IND vs AUS: નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, શ્રેણીની પ્રથમ મેચથી બહાર થયો સ્ટાર ખેલાડી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝની શરુઆત થનારી છે. જેની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે, જે માટે સોમવારે નાગપુર જવા માટે રવાના થનારી કાંગારુ ટીમને માટે ઝટકા રુપ સમાચાર સામે આવ્યા છે.

IND vs AUS: નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, શ્રેણીની પ્રથમ મેચથી બહાર થયો સ્ટાર ખેલાડી
Josh Hazlewood set to miss Nagpur Test
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 12:22 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ગુરુવારથી ટેસ્ટ સિરીઝની શરુઆત થનારી છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાનારી છે. ભારતીય ટીમ પહેલાથી જ નાગપુરમાં અભ્યાસ કેમ્પ યોજી રહી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ નાગપુર સોમવારે પહોંચશે. હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ બેંગલુરુમાં અભ્યાસ કરી રહી છે. જોકે નાગપુર માટે રવાના થવા પહેલા ઓસ્ટ્રેલિન કેમ્પમાં એક નિરાશાજનક સમાચાર છે. પહેલાથી જ ઈજાગ્રસ્ત ખેલાડી જોશ હેઝલવુડ નાગપુર ટેસ્ટથી બહાર થઈ ચુક્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સ્ટાર ખેલાડીનુ મહત્વની સિરીઝની શરુઆતે જ બહાર રહેવુ એ મોટા ઝટકા સમાન સમાચાર છે.

ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડીને જાન્યુઆરી મહિનામાં ટેસ્ટ મેચ દરમિયાન ઈજા પહોંચી હતી. સિ઼ડની ટેસ્ટમાં પગમાં ઈજાને લઈ તે ક્રિકેટથી દૂર રહ્યો છે. જોકે હાલમાં તે ભારત પ્રવાસે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે સાજા થવાની આશાઓ સાથે આવ્યો છે. પરંતુ ઉતાવળ કરવાને બદલે પ્રથમ ટેસ્ટથી બહાર રહેવાનુ વધારે અનુકૂળ માન્યુ છે.

નાગપુર ટેસ્ટમાં નહીં રમે

બેંગ્લુરુમાં હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ અભ્યાસ કરી રહી છે, ત્યારે હેઝલવુડ ખૂબજ પરસેવો વહાવતી મહેનત કરતો જોવા મળી રહ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર પગની ઈજાથી પૂરી રીતે ઠીક થઈ શક્યો નથી. આ પહેલા કેમરુન ગ્રીન અને મિશેલ સ્ટાર્ક પણ ઈજાની સમસ્યાથી પિડાઈ રહ્યા છે. આવી સ્થિતીમાં હવે હેઝલવુડને પણ ટીમ મેનેજમેન્ટે નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમનો હિસ્સો નહી બનાવાવનો નિર્ણય કર્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રવિવારે હેઝલવુડે કહ્યું, “હું પ્રથમ ટેસ્ટમાં રમીશ તે નક્કી નથી. બીજી ટેસ્ટનો નિર્ણય પણ આ પછી જ લેવામાં આવશે. હું હાલમાં વર્કલોડ મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું સારી રીતે સ્વસ્થ થઈ શકતો નથી. મેં વિચાર્યું હતું કે પહેલા હું થોડી બેટિંગ કરીશ અને પછી નાગપુરમાં બોલિંગ કરીશ”.

જોશના બદલે બોલેન્ડ?

વિદેશમાં પ્રથમ વાર રમવાનો અનુભવ સ્કોટ બોલેન્ડને મળી શકે છે. જોશ હેઝલવુડ બહાર થવાને લઈ બોલેન્ડને તક મળી શકે છે. તેણે ઓસ્ટ્રેલિયામાં જ નેશનલ ટીમ માટે 6 ટેસ્ટ મેચ રમી છે. આમ હવે તેના માટે વિદેશમાં રમવાનુ સપનુ પુરુ થઈ શકે છે.

હેઝલવુડે બોલેન્ડ વિશે કહ્યું, “સ્કોટીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ફ્લેટ વિકેટ પર ઘણી બોલિંગ કરી. બોલ વધુ સ્વિંગ થતો ન હતો. તે જાણે છે કે તેને સખત મહેનત કરવાની જરૂર છે. સ્કોટ ઉપરાંત લાન્સ મોરિસ પણ એક વિકલ્પ છે જેને ઓસ્ટ્રેલિયન ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી છે”.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">