IND vs ENG 1st Test Day 3 Highlight: ત્રીજા દીવસની રમત વરસાદને લઇ વહેલા સમાપ્ત, ભારત પાસે 70 રનની લીડ

| Updated on: Aug 07, 2021 | 10:53 AM

India vs England 1st Test Day 3 Highlight: ભારત અને ઇંગ્લેન્ડ (England vs India) વચ્ચેની ત્રીજા દિવસની રમત વરસાદના વિક્ષેપ સાથે શરુ થઇ હતી. કેએલ રાહુલ બાદ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ.

IND vs ENG 1st Test Day 3 Highlight: ત્રીજા દીવસની રમત વરસાદને લઇ વહેલા સમાપ્ત, ભારત પાસે 70 રનની લીડ
Trent Bridge, Nottingham

ભારત અને ઇંગ્લેન્ડ (England vs India) વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત આજે રમાઇ રહી છે. બીજા દિવસની રમતમાં વરસાદે વિક્ષેપ સર્જ્યા બાદ આજે પ્રથમ સેશનની શરુઆતે જ વરસાદે રમતનો સમય ખરાબ કર્યો હતો. ભારતીય ટીમે (Team India) 4 વિકેટે 125 રનના સ્કોર સાથે ની રમતને આજે ત્રીજા દિવસે આગળ વધારી હતી. ઇંગ્લેન્ડ પર ભારતે 95 રનની લીડ મેળવી લીધી હતી.

ભારતીય ઓપનર કેએલ રાહુલ (KL Rahul) અને ઋષભ પંત (Rishabh Jadeja) બંનેએ રમતની શરુઆત કરી હતી.  પંત 25 રનની રમત રમીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે રાહુલ 84 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. કેએલ રાહુલે 214 બોલમાં 84 રની રમત રમી હતી.  રવિન્દ્ર જાડેજાએ ભારતની લીડને આગળ વધારતી રમત રમી હતી. તેણે 86 બોલમાં 56 રન જાડેજાએ કર્યા હતા. આ દરમ્યાન તેણે 1 સિક્સ અને 8 ચોગ્ગા લગાવ્યા હતા.

બુમરાહે અંતિમ વિકેટની ભાગીદારી રમત ત્રીસ રન થી વધુની રમી હતી. બુમરાહે 3 ચોગ્ગા અને 1 સિક્સર લગાવી 34 બોલમાં 28 રન કર્યા હતા. મહંમદ સિરાજ 8 બોલમાં 7 રન કરીને અણનમ રહ્યો હતો. ઓલી રોબિન્સને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ વિકેટ મેળવી હતી.

ત્રીજા સેશનની રમત દરમ્યાન વરસાદ વરસતા આખરે ત્રીજા દીવસની રમત વહેલી સમાપ્ત જાહેર કરાઇ હતી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 Aug 2021 10:57 PM (IST)

    ત્રીજા દિવસની રમત સમાપ્ત જાહેર કરાઇ

    વરસાદી માહોલને લઇને ત્રીજા દિવસના અંતિમ સેશનની રમત ધોવાઇ ગઇ હતી. ભારતીય ટીમ 70 રનની લીડ ત્રીજા દિવસના અંતે ધરાવે છે. જ્યારે લીડ ને પાર પાડવા ઇંગ્લેન્ડના ઓપનરો રમત રોકાતા પહેલા ધીરજ પૂર્વક રમી રહ્યા હતા.

    અંપાયરોએ મેદાનમાં નિરીક્ષણ બાદ આજના દિવસની રમતને અહીં જ ખતમ કરવાનુ જાહેર કર્યુ હતુ. રમત સમાપ્ત જાહેર કરાતા હવે આવતી કાલે ઇંગ્લેન્જ તેની બેટીંગ ઇનીંગ ચોથા દિવસની રમત સાથે આગળ વધારશે.

