AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાગેશ્વર ધામઃ શું ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે છે કર્ણ પિશાચીની વિદ્યા ? જાણો કેટલા પ્રકારની હોય છે સિદ્ધિ

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગાડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામ સરકાર આ દિવસોમાં સમાચારોમાં છે કે તેમની પાસે એવી શક્તિ છે કે તે કોઈનું પણ મન વાંચી શકે છે અને ચોક્કસ ભવિષ્ય કહી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે કર્ણ પિશાચીની વિદ્યા છે.

બાગેશ્વર ધામઃ શું ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે છે કર્ણ પિશાચીની વિદ્યા ? જાણો કેટલા પ્રકારની હોય છે સિદ્ધિ
Dhirendra Shastri
| Updated on: Sep 22, 2024 | 6:08 PM
Share

આપણે બધાએ બાબા બાઘેશ્વર એટલે કે ધિરેન્દ્ર શાસ્ત્રીને જોયા જ હશે, તેઓ લોકોને પુછ્યા વગર જ તેમની સમસ્યા જણાવી દે છે અને ઘણી વખત તો લોકોના સિક્રેટ રાઝ પણ કહિ દે છે. જોકે ધિરેન્દ્ર શાસ્ત્રી આ બાબતે ઘણી વખત વિવાદમાં પણ સપડાયા છે. પરંતુ અનેક સંતો તેમના પક્ષે બોલ્યા છે કે આ એક સિધ્ધી છે, તો આજે અમે તમને આવી જ કેટલીક વિશે જણાવશું.

કર્ણ પિશાચિની વિદ્યા શું છે?

નિષ્ણાતો કહે છે કે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જે જ્ઞાનથી લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે તે વાસ્તવમાં કર્ણ પિશાચીની કહેવાય છે. આ સિદ્ધિ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જે રીતે કોઈ વ્યક્તિ સામે આવતાની સાથે જ તેના વિશે માહિતી આપવાનું શરૂ કરે છે તેના જેવી જ છે. તેનું નામ, તેના પરિવારના સભ્યોના નામ, તેઓ શું કરે છે. અને તે શા માટે આવ્યો છે તે પણ જણાવે છે. અને લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. એવું કહેવાય છે કે કર્ણ પિશાચિની સિદ્ધીના જાણકાર લોકો આ સિદ્ધિ દ્વારા લોકોનું ભુત ભવિષ્ય અને વર્તમાંન કહિ દે છે.

વાક સિદ્ધિ: જે પણ શબ્દો બોલવામાં આવે તે વ્યવહારમાં પૂરા થવા જોઈએ, તે શબ્દો ક્યારેય વ્યર્થ ન જવા જોઈએ, દરેક શબ્દનો મહત્વનો અર્થ હોવો જોઈએ, વાક સિદ્ધિ ધરાવતી વ્યક્તિમાં શ્રાપ/વરદાન આપવાની ક્ષમતા હોય છે.

દિવ્ય દૃષ્ટિ સિદ્ધિઃ દિવ્ય દૃષ્ટિ એટલે જે ભુત, ભવિષ્ય અને વર્તમાન જાણે છે, ભવિષ્યમાં શું કામ કરવાનું છે, કઈ કઈ ઘટનાઓ બનવાની છે તે તેમને ખબર હોય છે જેમની પાસે આ સિધ્ધી હોય છે.

પ્રજ્ઞા સિદ્ધિ: પ્રજ્ઞા એટલે કે સ્મૃતિ શક્તિ, બુદ્ધિ, જ્ઞાન વગેરે. જે જ્ઞાનને લગતા તમામ વિષયોને પોતાની બુદ્ધિમાં સમાવી લે છે. તે બુદ્ધિશાળી કહેવાય છે, જીવનના દરેક ક્ષેત્ર સાથે સંબંધિત જ્ઞાન હોય તેને પ્રજ્ઞા સિદ્ધિ કહેવામાં આવે છે

દૂરશ્રવણ સિદ્ધિ- આ સિદ્ધિ એવી છે કે ભુતકાળાં બનેલી ઘટનાને તમે ફરી સાંભળી શકો છો.

જલગમન સિદ્ધિ: આ સિદ્ધિ ચોક્કસપણે મહત્ત્વની છે, આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યોગી પાણી, નદી, સમુદ્ર પર એવી રીતે ફરે છે જાણે ધરતી ઉપર ફરતા હોય.

વાયુગમન સિદ્ધિ: તેનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના શરીરને સૂક્ષ્મ સ્વરૂપમાં રૂપાંતરિત કરીને એક દુનિયામાંથી બીજી દુનિયામાં જઈ શકે છે, વ્યક્તિ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ તરત જ જઈ શકે છે.

અદૃશ્યતા સિદ્ધિ: તમારા ભૌતિક શરીરને સૂક્ષ્મ સ્વરૂપમાં રૂપાંતરિત કરીને પોતાની જાતને અદ્રશ્ય બનાવે છે! જેના કારણે બીજા લોકો તેમને જોઇ શકતા નથી.

વિષોકા સિદ્ધિ: આ સિધ્ધી પ્રપ્ત કરનાર પોતાના શરીરને પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે, તે દેશ કાળ અને સમય પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલી શકે છે.

કાયાકલ્પ સિદ્ધિ: કાયાકલ્પ સિદ્ધિ મેળવારનું શરીર ક્યારેય વૃદ્ધ થતું નથી, તેમનું શરીર હંમેશા યુવાન અને રોગમુક્ત કરે છે.

સંમ્મોહન સિદ્ધિ: સંમ્મોહન એટલે દરેકને તમારા માટે અનુકૂળ બનાવવાની સિદ્ધી. આ કળામાં નિપુણતા મેળવનાર વ્યક્તિ માત્ર મનુષ્યોને જ નહીં, પણ પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રકૃતિને પણ પોતાના અનુકૂળ બનાવી શકે છે.

ગુરુત્વ સિદ્ધિ: ગુરુત્વ એટલે પ્રતિષ્ઠા, જે વ્યક્તિ પાસે ગૌરવ છે, જ્ઞાનનો ભંડાર છે અને આપવાની ક્ષમતા છે, તેને ગુરુ કહેવામાં આવે છે અને ભગવાન કૃષ્ણને જગદગુરુ કહેવામાં આવે છે.

ઈચ્છા-મૃત્યુ સિદ્ધિ: જે વ્યક્તિ આ કળાની સિદ્ધ પ્રાપ્ત થાય છે તે શાશ્વત બની જાય છે, તેના પર સમયનું કોઈ નિયંત્રણ નથી રહેતું, તે જ્યારે ઈચ્છે ત્યારે પોતાનું શરીર છોડીને નવું શરીર ધારણ કરી શકે છે.

અનુર્મિ સિદ્ધિ: અનુર્મિ એટલે કે જેને ભૂખ-તરસ, ઠંડી-ગરમી અને લાગણી-દુઃખથી અસર થતી નથી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">