India vs Sri Lanka 3rd ODI Highlights: શ્રીલંકા એ ભારત સામે 3 વિકેટે મેચ જીતી, ભારતનો 2-1 થી શ્રેણી વિજય

| Updated on: Jul 23, 2021 | 11:50 PM

IND vs SL Second ODI Highlights: ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભાવનગરના ચેતન સાકરીયા સહિત 5 ખેલાડીઓ એ ભારત વતી આજે ડેબ્યૂ કર્યુ હતુ. સાકરિયા 2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

India vs Sri Lanka 3rd ODI Highlights: શ્રીલંકા એ ભારત સામે 3 વિકેટે મેચ જીતી, ભારતનો 2-1 થી શ્રેણી વિજય
IND vs SL 3rd ODI

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે કોલંબોમાં વન ડે શ્રેણીની અંતિમ મેચ રમાઇ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતે 5 નવા ચહેરાઓને ટીમમાં સ્થાન આપ્યુ હતુ. જોકે ભારત પહેલા થી જ શ્રેણીને પોતાના હસ્તગત કરી ચુક્યુ છે. વરસાદના અવરોધ ને લઇને મેચને 3 ઓવર ઘટાડી દેવાઇ હતી. ભારતીય ટીમ (Team India) પડકાર જનક મોટો સ્કોર ખડકી ના શકી, અને જેનુ પરીણામ સહવુ પડ્યુ હતુ.

શ્રીલંકાને લગાતાર હારની કાળી ટીલી ને ભૂંસી શકાઇ હતી. શ્રીલંકા ભારત સામે ક્લીન સ્વિપ થઇ શકવાના સંકટમાં હતુ એવા સમયે જ તેણે વળતી લડત આપી મેચ જીતી લીધી હતી. શ્રીલંકા એ બોલીંગ અને બેટીંગ બંને પ્રકારે ભારતને પડકાર આપી દર્શાવ્યો હતો. જોકે ભારતે વન ડે શ્રેણી પહેલા થી જ જીતી લીધી હતી.

શ્રીલંકા બેટીંગ ઇનીંગ

ભારતે આપેલા પડકારનો પિછો કરતા શ્રીલંકાએ શરુઆત સારી કરી હતી. 144 રન ના સ્કોર સુધી શ્રીલંકન ટીમના બેટ્સમેનો ભારતીય બોલરોને મચક આપી નહોતી. ઓપનર આવિષ્કા ફર્નાન્ડોએ શાનદાર રમત રમી હતી. તેણે 98 બોલમાં 76 રનની ઇનીંગ રમી હતી. જોકે ઓપનર મિનોદ ભાનુકા સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો. તે 7 રને આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષે એ 56 બોલમાં 65 રન કર્યા હતા. ધનંજય સિલ્વા 2 રન કરી આઉટ થયો હતો.

ચરિથ અસલંકા 24 રન કરીને આઉટ થયો હતો. અસલંકા હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. જ્યારે કેપ્ટન દાસુન શનાકા શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો.ચામિકા કરુણારત્ને 3 રન કરીને આઉટ થયો હતો. રમેશ મેન્ડીશ અણનમ રહ્યો હતો.

ભારત બોલીંગ ઇનીંગ

ચેતન સાકરિયા એ ડેબ્યૂ મેચમાં જ 2 વિકેટ ઝડપી હતી. સાકરિયાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. 8 ઓવર માં તેણે 34 રન આપ્યા હતા. રાહુલ ચાહરે પણ ડેબ્યૂ મેચમાં જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે કસીને બોલીંગ કરી હતી. ચાહરે 3 વિકેટ ઝડપી હતી. કૃષ્ણપ્પા ગૌતમે 1 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ ખૂબ રન લુટાવ્યા હતા. તે સૌથી ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે 5 ઓવરમાં 43 રન ગુમાવ્યા હતા. હાર્દિકે એક વિકેટ ઝડરી હતી. નિતીશ રાણાએ 3 ઓવર કરીને 10 રન આપ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jul 2021 11:33 PM (IST)

    શ્રીલંકાએ ત્રણ વિકેટ થી મેચ જીતી

  • 23 Jul 2021 11:26 PM (IST)

    ચામિકા કરુણારત્નેે રુપમાં શ્રીલંકાની 7 મી વિકેટ આઉટ

    રાહુલ ચાહરની ઓવરમાં વિકેટ કીપરે ચપળતા પૂર્વક સ્ટમ્પીંગ કરી વિકેટ મેળવી હતી.

