AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: KL રાહુલ ટીમ ઈન્ડિયામાંથી બહાર, રોહિત શર્મા-ગૌતમ ગંભીરનો આશ્ચર્યજનક નિર્ણય

શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. કેએલ રાહુલ છેલ્લી બે મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો, ત્યારબાદ રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અંતિમ વનડે મેચમાં આ મોટો નિર્ણય લીધો હતો.

IND vs SL: KL રાહુલ ટીમ ઈન્ડિયામાંથી બહાર, રોહિત શર્મા-ગૌતમ ગંભીરનો આશ્ચર્યજનક નિર્ણય
KL Rahul
| Updated on: Aug 07, 2024 | 3:36 PM
Share

શ્રીલંકા સામેની ત્રીજી T20માં ભારતીય ટીમે એક એવો નિર્ણય લીધો છે જે ખરેખર આશ્ચર્યજનક છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ ઈલેવનમાંથી બે મોટા ખેલાડીઓને બાકાત રાખ્યા છે. જેમાં એક નામ કેએલ રાહુલનું છે. કેએલ રાહુલની જગ્યાએ ટીમ ઈન્ડિયાએ રિષભ પંતને તક આપી અને તેની સાથે અર્શદીપ સિંહને પણ બહાર કરી દેવામાં આવ્યો, તેની જગ્યાએ રિયાન પરાગને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. જેની આ ડેબ્યુ મેચ હશે.

કેએલ રાહુલ સાથે અન્યાય?

કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખવાનો નિર્ણય ખૂબ જ વિચિત્ર છે. કારણ કે તેણે પ્રથમ વનડેમાં સારી બેટિંગ કરી હતી, જોકે ટીમ ઈન્ડિયા તે મેચ જીતી શકી નહોતી. બીજી વનડેમાં તે ફ્લોપ રહ્યો હતો પરંતુ મોટી વાત એ છે કે તેને સાતમા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. એટલું જ નહીં, ટીમ ઈન્ડિયાએ તેના સ્ટ્રાઈક બોલર અર્શદીપ સિંહને પડતો મૂક્યો, જે છેલ્લી બે મેચમાં મોંઘો સાબિત થયો હતો. ટીમ ઈન્ડિયા ત્રીજી T20માં માત્ર એક ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સાથે મેદાનમાં ઉતરી હતી.

પ્લેઈંગ ઈલેવનમાં 9 બેટ્સમેન

ત્રીજી વનડેમાં ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એવા 9 ખેલાડીઓને તક આપી જે બેટિંગ કરી શકે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી ઉપરાંત ટીમમાં રિષભ પંત, શ્રેયસ અય્યર, રિયાન પરાગ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ છે જે બેટિંગ કરી શકે છે. આ સિવાય કુલદીપ યાદવ પણ બેટિંગ કરે છે. પ્લેઈંગ ઈલેવનમાં મોહમ્મદ સિરાજ એકમાત્ર એવો ખેલાડી છે જેના બેટ્સમેન તરીકેના આંકડા ઘણા ખરાબ છે. ટીમ ઈન્ડિયાની આ પ્લેઈંગ ઈલેવનથી સ્પષ્ટ છે કે તે પ્રથમ બે વનડેમાં બેટિંગની નિષ્ફળતાથી ચિંતિત હતી અને તેથી જ તેમણે ત્રીજી વનડેમાં 9 બેટ્સમેનોને તક આપી.

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રિયાન પરાગ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો: Vinesh Phogat Diet Plan: “હમારી છોરી છોરો સે કમ હૈ કે “શું છે વિનેશ ફોગાટની તાકાત પાછળનું રહસ્ય? ડાયટ પ્લાન વિશે જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">