AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Aus 2nd T20I LIVE Score: બીજી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, T20 સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2023 | 11:10 PM
Share

Ind vs Aus 2nd T20I LIVE Score and Updates in Gujarati : ધમાકેદાર બેટિંગ બાદ દમદાર બોલિંગના સહારે ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી T20 મેચમાં 44 રને હરાવ્યું હતું. ભારત T20 સીરિઝમાં હવે 2-0 થી આગળ થઈ ગયું છે અને હવે ભારતને સીરિઝ જીતવા વધુ એક જીતની જરુર રહેશે.

Ind vs Aus 2nd  T20I LIVE Score: બીજી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, T20 સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી
India vs Australia

ભારતીય બેટ્સમેન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાએ બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડની અડધી સદીના કારણે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોર સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવર રમીને નવ વિકેટ ગુમાવીને માત્ર 191 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Nov 2023 10:51 PM (IST)

    India Vs Australia 2nd T20I live score : ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

    India Vs Australia 2nd T20I live score : ધમાકેદાર બેટિંગ બાદ દમદાર બોલિંગના સહારે ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી T20 મેચમાં 44 રને હરાવ્યું હતું. ભારત T20 સીરિઝમાં હવે 2-0 થી આગળ થઈ ગયું છે અને હવે ભારતને સીરિઝ જીતવા વધુ એક જીતની જરુર રહેશે.

  • 26 Nov 2023 10:31 PM (IST)

    IND v AUS 2nd T20I live score : અર્શદીપે લીધી વિકેટ

    IND v AUS 2nd T20I live score : અર્શદીપે ભારતને નવમી સફળતા અપાવી હતી અને હવે ભારતને જીત માટે માત્ર એક વિકેટની જરૂર છે.

  • 26 Nov 2023 10:25 PM (IST)

    IND v AUS Match live score : પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી ત્રીજી વિકેટ

    IND v AUS Match live score : પ્રસિદ્ધ કૃષ્ણાએ આજની મેચમાં ત્રીજી વિકેટ લીધી હતી અને એમ પણ એક ઓવરમાં બે બેટ્સમેનોને બોલ કર્યા હતા. આ વિકેટ સાથે ભારત હવે જીત તરફ આગળ વધ્યું છે.

  • 26 Nov 2023 10:19 PM (IST)

    India vs Australia live score : પ્રસિદ્ધ કૃષ્ણાએ સીન એબોટને કર્યો બોલ્ડ

    India vs Australia live score : પ્રસિદ્ધ કૃષ્ણાએ સીન એબોટને બોલ્ડ કરી ભારતને સાતમી સફળતા અપાવી હતી. ભારત હવે જીતથી માત્ર 3 વિકેટ જ દૂર છે.

  • 26 Nov 2023 10:16 PM (IST)

    IND vs AUS live score : મુકેશ કુમારે સ્ટોનિસને 45 રન પર કર્યો આઉટ

    IND vs AUS live score : મુકેશ કુમારે સ્ટોનિસને 45 રન પર આઉટ કરી ભારતને આજની મેચમાં સૌથી મોટી સફળતા અપાવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની જીત માટે મુશ્કેલી વધુ ગઈ છે.

  • 26 Nov 2023 10:09 PM (IST)

    India vs Australia Cricket Match live score : રવિ બિશ્નોઈએ ઝડપી ત્રીજી વિકેટ

    India vs Australia Cricket Match live score : રવિ બિશ્નોઈએ ઝડપી ત્રીજી વિકેટ કમાલ બોલિંગ કરી હતી. તેણે શાનદાર બેટિંગ કરી રહેલ ટીમ ડેવિડને 37 રન બનાવી પર આઉટ કર્યો હતો.

  • 26 Nov 2023 10:00 PM (IST)

    IND v AUS 1st T20I live score : ઓસ્ટ્રેલિયાને જીત માટે 48 બોલમાં 105 રનની જરૂર

    IND v AUS 1st T20I live score : ઓસ્ટ્રેલિયાને જીત માટે 48 બોલમાં 105 રનની જરૂર છે અને સ્ટોનિસ-ટીમ ડેવિડ મજબૂત બેટિંગ કરી રહ્યા છે. બંનેએ મેદાનમાં ફટકાબાજી શરૂ કરી હતી અને આસાન લાગતી ભારતની જીતને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

  • 26 Nov 2023 09:35 PM (IST)

    India Vs Australia 2nd T20I live score : સ્મિથ 19 રન બનાવી આઉટ

    India Vs Australia 2nd T20I live score : પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતને ત્રીજી સફળતા અપાવી હતી, સ્ટીવ સ્મિથ 19 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 58/4

  • 26 Nov 2023 09:26 PM (IST)

    India Vs Australia 2nd T20I live score : મેક્સવેલ 12 રન બનાવી આઉટ

    India Vs Australia 2nd T20I live score : અક્ષર પટેલે ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. ખતરનાક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો.

