકાર!
શ્રીલંકાના સ્પિનરો ભારતને પડકાર આપી શકે છે. વeનિંદુ હસરંગા અને મહિષ તિક્ષાના આઈપીએલમાં રમી ચૂક્યા છે અને ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ બંને શ્રીલંકા માટે આર્થિક સાબિત થયા છે અને આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે મુશ્કેલી સર્જી શકે છે.
-
India vs Sri Lanka Live: ભારતની સંભવિત પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકિપર), આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ.
-
India vs Sri Lanka Live:IND vs SL: ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવન પર કામ કરવાની જરુરિયાત
આ પણ વાંચો : IND vs SL: ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવન પર કામ કરવાની જરુરિયાત, આ સમસ્યાઓ છે મોટી
-
India vs Sri Lanka Live:આજે ભારતની શ્રીલંકા સાથે ટક્કર
આ પણ વાંચો : India vs Sri Lanka T20 Live Streaming: આજે ભારતની શ્રીલંકા સાથે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો
-
India vs Sri Lanka Live:ભારત માટે શ્રીલંકાનો મોટો પડકાર
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપમાં અત્યાર સુધી 20 મેચ રમાઈ છે. આ 20 મેચોમાં 10 ભારત અને 10 શ્રીલંકાએ જીતી છે. એટલે કે સ્પર્ધા સમાન રહી છે. આ 20 મેચોમાંથી 19 વન-ડે ફોર્મેટમાં રમાઈ છે અને અહીં શ્રીલંકાની ટીમ ભારત પર 10-9થી આગળ છે.
-
India vs Sri Lanka Live:કોહલી પાસે હેટ્રિકની તક
વિરાટ કોહલી પાસે આજે દુબઈમાં હેટ્રિક ફટકારવાની તક છે. એશિયા કપ 2022માં વિરાટ કોહલીના બેટથી રન આવી રહ્યા છે. હોંગકોંગ સામે અડધી સદી ફટકારનાર વિરાટે પાકિસ્તાન સામે પણ અડધી સદી ફટકારી હતી અને તેની પાસે અડધી સદીની હેટ્રિક ફટકારવાની તક છે.
-
India vs Sri Lanka Live:પ્લેઇંગ ઇલેવનમાં મોટી મૂંઝવણ
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ઘણી મૂંઝવણ છે. વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે ક્યારે, કોને અને ક્યાં રમાડવુ.
-
India vs Sri Lanka T20 Asia Cup:પ્લેઇંગ ઇલેવન ઇન્ડિયા માટે માથાનો દુખાવો
જો ભારતીય ટીમ સમયસર પોતાની ભૂલો નહીં સુધારે તો તેની મુશ્કેલીઓ પણ વધી શકે છે.
Published On - Sep 06,2022 3:53 PM