  • 23 Jul 2021 11:14 PM (IST)

    શ્રીલંકા એ છઠ્ઠી વિકેટ ગુમાવી, આવિષ્કા ફર્નાન્ડો આઉટ

    રાહુલ ચાહરે ઓપનર આવિષ્કા ફર્નાન્ડોની વિકેટ ઝડપી હતી.

    આવિષ્કા 76 રને વિકેટ ગુમાવી હતી. પૃથ્વી શોએ તેની વિકેટ ઝડપી હતી. શ્રીલંકા માટે હવે 4 વિકેટ જીત માટે હાથ પર છે અને 13 રન જરુરી છે.

  • 23 Jul 2021 11:06 PM (IST)

    રમેશ મેન્ડીશે લગાવી બાઉન્ડરી, જીત થી નજીક શ્રીલંકા

  • 23 Jul 2021 11:04 PM (IST)

    લગ બાયમાં શ્રીલંકાને મળી બાઉન્ડરી

    હાર્દિક પંડ્યાની ઓવર દરમ્યાન લેગ સાઇડમાં લેગ બાય બાઉન્ડરી મળી હતી.

  • 23 Jul 2021 10:57 PM (IST)

    શ્રીલંકન કેપ્ટન શનાકા શૂન્ય પર આઉટ, ચાહરનો શિકાર

    રાહુલ ચાહરના બોલ પર શ્રીલંકાના કેપ્ટન શનાકા શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો.

  • 23 Jul 2021 10:51 PM (IST)

    હાર્દિક પંડ્યા એ ઝડપી વિકેટ, અસલંકા આઉટ

    LBW આઉટ જાહેર કરતા, અસલંકાએ રીવ્યુની માંગ કરી હતી. જે દરમ્યાન અંપાયરનો નિર્ણય યોગ્ય ઘોષીત કરાયો હતો.

  • 23 Jul 2021 10:50 PM (IST)

    હાર્દિક પંડ્યાએ વાઇડ બોલમાં ગુમાવ્યો ચોગ્ગો

  • 23 Jul 2021 10:44 PM (IST)

    અશલંકા એ બાઉન્ડરી લગાવી

  • 23 Jul 2021 10:43 PM (IST)

    આવિષ્કા ફર્નાન્ડોનો ને જીવતદાન, મનિષ પાંડે એ છોડ્યો કેચ

  • 23 Jul 2021 10:14 PM (IST)

    ભારતને બીજી સફળતા, ચેતન સાકરિયાએ બીજી વિકેટ ઝડપી

    શ્રીલંકા એ 151 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડેબ્યૂટન્ટ ચેતન સાકરિયાએ ડી સિલ્વાને કેચ એન્ડ બોલ્ડ કર્યો હતો. આમ સાકરિયાએ મેચમાં બીજો શિકાર ઝડપ્યો હતો.

  • 23 Jul 2021 10:09 PM (IST)

    રાહુલ ચાહરે નો બોલ નાંખતા ફ્રી હિટ

    જોકે ફ્રી હિટનો ફાયદો શ્રીલંકન બેટ્સમેન ડી સિલ્વા મેળવી શક્યો નહોતો. માત્ર એક રન ફ્રી હિટમાં મેળવી સંતોષ માનવો પડ્યો તો.

  • 23 Jul 2021 10:04 PM (IST)

    ભાનુકા રાજપક્ષે આઉટ, ચેતન સાકરિયા એ ઝડપી વિકેટ

    શ્રીલંકાએ તેની બીજી વિકેટ ગુમાવી છે. ભાનુકા રાજ પક્ષેને જીવત દાન મળ્યાના બીજા જ બોલે તે તે આઉટ થયો હતો. ચેતન સાકરિયા એ રાજપક્ષેની વિકેટ ઝડપી ભારતને બીજી સફળતા અપાવી હતી.

  • 23 Jul 2021 10:03 PM (IST)

    નિતીશ રાણાએ કેચ છોડ્યો, સાકરિયાની ઓવરમાં છુટ્યો કેચ, બાઉન્ડરી

    નિતીશ રાણાએ બાઉન્ડરી પર કેચને ડ્રોપ કર્યો હતો. જેને લઇને તે કેચ બાઉન્ડરીમાં બદલાયો હતો. આણ ભાનુકા રાજપક્ષે ને જીવતદાન મળ્યુ હતુ.