  • 06 Aug 2021 10:48 PM (IST)

    અંપાયરોએ મેદાનનુ નિરીક્ષણ કર્યુ

  • 06 Aug 2021 10:25 PM (IST)

    રમત હજુ પણ રોકાયેલી, થોડી વારમાં રમત શરુ થવાની આશા

    રમત હજુ ફરી શરુ થઇ શકી નથી. કવર હજુ પણ મેદાનમાં છે. જોકે 10.40 PM એ ફરી થી મેચ શરુ થવાની આશા છે. જોકે હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે.

  • 06 Aug 2021 09:42 PM (IST)

    ત્રીજા સેશન દરમ્યાન વરસાદ વરસવો શરુ

    વરસાદને લઇને મેચ રોકી દેવાઇ, પીચ પર કવર ઢાંકી દેવાયા

  • 06 Aug 2021 09:38 PM (IST)

    રોરી બર્ન્સે બાઉન્ડરી લગાવી

    મહંમદ શામીની ઓવર દરમ્યાન ઇંગ્લેન્ડના ઓપનર બર્ન્સે બાઉન્ડરી લગાવી હતી.

  • 06 Aug 2021 09:30 PM (IST)

    ત્રીજા સેશનની રમત શરુ

  • 06 Aug 2021 08:56 PM (IST)

    સિબ્લી એ બાઉન્ડરી લગાવી

  • 06 Aug 2021 08:49 PM (IST)

    ભારતને 95 રનની લીડ, જૂત માટે પૂરતી

    ભારતને આ ઇનિંગમાં 95 રનની લીડ મળી છે અને ભૂતકાળના રેકોર્ડને જોવામાં આવે તો, આ લીડ ભારત માટે મેચ વિનિંગ સાબિત થઈ શકે છે. ભારતે અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 8 વખત 75 કે તેથી વધુ રનની લીડ મેળવી છે. અને એક વખત પણ તેમાં હાર મળી નથી. જે દરમ્યાન 4 મેચ જીતી, જ્યારે 4 મેચ ડ્રો રહી.

  • 06 Aug 2021 08:47 PM (IST)

    બીજા છેડે થી સિરાજની બોલીંગ

    બુમરાહ સાથે શામીને બદલે મોહમ્મદ સિરાજે બીજા છેડે થી બોલિંગ શરૂ કરી છે. સિરાજની પ્રથમ ઓવર મેઇડન રહી છે. રોરી બર્ન્સ છેલ્લી મેચની ભૂલનું પુનરાવર્તન કરવા માંગતો નથી અને અત્યાર સુધી ખૂબ જ સચેત દેખાય છે. પડકારજનક સ્કોર બનાવવા માટે ઇંગ્લેન્ડને તેમના ઓપનરો તરફથી સારી શરૂઆતની જરૂર રહેશે.

  • 06 Aug 2021 08:28 PM (IST)

    ઇગ્લેન્ડની બીજી બેટીંગ ઇનીંગ શરુ

    ઇંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સ અને ડોમ સિબ્લી રમતમાં

  • 06 Aug 2021 08:20 PM (IST)

    ભારતની પ્રથમઇનીંગ 278 રને સમાપ્ત, 95 રનની ઇંગ્લેન્ડ સામે લીડ

  • 06 Aug 2021 08:18 PM (IST)

    જસપ્રીત બુમરાહ આઉટ, પ્રથમ ઇનીંગ સમાપ્ત

    જસપ્રીત બુમરાહે ઇંગ્લીશ બોલરોને પરેશાન કરી મુક્યા હતા. તેણે અંતિમ વિકેટ પર શાનદાર રમત રમી હતી.

  • 06 Aug 2021 08:11 PM (IST)

    સેમ કરનના બોલ પર બુમરાહની સિક્સર

  • 06 Aug 2021 08:10 PM (IST)

    મહંમદ શામી બાદ બુમરાહની ઝડપી રમત

    શામી ના રુપમાં 9મી વિકેટ ભારતે ગુમાવી હતી. ત્યાર બાદ જસપ્રિત બુમરાહે અંતિમ વિકેટની રમત ઝડપ થી રમીને ઇંગ્લીશ બોલરોને પરેશાન કરી દીધા છે.

