India Vs Pakistan 2022: ઓસ્ટ્રેલિયામાં 22 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2022)ની શરુઆત થનારી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ચાહકો માટે ટૂર્નામેન્ટની શરુઆત 23 ઓક્ટોબરેથી શરુ થશે. ભારત અને પાકિસ્તાનનો આમનો-સામનો થશે. મેચ પહેલા એ ચાહકોના દિલ તૂટી ગયા છે જે આશા કરી રહ્યા હતા કે તે મેલબોર્નમાં રમાનારી આ મેચ સ્ટેડિયમમાં લાઈવ જોશે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan ) આ હાઈવોલ્ટેજ મુકાબલાની તમામ ટિકીટ વેચાય ચૂકી છે. આઈસીસીએ આ વાતની પુષ્ટિ કરી છે.
ICCએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી તેણે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે રમાનારી T20 વર્લ્ડ કપની મેચની ટિકિટ રિલીઝ થતાની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. આ મેચ માટે વધારાના સ્ટેન્ડિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે જે ચાહકો ટિકિટ લઈ શક્યા નથી. તેઓ હવે સ્ટેડિયમમાં આ મેચ લાઈવ જોઈ શકશે નહીં. ભારત-પાકિસ્તાન મેચમાં હંમેશા એવું જોવામાં આવ્યું છે કે જેવી ટિકિટ આપવામાં આવે છે થોડીવારમાં જ તમામ વેચાઈ જાય છે. જોકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટુર્નામેન્ટની પ્રથમ મેચની ટિકિટ હજુ બાકી છે. આ મેચ સિડનીમાં રમાશે.
T20 વર્લ્ડ કપ પહેલા આ વર્ષે ભારતીય ટીમ બે વખત પાકિસ્તાનનો સામનો કરી ચુકી છે. UAEમાં આયોજિત એશિયા કપમાં બંને ટીમો સામસામે આવી હતી. ગ્રુપ રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું, પાકિસ્તાને સુપર 4માં આ હારનો બદલો લીધો અને ટીમ ઈન્ડિયાને પાંચ વિકેટથી હરાવ્યું. પાકિસ્તાન ફાઈનલમાં પહોંચી ગયું હતું, પરંતુ ત્યાં તેને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
ગત્ત વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાનના હાથે શર્મનાક હારનો સામનો કરવો પડ઼્યો હતો. ભારતનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે હતો. પાકિસ્તાને આ મુકાબલો 10 વિકેટથી પોતાને નામ કર્યો હતો. આ પહેલી વખત હતુ જ્યારે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે હાર મળી હતી.