IND vs SA : ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું, T20 સિરીઝ 3-1થી જીતી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 135 રને જીતી લીધી હતી. આ સાથે ભારતે આ શ્રેણી 3-1થી જીતી લીધી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણી રમાઈ હતી. શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 135 રને જીત મેળવી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. આ મેચમાં સંજુ સેમસન અને તિલક વર્મા ટીમની જીતના હીરો રહ્યા હતા. બંને ખેલાડીઓએ સદી ફટકારી હતી. આ શ્રેણીમાં બંને ખેલાડીઓની આ બીજી સદી હતી. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાની આ વર્ષની છેલ્લી T20 મેચ પણ હતી.
LIVE NEWS & UPDATES
-
ભારતે આફ્રિકાને હરાવ્યું
ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું, T20 સિરીઝ પર 3-1થી જીતી, રમનદીપે લીધી અંતિમ વિકેટ
-
ભારત જીતથી એક વિકેટ દૂર
દક્ષિણ આફ્રિકાને નવમો ઝટકો, અક્ષર પટેલે લીધી બીજી વિકેટ, ભારત જીતથી એક વિકેટ દૂર
-
-
અક્ષર પટેલે લીધી વિકેટ
આફ્રિકાને આઠમો ઝટકો, ગેરાલ્ડ કોએત્ઝી 12 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ
-
વરુણ ચક્રવર્તીએ લીધી બીજી વિકેટ
દક્ષિણ આફ્રિકાને સાતમો ઝટકો, વરુણ ચક્રવર્તીએ લીધી બીજી વિકેટ, ભારત જીતથી ત્રણ વિકેટ દૂર
-
દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો
દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો, ટ્રિસ્ટન સ્ટબ્સ 43 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ
-
-
વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ
દક્ષિણ આફ્રિકાને પાંચમો ઝટકો, ડેવિડ મિલર 36 રન બનાવી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ
-
આફ્રિકાનો સ્કોર 50 ને પાર
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 50 ને પાર, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર ક્રિઝ પર હાજર
-
પાવરપ્લે બાદ આફ્રિકાનો સ્કોર 30/4
પાવરપ્લે બાદ આફ્રિકાનો સ્કોર 30/4, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર ક્રિઝ પર હાજર
-
અર્શદીપ સિંહની બેક ટુ બેક વિકેટ
અર્શદીપ સિંહની બેક ટુ બેક વિકેટ, માર્કરામ બાદ ક્લાસેનને 0 પર કર્યો આઉટ
-
કેપ્ટન માર્કરામ સસ્તામાં આઉટ
આફ્રિકાને ત્રીજો ઝટકો, અર્શદીપ સિંહે કેપ્ટન એઈડન માર્કરામને કર્યો સસ્તામાં આઉટ
-
હાર્દિકે લીધી બીજી વિકેટ
આફ્રિકાને બીજો ઝટકો, હાર્દિક પંડયાએ રેયાન રિકલ્ટનને 1 રન પર કર્યો આઉટ
-
અર્શદીપે લીધી પહેલી વિકેટ
આફ્રિકાને પહેલો ઝટકો, અર્શદીપ સિંહે રીઝા હેન્ડ્રીક્સને 0 પર કર્યો ક્લીન બોલ્ડ
-
આફ્રિકાને જીતવા 284 રનનો ટાર્ગેટ
ભારતે આફ્રિકાને જીતવા 284 રનનો આપ્યો ટાર્ગેટ, સંજુ સેમસન-તિલક વર્માની સદી
-
સંજુ-તિલકની સદી
સંજુ સેમસન બાદ તિલક વર્માની દમદાર સદી, બંનેએ આ સિરીઝમાં બીજી સદી ફટકારી, બંનેએ સિક્સરનો કર્યો વરસાદ
-
તિલક વર્માની દમદાર સદી
તિલક વર્માની દમદાર સદી, આ સિરીઝમાં સતત બીજી સદી ફટકારી
-
તિલક વર્માની અડધી સદી
સંજુ બાદ તિલક વર્માએ પણ પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 50 રન સુધી પહોંચવામાં માત્ર 22 બોલ લીધા હતા.
-
ભારતનો સ્કોર 200 ને પાર
ભારતની આક્રમક બેટિંગ, ટીમ ઈન્ડિયાનો સ્કોર 200 ને પાર, તિલક-સંજુની જોરદાર ફટકાબાજી
-
10 ઓવર બાદ ભારત 129/1
દસ ઓવર બાદ ભારતનો સ્કોર 129/1, સંજુ અને તિલક ક્રિઝ પર હાજર
-
સંજુની ફિફ્ટી
સંજુની ફિફ્ટી, જોરદાર છગ્ગો ફટકારી અર્ધસડી પૂરી કરી
-
ભારતનો સ્કોર 100 ને પાર
ભારતનો સ્કોર 100 ને પાર, તિલક વર્મા અને સંજુ સેમસનની જોરદાર ફટકાબાજી, તિલક વર્માએ કેશવ મહારાજને જોરદાર સિક્સર ફટકારી
-
પાવરપ્લે બાદ ભારતનો સ્કોર 73/1
પાવરપ્લે બાદ ભારતનો સ્કોર 73/1, સંજુ સેમસન અને તિલક વર્મા ક્રિઝ પર હાજર, અભિષેક શર્મા 36 રન બનાવી થયો આઉટ
-
ભારતને પહેલો ઝટકો
ભારતને પહેલો ઝટકો, અભિષેક શર્મા 36 રન બનાવી થયો આઉટ, લુથો સિપામલાએ લીધી વિકેટ
-
ભારતનો સ્કોર 50 ને પાર
4.1 ઓવરમાં ભારતનો સ્કોર 50 ને પાર, અભિષેક શર્માએ ફટકારી જોરદાર સિક્સર, સંજુની મજબૂત બેટિંગ
-
સંજુ-અભિષેકની ફટકાબાજી
દક્ષિણ આફ્રિકા સામે ભારતની આક્રમક શરૂઆત, સંજુ સેમસન-અભિષેક શર્માની ફટકાબાજી
-
ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ
ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ શરૂ થઈ. સંજુ સેમસન સાથે અભિષેક શર્મા ક્રિઝ પર. દક્ષિણ આફ્રિકા માટે પ્રથમ ઓવર માર્કો જેન્સન કરશે.
-
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી
-
દક્ષિણ આફ્રિકા પ્લેઈંગ 11
રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, એન્ડીલે સિમેલેન, કેશવ મહારાજ, લુથો સિપામલા
-
બંને ટીમોએ કોઈ ચેન્જ ના કર્યા
અંતિમ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમમાં કોઈ ફેરફાયર કરવામાં આવ્યો નથી, અંતિમ મેચની પ્લેઈંગ 11 સાથે જ બંને ટીમો મેદાનમાં ઉતરશે.
-
ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી
દક્ષિણ આફ્રિકા સામે અંતિમ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
Published On - Nov 15,2024 8:03 PM