Botad News : ઢસા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષક સકંજામાં, જુઓ Video

Botad News : ઢસા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષક સકંજામાં, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2024 | 12:09 PM

બોટાદના ઢસા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષક પોલીસની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ શિક્ષણ સમાજને શર્મસાર ઘટના પર મોટું નિવેદન આપ્યુ છે.

ગુજરાતમાં ફરી એક વાર સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી. બોટાદના ઢસા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા હોવાની ઘટના બની હતી. વિદ્યાર્થીનીએ શારીરિક અડપલા કરતા હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો. આનંદકુમાર જાની નામના શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીનીના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદના પગલે તપાસ હાથ ધરતા અડપલા કરનાર શિક્ષક ભાવનગરથી ઝડપાયો છે. બીજી તરફ ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો છે. તેમજ લંપટ શિક્ષક પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સ્થાનિકોએ માગ કરી છે.

આ રાક્ષસી કૃત્ય છે નહીં ચલાવી લેવાય – શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા

બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યુ છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપતા જણાવ્યુ કે આ રાક્ષસી કૃત્ય છે જેને કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવામાં આવે. તેમજ પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપતા જણાવ્યુ છે કે લંપટ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લંપટ શિક્ષક વિરુદ્ધ પોક્સો સહિતના ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીના પરિવાર સાથે સરકારી વકીલ સહિત શિક્ષણ વિભાગના અધિકારો સાથે રહેશે.

g clip-path="url(#clip0_868_265)">