ઈન્ડિયા A દુલીપ ટ્રોફી ચેમ્પિયન બની, ઈશાન-ઋતુરાજની ટીમ હારી, સુદર્શનની સદી પણ કામ ના આવી

ઈન્ડિયા C પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી અને તેને ટાઈટલ જીતવા માટે માત્ર ડ્રોની જરૂર હતી. ટીમ પણ ડ્રો હાંસલ કરવાની નજીક હતી કારણ કે તેને માત્ર 9 ઓવર હેમખેમ પાર કરવાની હતી, જ્યારે સાઈ સુદર્શન સદી ફટકાર્યા બાદ ક્રિઝ પર રહ્યો હતો અને કુલ 4 વિકેટ બાકી હતી, પરંતુ આખી મેચ ત્યારબાદની 6 ઓવરમાં જ પૂરી થઈ ગઈ હતી.

ઈન્ડિયા A દુલીપ ટ્રોફી ચેમ્પિયન બની, ઈશાન-ઋતુરાજની ટીમ હારી, સુદર્શનની સદી પણ કામ ના આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2024 | 7:12 PM

ઈન્ડિયા A એ દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. મયંક અગ્રવાલની કપ્તાનીવાળી ઈન્ડિયા A એ છેલ્લી મેચમાં ઈન્ડિયા Cને રોમાંચક રીતે 132 રનથી હરાવ્યું હતું. છેલ્લા દિવસના અંતિમ સત્રમાં સાઈ સુદર્શનની શાનદાર સદી (111) પણ ઈન્ડિયા Cને હારથી બચાવી શકી ન હતી. ઈન્ડિયા A ને જીતવા માટે છેલ્લી 9 ઓવરમાં 4 વિકેટની જરૂર હતી, જેમાં સાઈ સુદર્શન પણ લીડમાં હતો, ત્યારબાદ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ સુદર્શન સહિત 3 વિકેટ લઈને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, રજત પાટીદાર જેવા બેટ્સમેનોની નિષ્ફળતા ઈન્ડિયા C પર ભારે પડી અને ટાઈટલ તેમના હાથમાંથી સરકી ગયું. ઈન્ડિયા Cને માત્ર ડ્રોની જરૂર હતી અને ટીમ તેની નજીક હતી પરંતુ પ્રસિદ્ધે તેમની ઈચ્છા પર પાણી ફેરવી નાખ્યું હતું.

ઋતુરાજ-ઈશાન પણ ના બચાવી શક્યા

આજે રવિવાર, 22 સપ્ટેમ્બર, મેચના છેલ્લા દિવસે, ઈન્ડિયા A એ 8 વિકેટના નુકસાન પર 286 રન બનાવીને તેનો બીજો દાવ ડિકરેલ કર્યો હતો. ઈન્ડિયા A તરફથી રિયાન પરાગે સૌથી વધુ 73 રન બનાવ્યા, જ્યારે શાશ્વત રાવતે પણ 53 રનની ઇનિંગ રમી. ઈન્ડિયા Aને પ્રથમ દાવમાં 63 રનની લીડ મળી હતી. આ રીતે તેણે ઈન્ડિયા Cને જીત માટે 351 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ હાંસલ કરવા માટે ઈન્ડિયા C પાસે લગભગ અઢી સેશન હતા પરંતુ ટીમ ક્યારેય જીતની સ્થિતિમાં જોવા મળી ન હતી, બલ્કે કોઈક રીતે મેચને ડ્રો તરફ લઈ જવાના તેના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા.

આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?
સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો

એક પછી એક બેટ્સમેન પેવેલિયન ભેગા થયા

પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન ગાયકવાડ (44) અને સાઈ સુદર્શને બીજી વિકેટ માટે મજબૂત ભાગીદારી કરી હતી. બંને વિકેટ પર રહ્યા અને 22 ઓવર સુધી બેટિંગ કરી અને 77 રનની ભાગીદારી કરી. ટીમ વધુ સારી સ્થિતિમાં દેખાઈ રહી હતી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી જો આ મેચ ડ્રો થઈ હોત તો તેને ટાઈટલ મળ્યું હોત. જ્યારે ઈન્ડિયા A ને કોઈપણ કિંમતે જીતવાની જરૂર હતી પરંતુ બંને બેટ્સમેન તેમના માટે મુશ્કેલી સાબિત થઈ રહ્યા હતા. ત્યારબાદ ફાસ્ટ બોલર આકિબ ખાને આ મેચમાં ગાયકવાડને બીજી વખત પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી પાટીદાર (7), ઈશાન કિશન (17), અભિષેક પોરેલ (0), પુલકિત નારંગ (6) જેવા બેટ્સમેનો પણ એક પછી એક પેવેલિયન પરત ફર્યા હતા.

પ્રસિદ્ધની ઝડપી ગતિએ સુદર્શનની સદીને પાછળ રાખી દીધી

સાંઈ સુદર્શન બીજા છેડેથી એકલા ઊભા હતા અને થોડા સમય માટે તેમને માનવ સુથારનો પણ સાથ મળ્યો. આ દરમિયાન સુદર્શને પણ જોરદાર સદી ફટકારી હતી. ઈન્ડિયા Cને મેચ ડ્રો કરવા માટે માત્ર 9 ઓવર નાખવાની હતી અને સુદર્શનની સહિત 4 વિકેટ બાકી હતી. અહીં જ સ્પિનર ​​શમ્સ મુલાનીએ માનવ સુથારને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. ત્યારપછી બીજી જ ઓવરમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બાબા ઈન્દરજીતની વિકેટ લીધી હતી. ટોપ ઓર્ડર બેટ્સમેન ઈન્દ્રજિત હેમસ્ટ્રિંગની ઈજાને કારણે શરૂઆતમાં બેટિંગ કરવા આવ્યો ન હતો પરંતુ જ્યારે કોઈ વિકલ્પ બચ્યો ના હતો, ત્યારે તે મેચને ડ્રો સુધી ખેંચી જવા માટે ક્રિઝ ઉપર ઉતર્યો પરંતુ તેની રમત માત્ર 2 બોલમાં જ સમાપ્ત થઈ ગઈ. તેની પછીની બે ઓવરમાં પ્રસિદ્ધ કિષ્ણાએ સુદર્શન અને પછી અંશુલ કંબોજને આઉટ કરીને 3 ઓવરમાં જ ટીમને ચેમ્પિયન બનાવી હતી.

એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">