Ahmedabad News : એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી, 3 લોકોને રાઉન્ડ અપ કરાયા, જુઓ Video

Ahmedabad News : એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી, 3 લોકોને રાઉન્ડ અપ કરાયા, જુઓ Video

Ronak Varma
| Edited By: | Updated on: Sep 22, 2024 | 5:05 PM

અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાંથી ચોંકાવનાર ઘટના સામે આવી છે. એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ બજરંગદળને થતા તેમણે પોલીસને જાણ કરી હતી.

અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાંથી ચોંકાવનાર ઘટના સામે આવી છે. એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા SPAN ટ્રેડ્સ નામની કોમર્શીયલ બિલ્ડીંગના 7 માળા પર ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ બજરંગદળને થતા તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ એલિસબ્રીજ પોલીસે ધર્માંતરણનાં પ્રયાસ મામલે કડક કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ હિન્દુ ધર્મના લોકોનું ધર્માંતરણ કરાઈ રહ્યું હોવાની શંકા છે. ગેરકાયદે ધર્માંતરણની શંકાના આધારે પોલીસે ત્રણ લોકોને રાઉન્ડ અપ કર્યો છે.

25 લોકોને ધર્માંતરણ કરવા માટે ભેગા કર્યા હોવાની શંકા

ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ પ્રાર્થના માટે લોકોને લવાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેમાં મહિલા, પુરુષો સહિત આશરે 25 લોકો ધર્માંતરણ માટે ભેગા થયા હતા. તેમજ લોકોને અનેક લાલચો આપી ધર્માંતરણ કરાવાતું હોવાનો બજરંગદળનો આક્ષેપ છે. આ ઉપરાંત અનેક સગીર યુવકોને નોકરીની લાલચે ધર્માંતરણ કરવા માટે લાવવામાં આવ્યા હોવાનું બજરંગદળે જણાવ્યુ છે. આ સમગ્ર મામલે ભીનું ન સંકલેવા બજરંગદળની માગ છે.

 

g clip-path="url(#clip0_868_265)">