IND vs SA: ભુવનેશ્વર કુમાર બન્યો મેન ઓફ ધ સીરિઝ, જણાવ્યું તેણે કઇ ટ્રીકથી બોલિંગ કરી

Cricket : ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ને ભારત અને સાઉથ આફ્રિકા (Cricket South Africa) વચ્ચે રમાયેલી T20 શ્રેણી માટે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

IND vs SA: ભુવનેશ્વર કુમાર બન્યો મેન ઓફ ધ સીરિઝ, જણાવ્યું તેણે કઇ ટ્રીકથી બોલિંગ કરી
Bhuvneshwar Kumar (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 8:29 AM

ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ને ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાયેલી T20 શ્રેણી માટે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો હતો. ભુવનેશ્વર T20 ઈન્ટરનેશનલમાં એકથી વધુ વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય (Team India) ઝડપી બોલર બની ગયો છે. તેણે સાઉથ આફ્રિકા સામેની 5 મેચની શ્રેણીમાં 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 85 રન આપ્યા હતા. ભુવીએ એવોર્ડ જીત્યા બાદ તેની બોલિંગ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, હું પાવરપ્લેમાં બોલિંગ કરું છું અને મને મારી રીતે બોલિંગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ જીતવો મારા માટે ગર્વની બાબત છેઃ ભુવી

ભુવનેશ્વરે પાંચ મેચોની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી જ તેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચ બાદ તેણે કહ્યું કે, ‘પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતવો મારા માટે ગર્વની વાત છે. હું હજુ પણ ફિટ છું. ટીમમાં મારી એ જ ભૂમિકા છે જે પહેલા હતી. હું પાવરપ્લેમાં બોલિંગ કરું છું અને પછી છેલ્લી ઓવરોમાં બોલિંગ કરવા આવું છું. આ સાથે હું સિનિયર ખેલાડી હોવાના કારણે દરેક સાથે વાત કરું છું. ટીમે મને પોતાની રીતે બોલિંગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભુવીએ ઇશાંત શર્મા અને ઝહીર ખાનને પાછળ છોડ્યા

રસપ્રદ વાત એ છે કે, ભુવી T20 ઈન્ટરનેશનલમાં એકથી વધુ વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બની ગયો છે. તેણે આ પહેલા વર્ષ 2018માં સાઉથ આફ્રિકા સામે આ ખિતાબ જીત્યો હતો. પરંતુ આ શ્રેણી ભારતમાં રમાઈ ન હતી. ભુવનેશ્વર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર ભારતીય ઝડપી બોલર પણ બની ગયો છે. તેણે આ મામલે ઈશાંત શર્મા (Ishant Sharma) અને ઝહીર ખાન (Zaheer Khan) ને પાછળ છોડી દીધા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વાર ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ નો એવોર્ડ જીતનાર ભારતીય ફાસ્ટ બોલરોઃ

1) ભુવનેશ્વર કુમારઃ 4 2) ઝહીર ખાનઃ 3 3) ઇશાંત શર્માઃ 3

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">