  • 26 Nov 2023 09:20 PM (IST)

    IND v AUS 2nd T20I live score : રવિ બિશ્નોઈએ ભારતને બીજી સફળતા અપાવી

    IND v AUS 2nd T20I live score : રવિ બિશ્નોઈએ ભારતને બીજી સફળતા અપાવી હતી. રવિ બિશ્નોઈએ છેલ્લી મેચમાં સદી ફટકારનાર જોશ ઈંગ્લિશને માત્ર 2 રન પર આઉટ કર્યો હતો.

  • 26 Nov 2023 09:14 PM (IST)

    IND v AUS Match live score : રવિ બિશ્નોઈએ ભારતને પહેલી સફળતા અપાવી

    IND v AUS Match live score : ઓસ્ટ્રેલિયન ટીમની ધમાકેદાર શરૂઆતને બ્રેક પર રવિ બિશ્નોઈએ બ્રેક લગાવી હતી. રવિ બિશ્નોઈએ શોર્ટને 19 રન ક્લીન બોલ્ડ કરી આઉટ કર્યો હતો અને ભારતને પહેલી સફળતા અપાવી હતી.

  • 26 Nov 2023 09:09 PM (IST)

    India vs Australia live score : ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર શરૂઆત

    India vs Australia live score : 236 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલ ઓસ્ટ્રેલિયન ટીમે ધમકેદાર શરૂઆત કરતા બે ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાની એક ઓવરમાં 20 રન ફટકાર્યા હતા.

  • 26 Nov 2023 08:47 PM (IST)

    IND vs AUS live score : ઓસ્ટ્રેલિયાને જીતવા 236 રનનો ટાર્ગેટ

    IND vs AUS live score : ઈશાન-ઋતુરાજ-યશસ્વીની દમદાર ફિફ્ટીના સહારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 235 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

  • 26 Nov 2023 08:43 PM (IST)

    India vs Australia live score : ઋતુરાજ ગાયકવાડ 58 રન બનાવી આઉટ

    India vs Australia live score : ઋતુરાજ ગાયકવાડ દમદાર 58 રન બનાવી આઉટ થયો હતો. ઓપનિંગમાં આવી તે અંતિમ ઓવર સુધી રમ્યો હતો અને અંતિમ ઓવરમાં આઉટ થયો હતો.

  • 26 Nov 2023 08:40 PM (IST)

    India vs Australia Cricket Match live score : રિંકુ સિંહની ફટકાબાજી

    India vs Australia Cricket Match live score : રિંકુ સિંહે ક્રિઝ પર આવતાની સાથે જ ધમાકેદાર ફટકાબાજી શરૂ કરી હતી અને એક ઓવરમાં બે સિક્સર અને બે બાઉન્ડ્રી ફટકારી હતી.

  • 26 Nov 2023 08:36 PM (IST)

    IND v AUS 1st T20I live score : સૂર્યકુમાર યાદવ 19 રન બનાવી આઉટ

    IND v AUS 1st T20I live score : કેપ્ટન સૂર્યકુમાર યાદવ 19 રન બનાવી આઉટ થયો હતો. સિક્સર ફટકારવા જતા બેટ પર ટોપ એજ લાગતાં બોલ હવામાં ગયો હતો અને સૂર્યકુમાર યાદવ કેચ આઉટ થયો હતો.

  • 26 Nov 2023 08:29 PM (IST)

    IND v AUS 2nd T20I live score : ઋતુરાજ ગાયકવાડની દમદાર ફિફ્ટી

    IND v AUS 2nd T20I live score : ઈશાન કિશન બાદ ઓપનર ઋતુરાજ ગાયકવાડે પણ દમદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચમાં દમદાર ફિફ્ટી ફટકારી હતી.  ઋતુરાજ ગાયકવાડે 39 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

  • 26 Nov 2023 08:19 PM (IST)

    IND v AUS Match live score : ઈશાન કિશન ફિફ્ટી ફટકારતી આઉટ

    IND v AUS Match live score : ધમાકેદાર બેટિંગ કરી ફિફ્ટી ફટકાર્યા બાદ ઈશાન કિશન મોટો શોટ રમવા જતા કેચ આઉટ થયો હતો.

  • 26 Nov 2023 08:14 PM (IST)

    India vs Australia live score : ઈશાન કિશનની ધમાકેદાર ફિફ્ટી

    India vs Australia live score : ઈશાન કિશને બીજી મેચમાં ધમાકેદાર બેટિંગ કરતા 28 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને મેદાનમાં જોરદાર ફટકાબાજી કરી હતી.

