ભારતમાં આ વર્ષના અંતમાં એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં વનડે વિશ્વકપ રમાનારો છે. ક્રિકેટ ની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં દુનિયાભરની ક્રિકેટ ટીમો હિસ્સો લેનારી છે. વનડે વિશ્વકપને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ પહેલા પહેલા જ એશિયા કપ 2023 નુ આયોડન થનારુ છે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા સહિતની ટીમો હિસ્સો છે. જોકે આ વર્ષનુ આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે છે. જોકે પાકિસ્તાન પ્રવાસ ખેડવાથી ભારતે પહેલાથી જ ના ભણી દીધી છે. જેને લઈ મામલો ચર્ચાએ રહેલો છે અને હવે આ દરમિયાન ICC ને બે દિવસીય બેઠક યોજાનારી હોઈ મુદ્દો તેમાં ઉઠનારો છે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પણ ચિંતા અત્યારથી જ વર્તાવા લાગી છે.
ICC દ્વારા બોર્ડ મિટીંગ અને એક્ઝુક્યુટિવ સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. બે દિવસીય બેઠક શનિવાર અને રવિવારે યોજાનારી છે. એટલે કે 18 માર્ચ અને 19 માર્ચના રોજ આ બેઠક યોજાનારી છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનની ક્રિકેટની વર્તમાન સ્થિતી અને અફઘાનિસ્તાનની સદસ્યતા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થનારી છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના પ્રવાસનો મુદ્દો પણ ચર્ચાશે.
મીડિયા રિુપોર્ટ્સ મુજબ શનિવાર અને રવિવારે યોજાનારી ICC ની બે દિવસીય બેઠકમાં PCB દ્વારા મુદ્દાને ઉઠાવવામાં આવશે. એશિયા કપ અને વિશ્વકપને લઈ બંને દેશોના પક્ષને લઈ મુદ્દો ચર્ચામાં આવશે. આ મુદ્દાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નજમ સેઠી જ ઉઠાવશે. મીડિયા રિપોર્ટ્સનુ માનવામાં આવે તો, બેઠક દરમિયાન બંને દેશોની ક્રિકેટ ટીમોને મોકલવાને લઈને ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન એશિયા કપ 2023 પૂરતી જ નહીં પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પણ મુદ્દો ઉઠાવશે.
ચેમ્પિયન્સ ટ્રોફીનો મુદ્દો એટલા માટે પાકિસ્તાનને ચિંતા કરાવી રહ્યો છે કે, 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાનારી છે. હવે પાકિસ્તાનનની ટીમ વિશ્વકપમાં ભારત આવવાથી ઈન્કાર કરશે તો, ચેમ્યિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ચિંતા વધી જઈ શકે છે. હવે પાકિસ્તાન બે વર્ષ બાદની સ્થિતીને લઈને અત્યારથી જ ચિંતીત બની તે મુદ્દાની પણ સ્પષ્ટતા અત્યારથી જ કરવા મથામણ કરી શકે છે. કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી પણ પાકિસ્તાનથી બહાર યોજવાની સ્થિતી સર્જાઈ શકે છે, જે પાકિસ્તાનને માટે ચિંતાનો વિષય બની શકે છે.