  • 06 Aug 2021 07:31 PM (IST)

    રવિન્દ્ર જાડેજા આઉટ

    રવિન્દ્ર જાડેજાએ શાનદાર રમત રમી હતી. ઇંગ્લેન્ડ પર લીડ ને વધારવા સ્વરુપ રમી હતી. જાડેજાએ 86 બોલમાં 56 રન કર્યા હતા. જાડેજા રોબિન્સનના બોલમાં બ્રોડના હાથે કેચ આઉટ થયો હતો.

  • 06 Aug 2021 07:28 PM (IST)

    બાઉન્ડરી લગાવી જાડેજાએ 50 પૂરા કર્યા

    રવિન્દ્ર જાડેજાએ પોતાનુ 16 મુ ટેસ્ટ અર્ધશતક પુર્ણ કર્યુ હતુ. જાડેજાએ કેએલ રાહુલ ના આઉટ થવા બાદ લીડને વધારવા રુપ રમત રમવાની જવાબદારી નિભાવી હતી.

  • 06 Aug 2021 07:18 PM (IST)

    એન્ડરસના બોલ પર જાડેજાએ લગાવ્યો છગ્ગો

    રવિન્દ્ર જાડેજા એ જેમ્સ એન્ડરસનના બોલ પર સિક્સર લગાવી હતી.

  • 06 Aug 2021 07:08 PM (IST)

    શાર્દૂલ ઠાકુર શૂન્ય રને આઉટ

    એન્ડરસને મેચમાં તેની 4 થી વિકેટ શાર્દૂલ ઠાકુરના રુપમાં ઝડપી હતી. શાર્દૂલ ઠાકુર શૂન્ય રને જ સ્લીપમાં જો રુટને કેચ આપી બેઠો હતો.

  • 06 Aug 2021 06:57 PM (IST)

    કેએલ રાહુલ આઉટ, 84 રનની શાનદાર ઇનીંગ

    જેમ્સ એન્ડરસનના બોલ પર કેએલ રાહુલ 84 રનની શાનદાર ઇનીંગ રમીને આઉટ થયો હતો. રાહુલ પાસે આજે શતકની આશા વર્તાઇ રહી હતી. જે પ્રમાણે રાહુલની રમત રહી હતી, એ મુજબ તે શતકને પુરુ કરવાની આશા વર્તાઇ હતી. જોકે એન્ડરસને તેની વિકેટ ઝડપી હતી.

  • 06 Aug 2021 06:57 PM (IST)

    ભારતે 200 નો સ્કોર પાર કર્યો

  • 06 Aug 2021 06:49 PM (IST)

    જાડેજાની બાઉન્ડરી સાથે, 50 રનની ભાગીદારી પૂર્ણ

    બ્રોડના બોલ પર રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો લગાવ્યો હતો. આ સાથે જ કેએલ રાહુલ અને જાડેજા વચ્ચેની ભાગીદારી રમત 50 રનને પાર કરી ચુકી હતી. આમ ભારતને જરુરીયાતના સમયે બંનેએ શાનદાર રમત રમી દર્શાવી હતી.

  • 06 Aug 2021 06:46 PM (IST)

    કેએલ રાહુલ નો કેચ છુટ્યો, જીવતદાન

    જેમ્સ એન્ડરસનનો બોલ રાહુલના બેટને અડકીને સ્લીપમાં પહોંચ્યો હતો. જ્યાં રહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના હાથ થી કેચ છુટી ગયો હતો. આમ રાહુલને 78 રને જીવત દાન મળ્યુ હતુ.

  • 06 Aug 2021 06:42 PM (IST)

    લંચ બ્રેક બાદ રમત શરુ

    બીજા સેશનની રમત શરુ થઇ ચુકી છે. પ્રથમ સેશન ભારતના નામે રહ્યુ છે. 8 રનની લીડ સાથે રમતમાં રહેલી ભારતીય ટીમના બેટ્સમેન જાડેજા અને રાહુલે રમત આગળ વધારી છે.

