આઈસીસીએ પ્રથમ વાર અંડર 19 મહિલા ટી20 વિશ્વકપનુ આયોજન કર્યુ છે. પ્રથમ સિઝનની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ભારતીય મહિલા ટીમની સુકાની શેફાલી વર્માએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. શેફાલીએ ટાર્ગેટ ચેઝ કરવાની યોજના પર મહત્વની મેચમાં દાવ ખેલીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલર અર્ચના દેવીએ શરુઆતમાં એક જ ઓવરમાં બે ઝટકા આપીને ઈંગ્લેન્ડની શરુઆત ખરાબ કરી દીધી હતી. ઈંગ્લીશ ટીમ માત્ર 68 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
ભારતીય બોલરોએ દમદાર પ્રદર્શન ઈતિહાસ રચવાના ઈરાદા સાથે કર્યુ હતુ. ભારતને પ્રથમ સફળતા 1 રનના સ્કોર પર ટિટાસ સાધૂએ અપાવી હતી. ત્યાર બાદ ચોથી ઓવરમાં અર્ચના દેવીએ કમાલ કરીને ઈંગ્લેન્ડની કમર તોડી દીધી હતી. હવે ભારતીય બોલરોએ કમાલ કર્યા બાદ બેટરોએ બાકીનુ કાર્ય પુરુ કરવાની જવાબદારી નિભાવવી પડશે.
શેફાલી વર્માની આગેવાનીમાં અંડર 19 યુવા મહિલા ટીમે ઈંગ્લેન્ડને પરેશાન કરી દીધુ છે. ભારતીય મહિલા સિનિયર ટીમની સભ્ય શેફાલી વર્મા 2 વિશ્વકપ રમવાનો અનુભવ ધરાવે છે. તેણે ભારતને પ્રથમ વાર મહિલા વર્ગમાં આઈસીસી વિશ્વકપ વિજેતા બનાવવાના ઈરાદા સાથે કેપ્ટનશિપનો અંદાજ મેદાનમાં બતાવ્યો હતો. પહેલા તો ટોસ જીતીને તેણે ઈંગ્લીશ મહિલા ટીમને પ્રથમ બેટિંગ કરવા નિમંત્રણ આપ્યુ હતુ.
ટીમ ઈન્ડિયાની યુવા મહિલા બોલરોએ વ્હાઈટ બોલથી જાણે કે ઈંગ્લીશ ટીમ પર હુમલો કરી દીધો હતો. એક બાદ એક ઈંગ્લીશ બેટ્સમેનોએ વિકેટ ગુમાવવાનો સિલસિલો શરુ કર્યો હતો. પહેલા ભારતીય ટીમને ઓપનીંગ જોડીને માત્ર એક જ રનના સ્કોર પર પ્રથમ ઓવરના ચોથા પર તોડીને લીબર્ટી હિપને ટિટોસ સાધૂએ પરત મોકલી હતી. તે શૂન્ય રને પરત ફરી હતી. ત્યાર બાદ નિમ હોલેન્ડની વિકેટ અર્ચના દેવીએ ઝડપી હતી. હોલેન્ડ 10 રન નોંધાવી પરત ફરી હતી. અર્ચનાએ આ જ ઓવરના અંતિમ બોલ પર વધુ એક શિકાર કેપ્ટન ગ્રેસના નામનો ઝડપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધારે રન રિયાના મેકડોનાલ્ડે 19 રન નોંધાવ્યા હતા.
ટિટોસ સાધુએ એ 4 ઓવરના સ્પેલમાં માત્ર 6 રન ગુમાવ્યા હતા. તેણે 2 વિકેટ ઝડપી હતી. અર્ચનાદેવીએ 3 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે પાર્શવી ચોપરાએ 4 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત. મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવે એક એક વિકેટ ઝડપી હતી.
Published On - 7:08 pm, Sun, 29 January 23