  • 23 Jul 2021 09:55 PM (IST)

    શ્રીલંકાને જીત માટે 95 રનની જરુર

    શ્રીલંકા 21 ઓવરના અંતે 132 રન 1 વિકેટના નુકશાન પર સ્કોર કર્યો હતો. હવે જીત માટે શ્રીલંકાને 95 રનની જરુર છે. ચેતન સાકરીયાએ 21મી ઓવર દરમ્યાન 5 રન આપ્યા હતા.

  • 23 Jul 2021 09:53 PM (IST)

    ભાનુકા રાજપક્ષેે લગાવી બાઉન્ડરી

  • 23 Jul 2021 09:49 PM (IST)

    ભાનુકા રાજપક્ષેએ ની ફીફટી

    રાહુલ ચાહરની ઓવરમાં બાઉન્ડરી લગાવવા સાથે ભાનુકાએ અર્ધશતક પુરુ કર્યુ હતુ. આવિષ્કા અને ભાનુકા એ ભાગીદારી રમત આગળ વધારી છે.

  • 23 Jul 2021 09:38 PM (IST)

    ભાનુકા રાજપક્ષેએ લગાવી બાઉન્ડરી

    નિતીશ રાણાની ઓવરમાં રાજપક્ષેએ ચોગ્ગો લગાવ્યો હતો. આમ શ્રીલંકાનો સ્કોર 110 રનને પાર પહોંચ્યો હતો.

  • 23 Jul 2021 09:36 PM (IST)

    આવિષ્કા ફર્નાન્ડો નુ અર્ધશતક પુરુ

  • 23 Jul 2021 09:33 PM (IST)

    શ્રીલંકાએ 100 નો આંક પાર કર્યો

    રાહુલ ચાહરે 16 મી ઓવરમાં 9 રન ગુમાવ્યા હતા.

  • 23 Jul 2021 09:29 PM (IST)

    15 ઓવરના અંતે શ્રીલંકા નો સ્કોર 92/1

    નિતીશ રાણાએ 15 મી ઓવરમાં માત્ર એક રન આપીને કરકસર ભરી શાનદાર બોલીંગ કરી હતી.

  • 23 Jul 2021 09:18 PM (IST)

    હાર્દિક પંડ્યા એ 13 મી ઓવરમાં 10 રન ગુમાવ્યા

    હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 23 રન ગુમાવ્યા છે. હાર્દિક પંડ્યા ની ઓવરમાં 2 ચોગ્ગા ગુમાવ્યા હતા.

  • 23 Jul 2021 08:59 PM (IST)

    શ્રીલંકાનો સ્કોર 50 પાર થયો

    ભારતે આપેલા પડકારનો પિછો કરતા શ્રીલંકાએ 9 ઓવરના અંતે 50 ના આંકને પાર કર્યો હતો.

  • 23 Jul 2021 08:46 PM (IST)

    પ્રથમ સફળતા હાથ લાગી, શ્રીલંકાની પ્રથમ વિકેટ

    મિનોદ ભાનુકાની વિકેટ કૃષ્ણપ્પા ગૌતમે ઝડપી હતી. ચેતન સાકરીયાએ કેચ ઝડપ્યો હતો. 6 ઓવરમાં ગૌતમે વિકેટ ઝડપતા શ્રીલંકાએ 35 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી.

  • 23 Jul 2021 08:40 PM (IST)

    5 મી ઓવરથી સ્પીન શરુઆત કરાઇ, રાહુલ ચાહર બોલીંગમાં

  • 23 Jul 2021 08:38 PM (IST)

    શ્રીલંકાની ઇનીંગ શરુ

  • 23 Jul 2021 07:57 PM (IST)

    ભારતે 9 મી વિકેટ ગુમાવી, ચેતન સાકરિયા ક્રિઝ પર

  • 23 Jul 2021 07:53 PM (IST)

    42મી ઓવરમાં માત્ર 1 રન મળ્યો

  • 23 Jul 2021 07:49 PM (IST)

    41 ઓવરના અંતે 221/8

  • 23 Jul 2021 07:29 PM (IST)

    ભારતે 200 આંક વટાવ્યો, 36 ઓવરના અંતે સ્કોર 202/8

  • 23 Jul 2021 07:20 PM (IST)

    નિતીશ રાણા આઉટ, ભારતની 8મી વિકેટ

    33 મી ઓવરમાં ભારતે ગૌતમ બાદ નિતીશ રાણાની વિકેટ ગુમાવી હતી

  • 23 Jul 2021 07:15 PM (IST)

