IND vs SL 3rd T20i : ભારતની નજર ક્લીન સ્વીપ પર, ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકશો જાણો
પલ્લેકલમાં આજે ભારત અને શ્રીલંકાની ટીમ 3 મેચની ટી20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમવા મેદાનમાં ઉતરશે. ભારત પાસે 2-0ની લીડ છે, તો ચાલો જોઈએ ભારત અને શ્રીલંકાની ટી20 મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો.
શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ મંગળવારના રોજ 3 મેચની ટી20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ પલ્લેકલમાં રમશે. ભારત શરુઆતની 2 મેચ જીતી પહેલી જ સીરિઝમાં 2-0ની લીડ બનાવી ચૂક્યું છે. હવે તેની નજર શ્રીલંકાની ટીમને ક્લીન સ્વીપ કરવા પર રહેશે. ભારત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ યુવા અને અનુભવી ખેલાડીઓની નવી ટીમ તૈયારી શરુ કરી છે. ટીમમાં યશસ્વી જ્યસ્વાલ હવે રોહિત શર્માના રિટાયરમેન્ટ બાદ ઓપનિંગ કરી રહ્યો છે.
જ્યારે રિયાન પરાગ પોતાને ઓલરાઉન્ડર સાબિત કરવામાં લાગ્યો છે.સંજુ સેમસન પર હવે દબાવ જરુર હશે કારણ કે, બીજી ટી20માં તેને તક મળી હતી પરંતુ તે ગોલ્ડન ડકનો શિકાર થયો હતો. શુભમન ગિલની આજે વાપસી સંભવ છે. જે ગત્ત મેચ રમી શક્યો ન હતો.
આ મેચ ખુબ રસપ્રદ રહેશે
બોલિંગમાં ભારતીય ટીમમાં અશર્દીપ સિંહ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, રવિ બિશ્નોઈ અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શાનદાર રમી રહ્યો છે. પંડ્યાએ છેલ્લી મેચમાં માત્ર 9 બોલમાં અણનમ 22 રન બનાવી ભારતની જીતની ભૂમિકા નિભાવી હતી. તેમણે અહિ 2 વિકેટ પોતાને નામ કરી હતી. આ મેચ ખુબ રસપ્રદ રહેશે.
જોણો મેચ ક્યારે અને કેટલા વાગ્યે લાઈવ સ્ટ્રીમ જોઈ શકશો, જાણો
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ ક્યાં રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ મંગળવાર 30 જુલાઈના રોજ રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20I મેચ કેટલા વાગ્યે શરુ થશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20I મેચ સાંજે 7 કલાકે રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20I મેચનું ટીવી પર લાઈવ પ્રસારણ ક્યાં જોવા મળશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20I મેચનું ટીવી પર લાઈવ પ્રસારણ ટીવી પર સોની સ્પોર્ટસ ટેન પર જોઈ શકો છો.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20I મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20I મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર જોઈ શકો છો.