AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં આવા લુખ્ખા તત્વોને કોણ રોકશે? નારણપુરામાં જાહેરમાં દારૂ પીતા રોકતા મારામારી, વાહનોને નુકસાન, જુઓ Video

અમદાવાદના નારણપુરા ગામમાં જાહેરમાં દારૂ પીતા અસામાજિક તત્વોને રોકવા જતાં મારામારી થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો અને કાર સહિતના વાહનોને ભારે નુકસાન થયું હતું.

Breaking News : અમદાવાદમાં આવા લુખ્ખા તત્વોને કોણ રોકશે? નારણપુરામાં જાહેરમાં દારૂ પીતા રોકતા મારામારી, વાહનોને નુકસાન, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2026 | 1:46 PM
Share

અમદાવાદના નારણપુરા ગામમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જાહેરમાં દારૂ પી રહેલા કેટલાક શખ્સોને રોકવા જતાં, તેમણે આતંક મચાવ્યો હતો, જેમાં મારામારી, એક વ્યક્તિને ઇજા અને વાહનોમાં તોડફોડનો બનાવ બન્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, નારણપુરા ગામમાં કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ દારૂનું સેવન કરી રહ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા તેમને આમ કરતા રોકવાનો પ્રયાસ કરાતા, ઉશ્કેરાયેલા તત્વોએ મારામારી શરૂ કરી દીધી હતી. આ હુમલામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મારામારી બાદ પણ આ લુખ્ખા તત્વોનો આતંક અટક્યો નહોતો અને તેમણે વિસ્તારમાં પાર્ક કરેલી કાર સહિતના અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. અનેક કારના કાચ ફોડી દેવામાં આવ્યા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અસામાજિક તત્વોનું ટોળું નિર્દયતાથી વાહનોને નુકસાન પહોંચાડતું જોઈ શકાય છે.

આ ઘટના અંગે સ્થાનિકોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, આવા અસામાજિક તત્વોના આતંકથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેમની સલામતી જોખમમાં મુકાઈ છે. નારણપુરા જેવા પોશ ગણાતા વિસ્તારમાં જાહેરમાં દારૂ પીવા અને ત્યારબાદ મારામારી તથા તોડફોડની ઘટના બનવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે.

આ મામલે નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ ભગત અને પીઆઈ કે.આર. સક્સેનાએ પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય જીતુભાઈ ભગતે જણાવ્યું હતું કે આ તેમના વિસ્તારમાં બનેલી આવી પહેલી ઘટના છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના પ્રયાસોથી અગાઉ રોડ પર વેચાતો દારૂ બંધ થયો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે આરોપીઓમાં કેટલાક બહારના શખ્સો હતા જેઓ દારૂ પીવા માટે ત્યાં એકઠા થયા હતા. જીતુભાઈએ જણાવ્યું કે રાત્રે તેમને જાણ થતાં જ તેમણે પીઆઈનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. હાલ પોલીસ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ માટે લાવી છે જ્યારે મુખ્ય આરોપીઓ ફરાર છે.

પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સક્સેનાએ પણ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદીની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. ફરિયાદીના ઘર પાસે બેસીને મોટે મોટેથી વાઘડ કરતા શખ્સોને રોકવા જતાં આ બોલાચાલી અને મારામારી થઈ હતી. પીઆઈએ પણ પુષ્ટિ કરી કે આ વિસ્તારમાં આવી ઘટના પહેલીવાર બની છે. આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા સઘન તજવીજ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ અને “નશામુક્ત ગુજરાત” અભિયાન પર પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. જો જાહેરમાં બેફામપણે દારૂ પીવાય અને તેને રોકવા બદલ હિંસક ઘટનાઓ બને, તો સામાન્ય જનતાની સુરક્ષા અને કાયદાનું શાસન કેટલું મજબૂત છે તે અંગે ચિંતા વધે છે. પોલીસે આ મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડી કાયદાનું રાજ સ્થાપિત કરવું તે અત્યંત આવશ્યક છે.

આ 18 કારીગરોને મળશે ₹3 લાખની લોન અને ₹15 હજારની ટૂલકિટ! જાણો કેવી રીતે મળશે લાભ?

Follow Us
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
g clip-path="url(#clip0_868_265)">