    7 મી વિકેટ ગુમાવી, કૃષ્ણપ્પા ગૌતમ LBW આઉટ

  • 23 Jul 2021 07:10 PM (IST)

    ભારતની છઠ્ઠી વિકેટ, સૂર્યકુમાર યાદવ LBW

  • 23 Jul 2021 07:00 PM (IST)

    હાર્દિક પંડયા LBW આઉટ, ભારતની 5 મી વિકેટ

  • 23 Jul 2021 06:44 PM (IST)

    હાર્દિક પંડ્યા એ લગાવ્યા 2 ચોગ્ગા

    26 મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ 2 ચોગ્ગા લગાવ્યા હતા. ચામિરાની બોલીંગમાં 2 ચોગ્ગા સાથે ઓવરમાં 10 રન મેળવ્યા હતા.

  • 23 Jul 2021 06:42 PM (IST)

    મનિષ પાંડે આઉટ, ભારતની 4 થી વિકેટ

  • 23 Jul 2021 06:34 PM (IST)

    ચામિરાની ઓવરમાં બીજી બાઉન્ડરી

    સૂર્ય કુમાર યાદવે વરસાદ બાદ મેચ ફરી શરુ થતા, જ સૂર્ય કુમારે ચામિરાની ઓવરમાં 2 બાઉન્ડરી ફટકારી હતી. આમ 24 મી ઓવરમાં 8 રન ભારતના ખાતામાં જમા થયા હતા

  • 23 Jul 2021 06:32 PM (IST)

    મેચ ફરી શરુ થતા જ સૂર્યકુમાર દ્વારા બાઉન્ડરી

  • 23 Jul 2021 06:31 PM (IST)

    વરસાદ થી અવરોધ બાદ, રમત ફરી શરુ

    વરસાદને કારણે મેચ સ્થગીત થવા ફરી શરુ થઇ ચુકી છે. ભારતે 147/3 ના સ્કોરથી રમતને આગળ વધારી હતી. સૂર્યકુમાર યાદવ (22) અને મનિષ પાંડે (10) રન સાથે મેચ સ્થગીત થવા દરમ્યાન રમતમાં હતા. વરસાદ બાદ મેચ હવે 50 ઓવર થી ઘટાડીને 47 ઓવરની કરવામાં આવી છે.

  • 23 Jul 2021 06:05 PM (IST)

    6.30 કલાકે મેચ ફરી શરુ થશે, 47 ઓવરની રહેશ મેચ

    વરસાદ વરસવાને લઇને લગભગ એક કલાક થી વધુનો સમય બરબાદ થયો છે. આ દરમ્યાન જોકે વરસાદ રોકાઇ જતા મેચ ફરી શરુ થવા અંગે અપડેટ જાહેર કરાયુ છે. જે મુજબ 6.30 કલાકે ફરીથી રમત શરુ થશે. મેચને 50 ઓવરને બદલે 47 ઓવરની કરી દેવામાં આવી છે.

  • 23 Jul 2021 06:04 PM (IST)

    વરસાદ રોકાઇ જતા, મેદાનમાંથી પાણી હટાવવાની કામગીરી જારી

  • 23 Jul 2021 05:39 PM (IST)

    વરસાદને લઇને BCCI એ આપ્યુ અપડેટ

    બીસીસીઆઇ એ કોલંબોમાં વરસાદને લઇ અપડેટ આપ્યુ હતુ. કોલંબોમાં ધોધમાર વરસાદ વરસાદ વરસતા મેચને અવરોધ સર્જાયો હતો. મેચ ફરી શરુ થવા માટે વરસાદની સ્થિતી પર રાહ જોવાઇ રહી છે.

  • 23 Jul 2021 04:50 PM (IST)

    વરસાદ નો અવરોધ, 23 ઓવર બાદ મેચ રોકી દેવાઇ

    23 ઓવર પૂર્ણ થવા દરમ્યાન વરસાદ વરસતા મેચને અટકાવી દેવામાં આવી હતી. મેચ સ્થગીત કરવા દરમ્યાન ભારતે 147 રન 3 વિકેટ ગુમાવીને સ્કોર કર્યો હતો. સૂર્યકુમાર યાદવ (22) અને મનિષ પાંડે (10) રન સાથે રમતમાં હતા.