  • 06 Aug 2021 06:20 PM (IST)

    પ્રથમ સેશન ભારતને નામ રહ્યુ

    ત્રીજા દિવસની રમતનુ પ્રથમ સેશન સમાપ્ત થયુ છે. ભારતીય ટીમે શાનદાર બેટીંગ કરીને ઇંગ્લેન્ડ પર 8 રનની લીડ મેળવી છે. વરસાદને લઇને પ્રભાવિત આ સેશનમાં ભારતે ઋષભ પંતની વિકેટ ગુમાવી હતી. જ્યારે 66 રન બનાવ્યા હતા. રાહુલ અને જાડેજા વચ્ચે 47 રનની અણનમ ભાગીદારી રમત થઇ ચુકી છે.

  • 06 Aug 2021 06:03 PM (IST)

    લંચ બ્રેક, ભારત 8 રનની લીડ સાથે રમતમાં

  • 06 Aug 2021 05:55 PM (IST)

    રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 2000 રન પુરા કર્યા

    રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન પુરા કર્યા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ અને 2000 રન પુરા કરનારાો પાંચમો ભારતીય ક્રિકેટર બન્યો છે. જાડેજાએ ફક્ત 52 મેચમાં 2 હજાર રન અને 200 વિકેટ પુરી કરી છે. જે ક્રિકેટ ઇતિહાસમાં પાંચમો સૌથી ઝડપી છે. ઇંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઇયાન બોથમે ફક્ત 40 મેચમાં આ કમાલ કર્યો હતો.

  • 06 Aug 2021 05:49 PM (IST)

    ભારતે ઇંગ્લેન્ડના સ્કોરને બરાબર કર્યો

  • 06 Aug 2021 05:35 PM (IST)

    ઇંગ્લેન્ડ સામે રાહુલ નો રેકોર્ડ

    કેએલ રાહુલ હાલમાં ક્રિઝ પર જામ્યો છે. તે સારી રમત રમી રહ્યો છે. તે ના ફક્ત સારો શોટ લગાવી રહ્યો છે. જોકે તેણે કોઇ મોટી ભૂલ અત્યાર સુધી નથી કરી અને ધૈર્ય થી રમી રહી છે.

    ખાસ વાત એ છે કે, રાહુલે ઇંગ્લેન્ડની સામે આ પહેલા 50 નો આંકડો પાર કર્યો છે. તો બંને વખત તેણે તેને શતકમાં બદલ્યો હતો. પહેલા 2016માં ચેન્નાઇ ટેસ્ટમાં તેણે 199 રન ફટકાર્યા હતા. આ ટેસ્ટ મેચમાં કરુણ નાયરે ત્રેવડુ શતક લગાવ્યુ હતુ. ત્યાર બાદ 2018 ના ઇંગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન લંડનમાં ઓવરમાં રમાયેલી અંતિમ ટેસ્ટમાં 149 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચમાં ઋષભ પંતે પણ પોતાનુ પ્રથમ ટેસ્ટ શતક લગાવ્યુ હતુ.

    એટલે કે આજે એક વધારે શતકની આશા લગાવી શકાય છે.

  • 06 Aug 2021 04:56 PM (IST)

    જાડેજા એ લગાવી બાઉન્ડરી

    રવિન્દ્ર જાડેજાએ ક્રિઝ પર આવ્યા બાદ પંતની આક્રમકતા ની રોબિન્સન સામે જારી રાખી છે. રોબિન્સનના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો.

  • 06 Aug 2021 04:54 PM (IST)

    રવિન્દ્ર જાડેજા રમતમાં

  • 06 Aug 2021 04:47 PM (IST)

    ઋષભ પંત આઉટ

    રોબિન્સનની ઓવરમાં ચોગ્ગો અને છગ્ગો લગાવ્યા બાદ પંતે તેની વિકેટ ગુમાવી દીધી હતી. 20 બોલમાં 25 રન પંતે ફટકાર્યા હતા. પંતને રોબિન્સને પોતાનો શિકાર બનાવ્યો હતો.

