IND vs SA: ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેની ટીમ ઇન્ડિયા સાથે ‘સફર’ રહેશે કે કેમ? વિરાટ કોહલીએ હાથ ઉંચા કર્યા!

પૂજારા અને રહાણે (Pujara and Rahane) માટે પણ આ સિરીઝ ખાસ રહી ન હતી અને બંને બેટ્સમેન માત્ર 20ની એવરેજથી જ રન બનાવી શક્યા હતા, જે બાદ તેમના સ્થાનને લઈને ફરીથી સવાલો ઉભા થયા છે.

IND vs SA: ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેની ટીમ ઇન્ડિયા સાથે 'સફર' રહેશે કે કેમ? વિરાટ કોહલીએ હાથ ઉંચા કર્યા!
Pujara-Rahane બંને બેટ્સમેન માત્ર 20ની એવરેજથી જ રન બનાવી શક્યા

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે ભારતની 29 વર્ષ લાંબી રાહ વધુ લંબાઇ ગઈ છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં સતત બીજી વખત ટેસ્ટ સિરીઝ હારી છે. ટીમ ઈન્ડિયાની નબળી બેટિંગ ફરી એકવાર તેના કેન્દ્રમાં રહી હતી. ખાસ કરીને ટીમના અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) એ આ વખતે પણ નિરાશ કર્યા હતા. આવી સ્થિતિમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી તરફથી બંનેના સ્થાનને લઈને સવાલો ઉઠ્યા હતા, પરંતુ ભારતીય કેપ્ટને કહ્યું કે આ નિર્ણય પસંદગીકારોના હાથમાં છે અને તેઓ જ ફેરફાર અંગે વાત કરી શકે છે.

દક્ષિણ આફ્રિકા પહોંચતા પહેલા ટીમ ઈન્ડિયાને શ્રેણી જીતવાની દાવેદાર માનવામાં આવતી હતી અને સેન્ચુરિયન ટેસ્ટ જીતીને ભારતે આ જ રીતે શરૂઆત કરી હતી. પરંતુ પછીના બે અઠવાડિયામાં વસ્તુઓ બદલાઈ ગઈ અને પરિણામ નિરાશાજનક રહ્યુ હતું.

ટીમની હાર બાદ પ્રેઝન્ટેશન સેરેમની અને પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ ખુલીને વાત કરતા હાર માટે બેટિંગને જવાબદાર ઠેરવી હતી. પરંતુ આવનારા સમયમાં બદલાવના પ્રશ્ન પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. બદલાવ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્ન પર કોહલીએ કહ્યું, “બેટિંગ ચોક્કસપણે અમને નિરાશ કરે છે, ખાસ કરીને છેલ્લી બે મેચોમાં, જ્યારે અમને તેની સૌથી વધુ જરૂર હતી. હું અહીં બેસીને કહી શકતો નથી કે ભવિષ્યમાં શું થશે. તે પસંદગીકારોનો નિર્ણય છે. આમાં મારો કોઈ હાથ નથી.”

હંમેશા પૂજારા-રહાણેને સપોર્ટ કર્યો

ટીમમાં પૂજારા અને રહાણેના ભવિષ્ય અંગેના પ્રશ્ન પર કોહલીએ કહ્યું કે બંને દિગ્ગજ બેટ્સમેનોએ તેમના યોગદાન માટે ટીમને સતત સમર્થન આપ્યું છે. ભારતીય કેપ્ટને કહ્યું, “જ્યાં સુધી રહાણે અને પૂજારાનો સંબંધ છે, મેં તે પહેલા પણ કહ્યું છે અને કહીશ કે અમે ચેતેશ્વર અને અજિંક્યને સતત સમર્થન આપ્યું છે કારણ કે તેઓ જે પ્રકારના બેટ્સમેન છે અને તેઓ જે પ્રકારની ઇનિંગ્સ રમ્યા છે. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં તેની ઈનિંગ અમને સારા સ્કોર સુધી લઈ ગઈ. એક ટીમ તરીકે અમે આવી ઇનિંગ્સને મહત્વ આપીએ છીએ. પસંદગીકારો શું કરે છે અને તેમના મગજમાં શું છે તે વિશે કંઈ કહી શકતો નથી.”

આમ રહ્યું પૂજારા-રહાણેનું પ્રદર્શન

આ ટેસ્ટ સિરીઝ પહેલા પણ રહાણે અને પૂજારાના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન અંગે પ્રશ્નો રહ્યા હતા. પ્લેઈંગ ઈલેવનમાં તેમની જગ્યાએ શ્રેયસ અય્યર અને હનુમા વિહારી જેવા બેટ્સમેનને સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેમ થયું નહીં. બંને બેટ્સમેનોએ ત્રણેય મેચ રમી અને માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યા. રહાણેએ 6 ઇનિંગ્સમાં 136 રન બનાવ્યા હતા, જ્યારે પૂજારાએ આ જ ઇનિંગમાં માત્ર 124 રન બનાવ્યા હતા. કોહલીની ઈજાને કારણે વિહારીને બીજી ટેસ્ટમાં જ તક મળી હતી, જેમાં તેણે 60 રન બનાવ્યા હતા. પરંતુ છેલ્લી ટેસ્ટમાં તેણે પોતાનું સ્થાન ખાલી કરવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

આ પણ વાંચોઃ Sport: નાઓમી ઓસાકા વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા એથ્લેટ બની, ફોર્બ્સે જારી કરી નવી યાદી

  • Follow us on Facebook

Published On - 9:58 pm, Fri, 14 January 22

Click on your DTH Provider to Add TV9 Gujarati