22.9.2024

સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો

Image - getty Image

મોટાભાગના ગુજરાતી ઘરોમાં કંસાર દરેક સારા પ્રસંગે બનાવવામાં આવતી વાનગી છે.

કંસાર બનાવવા માટે સૌથી પહેલા ઘઉંનો કકરો લોટ એક પહોળા વાસણમાં લો.

લોટમાં 1 ચમચી તેલ નાખી સારી રીતે મિક્સ કરી લો.

હવે એક વાસણમાં પાણી લો. તેમાં ગોળ ઉમેરીને ગરમ કરવામાં મુકો.  

પાણી બરાબર ગરમ થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાઉડર અને જાયફળનો પાઉડર ઉમેરો.

હવે તમે પાણીમાં ધીમે ધીમે ઘઉંનો લોટ ઉમેરતા જાવ અને હલાવતા રહો.

કંસારમાં ગાંઠ ન પડે તેનું ખાસ ધ્યાન રાખો. હવે તેને ધીમા ગેસ પર થવા દો.

માત્ર 10 મીનિટમાં કંસાર થઈ જશે. હવે તમે કંસાર પર ઘી અને બુરુ ખાંડ નાખીને સર્વ કરી શકો છો.