  • 23 Jul 2021 04:48 PM (IST)

    સૂર્યકુમાર યાદવે લગાવી બાઉન્ડરી

  • 23 Jul 2021 04:38 PM (IST)

    સૂર્યકુમાર યાદવ એ લગાવ્યો ચોગ્ગો

    22.4 ઓવર. શનાકાની ઓવરમાં સૂર્યકુમારે શાનદાર બાઉન્ડરી લગાવી હતી

  • 23 Jul 2021 04:32 PM (IST)

    સેમસનના રુપમાં ભારતે ગુમાવી ત્રીજી વિકેટ

    સેમસન પણ પૃથ્વી શોની માફક અર્ધશતક ચુક્યો હતો. તે 46 બોલમાં 46 રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી.

  • 23 Jul 2021 04:11 PM (IST)

    ભારતને બીજો ઝટકો, પૃથ્વી શો આઉટ

    પૃથ્વી શો એક રન માટે અર્ધશતક ચુક્યો હતો. તેણે 49 બોલમાં 49 રનની શાનદાર રમત રમી હતી. પૃથ્વી શોનુ આઉટ થવુ એ ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. ભારત તેના પ્રોજેક્ટેડ સ્કોર સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી શકે છે.

  • 23 Jul 2021 04:07 PM (IST)

    15 ઓવર ના અંતે ભારત 101/1

    પૃથ્વી શોએ શાનદાર શરુઆત અપાવવાને લઇને ભારતે 15 મી ઓવરમાં જ 100 ના આંકડાને પાર કરી લીધો હતો. ભારતે શિખર ધવનની વિકેટ શરુઆતમાં જ ગુમાવી હતી. ત્યાર બાદ સંજૂ સેમસન ક્રિઝ પર આવ્યો હતો. જેણે જબરદસ્ત રમત રમી હતી.

  • 23 Jul 2021 04:06 PM (IST)

    પૃથ્વીની એક જ ઓવરમાં ત્રીજી બાઉન્ડરી

  • 23 Jul 2021 04:05 PM (IST)

    પૃથ્વી શો એ લગાવ્યા સળંગ બે ચોગ્ગા લગાવ્યા

  • 23 Jul 2021 03:59 PM (IST)

    સેમસને એક્સ્ટ્રા કવર પર લગાવી બાઉન્ડરી

  • 23 Jul 2021 03:49 PM (IST)

    10 ઓવરના અંતે ભારત 66/1

  • 23 Jul 2021 03:47 PM (IST)

    સંજૂ સેમસને લગાવી સિક્સ

    10 મી ઓવરમાં  ક્રિઝ છોડી આગળ આવીને લોંગ ઓનમાં જબરદસ્ત સિક્સર લગાવી હતી.

  • 23 Jul 2021 03:44 PM (IST)

    સંજૂ સેમસને થર્ડમેનમાં લગાવી બાઉન્ડરી

  • 23 Jul 2021 03:39 PM (IST)

  • 23 Jul 2021 03:38 PM (IST)

  • 23 Jul 2021 03:22 PM (IST)

    પૃથ્વી શો એ લગાવી બાઉન્ડરી

  • 23 Jul 2021 03:14 PM (IST)

    શિખર ધવન આઉટ

    ચામીરાના બોલ પર શિખર ધવન વિકેટકીપર ને કેચ આપી બેઠો હતો. એક સારી શરુઆત દરમ્યાન જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો હતો.

  • 23 Jul 2021 03:12 PM (IST)

    પૃથ્વી શો એ લગાવ્યો ચોગ્ગો

    ત્રીજી ઓવરના પ્રથમ બોલે પૃથ્વી શોએ ચોગ્ગો લગાવ્યો હતો.

  • 23 Jul 2021 03:12 PM (IST)

    પ્રથમ ઓવરમાં 11, બીજી ઓવરમાં 12 રન મેળવ્યા

  • 23 Jul 2021 03:08 PM (IST)

    શિખર ધવનની સળંગ ત્રણ બાઉન્ડરી

    બીજી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં શિખર ધવને ત્રણ બાઉન્ડરી લગાવી હતી. ધનંજય ડી સિલ્વાની ઓવરમાં આ ત્રણેય ચોગ્ગા લગાવ્યા હતા

  • 23 Jul 2021 03:07 PM (IST)

    પૃથ્વી શો અને શિખર ધવને ઇનીંગની કરી શરુઆત

Published On - Jul 23,2021 11:35 PM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">