  • 26 Nov 2023 08:11 PM (IST)

    IND vs AUS live score : ઈશાન-ઋતુરાજની ફટકાબાજી

    IND vs AUS live score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચમાં બીજી વિકેટ માટે ઋતુરાજ અને ઈશાન કિશન વચ્ચે મજબૂત ભાગીદારી થઈ રહી છે. બંને સેટ થઈ ગયા છે અને મેકસલેવની એક ઓવરમાં 23 રન ફટકાર્યા હતા.

  • 26 Nov 2023 08:00 PM (IST)

    India Vs Australia 2nd T20I live score : જીઓ સીનેમા પર 6 કરોડથી દર્શકો લાઈવ

    India Vs Australia 2nd T20I live score : જીઓ સીનેમા પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચમાં ભારતની 10 ઓવરની ઇનિંગ સુધી 6 કરોડથી વધુ દર્શકો મેચ જોઈ રહ્યા હતા.

  • 26 Nov 2023 07:50 PM (IST)

    IND v AUS 1st T20I live score : ભારતનનો સ્કોર 100 ને પાર

    IND v AUS 1st T20I live score : યશસ્વીની દમદાર ફિફ્ટી બાદ ઋતુરાજ અને ઈશાનની મજબૂત બેટિંગના સહારે ભારતે પહેલી 10 ઓવરમાં સ્કોર 100 ને પાર પહોંચાડ્યો હતો.

  • 26 Nov 2023 07:33 PM (IST)

    IND vs AUS live score : યશસ્વી જયસ્વાલ ફિફ્ટી ફટકારી આઉટ

    IND vs AUS live score : બીજી T20 માં ધમાકેદાર બેટિંગ કરી ફિફ્ટી ફટકારી યશસ્વી જયસ્વાલ આઉટ થયો હતો. યશસ્વીએ 25 બોલમાં બે સિક્સર અને નવ બાઉન્ડ્રીની મદદથી 53 રન બનાવ્યા હતા.

  • 26 Nov 2023 07:25 PM (IST)

    IND v AUS Match live score : યશસ્વી-ઋતુરાજની ધમાકેદાર બેટિંગ

    IND v AUS Match live score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની બીજી મેચમાં ભારતે ધમાકેદાર શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે દમદાર બેટિંગ કરતાં ભારતનો સ્કોર ચોથી ઓવરમાં જ 50 એ પાર પહોંચી ગયો હતો.

  • 26 Nov 2023 07:01 PM (IST)

    India vs Australia Cricket Match live score : ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11 :

    India vs Australia Cricket Match live score :

    સ્ટીવન સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટ કીપર અને કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા

  • 26 Nov 2023 07:00 PM (IST)

    India Vs Australia 2nd T20I live score : ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 :

    યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા

  • 26 Nov 2023 06:54 PM (IST)

    IND v AUS 2nd T20I live score : ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા

    IND v AUS 2nd T20I live score : ઓસ્ટ્રેલિયાએ તિરુવનંતપુરમમાં ભારત સામેની બીજી T20 મેચમાં બે ફેરફાર કર્યા છે. જેહાન બહેરેનડોર્ફના સ્થાને એડમ ઝમ્પાને ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11 માં સ્થાન આપ્યું છે, જ્યારે એરોન હાર્ડીના સ્થાને સ્ટાર ઓલરાઉન્ડર અને ધમાકેદાર બેટ્સમેન ગેલન મેક્સવેલની ટીમમાં વાપસી થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  • 26 Nov 2023 06:50 PM (IST)

    IND v AUS Match live score : ભારતે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી

    IND v AUS Match live score : તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે તિરુવનંતપુરમમાં તે પણ પહેલી બોલિંગ કરવાનું જ વિચારી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચની પ્લેઈંગ 11 સાથે જ રમવા બીજી T20 મેચમાં જ રમવા ઉતરશે. મતલબ કે ભારતે પ્લેઈંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી.

  • 26 Nov 2023 06:44 PM (IST)

    India vs Australia live score : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    India vs Australia live score : તિરુવનંતપુરમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે પ્લેઈંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી અને અંતિમ મેચની ટીમ સાથે જ ભારત તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે.

  • 26 Nov 2023 06:14 PM (IST)

    IND vs AUS live score : તિરુવનંતપુરમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચ

    IND vs AUS live score : વર્લ્ડ કપ 2023 બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ શરૂ થઈ હતી, જેનો બીજો મુકાબલો રવિવારે તિરુવનંતપુરમમાં સાંજે 7 વાગ્યેથી શરૂ થશે. સાંજે 6:30 વાગ્યે બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાશે. આજની મેચમાં જીત મેળવી સીરિઝમાં કમબેક કરવા ઓસ્ટ્રેલિયા પ્રયાસ કરશે. જ્યારે ભારત બે મેચ જીતી સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવવા પ્રયાસ કરશે.

Published On - Nov 26,2023 6:12 PM

g clip-path="url(#clip0_868_265)">