AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમા઼ડવા ઓસ્ટ્રેલિયાને રસ જાગ્યો, કહ્યુ MCG તૈયાર

હાલમાં ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટ ચાલી રહી છે. આ દરમિયાન હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાડવાને લઈ ઓસ્ટ્રેલિયાએ રસ દર્શાવ્યો છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબના સ્ટુઅર્ટ ફોક્સે આ વાત કહી છે.

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમા઼ડવા ઓસ્ટ્રેલિયાને રસ જાગ્યો, કહ્યુ MCG તૈયાર
અંતિમ વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 2007માં ટેસ્ટ રમાઈ હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 8:14 AM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમવાને એક દશક વિતી ચુક્યુ, હજુ બંને ફરી ક્યારેય આ રીતે સામ સામે થયા નથી. આ દરમિયાન હવે ટેસ્ટ શ્રેણી બંને દેશોની ટીમો વચ્ચે યોજવાની વાત મુકાઈ છે. આ વાત ઓસ્ટ્રેલિયાથી આવી છે. જોકે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝ યોજવાને લઈ નિર્ણય લેવાય એ સરળ વાત નથી. હાલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. જે ટેસ્ટ મેચ MCGમાં રમાઈ રહી છે. આ દરમિયાન મેચના ચોથા દિવસે એવી વાત આ સામે આવી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ ક્રિકેટ શ્રેણી રમાય.

ઓસ્ટ્રેલિયાને આ વિચાર આમ તો ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કરને લઈ આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે એક દશક કરતા વધુ સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ ના હોય પરંચુ ટેસ્ટ મેચ 15 વર્ષથી રમાઈ નથી. હવે ઓસ્ટ્રેલિયાએ આ સપનુ જાણે સેવ્યુ છે કે, તેમના યજમાન પદે બંને વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાય. સેન રેડિયો સાથેની વાતચીતમાં મેલબોર્ન ક્રિકેટ ક્લબના સીઈઓ સ્ટુઅર્ટ ફોક્સે જણાવ્યું હતું કે, તેમણે વિક્ટોરિયા સરકાર સાથે મળીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ તટસ્થ સ્થળ પર યોજવા અંગે વાત કરી છે.

ફોક્સે કહ્યુ, ઓસ્ટ્રેલિયા ICC સામે પ્રસ્તાવ રાખશે!

ફોક્સે કહ્યું, “ઓક્ટોબરમાં T20 વર્લ્ડ કપ દરમિયાન, MCC એ ભારત પાકિસ્તાનની મેચમાં 90,293 દર્શકોનુ પાગલપન જોયુ હતુ. અને હવે તે ચોક્કસપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચની યજમાની કરવાનું પસંદ કરશે. તેમણે કહ્યું, “ચોક્કસપણે, MCG માં બંને દેશો વચ્ચે 3 ટેસ્ટ મેચોની શ્રેણી સારી રહેશે. અમે આ પ્રસ્તાવ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે પણ રાખ્યો છે. વિક્ટોરિયન સરકારે પણ આ સૂચન કર્યું જ હશે. વ્યસ્ત સમયપત્રક વચ્ચે આ માટે સમય કાઢવો મુશ્કેલ બની શકે છે, જે હું સમજી શકું છું કે તે એક મોટો પડકાર છે. જો કે, તેણે કહ્યું, “મને આશા છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પ્રસ્તાવ ICC સમક્ષ મૂકશે.

પ્રવક્તાએ કહ્યુ, નિર્ણય બંને બોર્ડ લેશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ એક મીડિયા અહેવાલમાં જણાવ્યું કે “તટસ્થ સ્થળે કોઈપણ પ્રકારની ટેસ્ટ અથવા ટેસ્ટ શ્રેણી રમવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાનનો પોતાનો હશે. આ નિર્ણયો લેવાનું BCCI અને PCBના હાથમાં છે. પરંતુ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેમાં પોતાનો રસ બતાવશે. જો બંને બોર્ડ સંમત થાય તો ઓસ્ટ્રેલિયા યજમાની માટે તૈયાર છે.”

g clip-path="url(#clip0_868_265)">