  • 06 Aug 2021 04:47 PM (IST)

    ચોગ્ગા બાદ પંતે લગાવી સિક્સ

    પંતે ચોગ્ગો લગાવ્યા બાદ તુરત જ સિક્સ લગાવી હતી. આમ પંતે આક્રમકતા અપનાવી હતી.

  • 06 Aug 2021 04:44 PM (IST)

    ઋષભ પંતે લગાવ્યો ચોગ્ગો

    રોબિનસનની ઓવર દરમ્યાન ઋષભ પંતે બાઉન્ડરી લગાવી હતી. વરસાદ રોકાયા બાદ રમત ફરી શરુ થતા જ પંતે બેટ ને ખોલ્યુ હતુ.

  • 06 Aug 2021 04:41 PM (IST)

    મેચ ફરી થી શરુ થઇ

  • 06 Aug 2021 04:35 PM (IST)

    6 ઓવરોનુ નુકશાન, સેશનના સમયમાં પરિવર્તન

    વરસાદને લઇને આજના દિવસની રમતમાં 6 ઓવરોનુ નુકશાન થયુ છે. હવે 92 ઓવરની રમત નિયત કરવામાં આવી છે. હવે ફરી એકવાર સેશનમાં ફરી થી પરિવર્તન કરવામાં આવ્યુ છે. હવે પ્રથમ સેશન ભારતીય સમયાનુસાર 5.30 કલાકના બદલે 6 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે અંતિમ સેશન રાત્રીના 11 કલાકના બદલે 11.30 કલાકે સમાપ્ત થશે.

    અહીં જુએ દરેક સેશન અને બ્રેકનો સમય (બ્રિટીશ સમય)

  • 06 Aug 2021 04:19 PM (IST)

    વરસાદ જારી રહેતા રમત ફરી શરુ કરવામાં મુશ્કેલી

    વરસાદ ફરી થી જારી રહેવાને લઇને મેચને ફરી શરુ કરી શકાઇ નથી. વરસાદ રોકાઇને ફરી થી મેચ શરુ થવાની રાહ જોવાઇ રહી છે.

  • 06 Aug 2021 04:04 PM (IST)

    4.10 મીનીટે રમત શરુ થશે

    BCCI  એ ટ્વીટ કરીને મેચની તાજી જાણકારી આપવામાં આવી છે. ફરી થી વરસાદ શરુ નહી થાય તો, ભારતીય સમયાનુસાર 4.10 પર મેચ ફરી થી શરુ થશે. આશા છે કે આ વખતે પરીસ્થિતી ગઇકાલ જેવી ના થાય.

  • 06 Aug 2021 03:48 PM (IST)

    વરસાદ વરસતા મેચ રોકાઇ

  • 06 Aug 2021 03:42 PM (IST)

    ઋષભ પંતે લગાવ્યો ચોગ્ગો

    જેમ્સ એન્ડરસનના બોલ પર ઋષભ પંતે બાઉન્ડરી લગાવી હતી.

  • 06 Aug 2021 03:35 PM (IST)

    આજેૈ અડધો કલાકની રમત વધુ રમાશે

    ગઇકાલે વરસાદે રમતને અસર પહોંચાડવાને લઇ આજે 30 મીનીટની રમત ને વધુ રમાડાશે. બીજા અને ત્રીજા સેશનની રમતમાં 15-15 મીનીટ વધારો કરવામાં આવ્યો છે. આમ 90 ઓવરની રમત ના બદલે 98 ઓવરની રમત આજના દિવસે રમાડવામાં આવશે.

  • 06 Aug 2021 03:34 PM (IST)

    મેચ શરુ, કેએલ રાહુલે મેળવ્યો પ્રથમ રન

Published On - Aug 06,2021 10:57 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">