AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિટમેન અને સ્કાઈની મહેનત પર ફરશે પાણી? વધુ એક હાર અને માથા પરથી છીનવાઈ જશે સર્વશ્રેષ્ઠ ટીમનો ખિતાબ !

ભારતીય ટીમને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટી20માં સતત હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ભારતીય ટીમે સિરીઝ ગુમાવી છે અને હવે આઈસીસી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનું નંબર-1નું સ્થાન પણ જોખમમાં આવી ગયું છે.

હિટમેન અને સ્કાઈની મહેનત પર ફરશે પાણી? વધુ એક હાર અને માથા પરથી છીનવાઈ જશે સર્વશ્રેષ્ઠ ટીમનો ખિતાબ !
India Number 1 T20 Rank In DangerImage Credit source: AI Generated
| Updated on: Jul 11, 2026 | 9:44 AM
Share

ઇંગ્લેન્ડ સામેની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં ભારતીય ટીમની મુશ્કેલીઓ ખતમ થતા જોવાથી નથી. પહેલા ટીમે સિરીઝ ગુમાવી છે અને હવે આઈસીસી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનું નંબર-1નું સ્થાન પણ જોખમમાં છે. બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. પાંચ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડને 3-0ની લીડ મળી છે.

હવે ઇંગ્લેન્ડ આજે 11 જુલાઈએ સાઉથહેમ્પ્ટનમાં રમાનારી અંતિમ મેચ જીતવાનું પ્રયત્ન કરશે. જો ઇંગ્લેન્ડ આ મેચ જીતશે તો તે ભારતને પાછળ છોડી દુનિયાની નંબર-1 ટી20 ટીમ બની જશે. એટલે કે સિરીઝની છેલ્લી મેચ હવે માત્ર ભારત માટે માન અને સન્માન નહીં પરંતુ નંબર-1 સ્થાન બચાવવાની લડાઈ પણ છે.

ત્રણ મેચ જીતીને સિરીઝ પર કર્યો કબજો

ભારતીય ટીમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતને પ્રથમ આયર્લેન્ડ સામેની બે મેચની સિરીઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતવાની આશા હતી. પરંતુ ઇંગ્લેન્ડમાં પણ સ્થિતિ બદલાઈ નહીં. ઇંગ્લેન્ડે પાંચ મેચની સિરીઝમાં ત્રણ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બ્રિસ્ટલમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. 20 ઓવરમાં 7 વિકેટે 158 રન બનાવ્યા હતા.

કેપ્ટન શ્રેયસ અય્યરે 49 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે નોટઆઉટ રહ્યો હતો. પરંતુ અન્ય ખેલાડીઓએ તેને સાથ આપી નહોતી. 159 રનનું ટાર્ગેટ ઇંગ્લેન્ડ માટે સરળ સાબિત થયું. શરૂઆતમાં એક વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન હેરી બ્રૂક અને ફિલ સોલ્ટ ભારતીય બોલરો સામે સારા રમ્યા. બીજી વિકેટ માટે 146 રનની પાર્ટનરશીપ કરી હતી. બ્રૂકે 79 અને સોલ્ટ 59 રન બનાવી નોટઆઉટ રહ્યા. ઇંગ્લેન્ડે 37 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી.

અંતિમ મેચ પર બ્રૂકની નજર

સિરીઝ જીત્યા બાદ પણ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકનું લક્ષ્ય હજુ પૂર્ણ થયું નથી. હવે તેનું ધ્યાન દુનિયાની નંબર-1 ટી20 ટીમ બનવા પર છે. બ્રૂકે કહ્યું, “ભારતને 4-0થી હરાવીને શ્રેણી જીતવી ખૂબ જ ખાસ રહેશે. દુનિયાની નંબર-1 ટીમ બનવું વધુ ખાસ હશે. એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. અમે ફરી એકવાર મોટા અંતરથી ભારતને હરાવવાનો પ્રયાસ કરીશું.” વધુમાં તે બોલ્યો કે, “અમને જણાવવામાં આવ્યું છે કે જો અમે આગામી મેચ જીતીશું તો અમે દુનિયાની નંબર-1 ટીમ બની જઈશું અને અમે ચોક્કસપણે આ લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” બ્રૂકે ભારતના ખરાબ ફોર્મ અંગે પણ કહ્યું કે, “ભારત ખૂબ મજબૂત ટીમ છે. કદાચ આ સિરીઝમાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોની જેમ રમી શક્યા નથી. પરંતુ અમે મેદાન પર અમારી યોજનાઓ સારી રીતે અમલમાં મૂકી છે અને તેનાથી અમે ખૂબ ખુશ છીએ.”

ભારત પાસેથી છીનવાઈ શકે નંબર-1નો તાજ?

થોડા મહિના પહેલાં સુધી ભારતીય ટીમ ટી20 ક્રિકેટમાં પ્રભુત્વ જમાવી રહી હતી. ટીમે ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આઈસીસી રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું હતું. પરંતુ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન સતત ખરાબ પ્રદર્શનને કારણે ચિત્ર બદલાઈ ગયું છે. હવે સ્થિતિ એવી છે કે વધુ એક હાર ભારત પાસેથી દુનિયાની નંબર-1 ટી20 ટીમનો તાજ છીનવી શકે છે.

આ પણ વાંચો, સાઉથહેમ્પટનમાં ભારતીય ટીમને પડશે આ સ્ટારની ખોટ? છેલ્લી વખત અપાવી હતી યાદગાર જીત !

Follow Us
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
g clip-path="url(#clip0_868_265)">