IND vs PAK: પાકિસ્તાન સામે વિરાટ કોહલી રચશે ઈતિહાસ, જાણો 5 મોટી વાતો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટની સદીને જોયાને 1000 થી વધુ દિવસો વીતી ગયા છે. પરંતુ 28 ઓગસ્ટના રોજ યોજાનારી એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચની સદી જ નહીં પરંતુ તેમની T20I મેચોની સદી ફટકારશે.

IND vs PAK: પાકિસ્તાન સામે વિરાટ કોહલી રચશે ઈતિહાસ, જાણો 5 મોટી વાતો
IND vs PAK: પાકિસ્તાન સામે વિરાટ કોહલી રચશે ઈતિહાસImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 4:08 PM

IND vs PAK: વિરાટ કોહલી (Virat Kohli) ઇતિહાસ રચશે. સદી પણ ફટકારશે અને આ ગેરંટી પણ છે. ચાલો 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન (India Vs Pakistan) સામ-સામે થશે. આ રવિવારે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે, બે કટ્ટર હરીફ એક બીજાની સામે આવતાની સાથે જ વિરાટ કોહલી સદી અને ઈતિહાસ બંને બનાવતો જોવા મળશે. આટલું વાંચીને તમને આંચકો લાગશે પણ એવું બનશે. મોટી વાત એ છે કે આ માટે વિરાટ કોહલીએ બોલ પકડવાની અને બેટિંગ કરવાની પણ જરૂર નહીં પડે. તે મેચમાં માત્ર મેદાન પર ઉતરશે અને એક મોટો ઈતિહાસ તેના નામે થઈ જશે.

વિરાટ કોહલી પાસેથી લોકોને સદીની આશા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેમની સદી જોવા લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ 28 ઓગસ્ટના રોજ રમાનાર એશિયા કપમાં સદી રનોની નહિ પરંતુ તેની T20I મેચની સદી જરુર લાગશે.

  1. 28 ઓગસ્ટના રોજ પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપના મહામુકાબલામાં ઉતરતા જ વિરાટ કોહલી ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં 100 ઈન્ટરનેશનલ મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે.
  2. વિરાટ કોહલીએ સૌથી પહેલી સદી ઈન્ટરનેશનલ પિચ પર વનડેમાં કરી હતી. 11 જૂન 2013ના રોજ 100મી મેચ રમી હતી. આ મુકાબલો ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીનો હતો. જે તેમણે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી.
  3. Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
    Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
    અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
    1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
    આજનું રાશિફળ તારીખ : 25-04-2024
    માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
  4. ઈન્ટરનેશનલ મેચની બીજી સદી તેમણે ટેસ્ટ ક્રિકેટમા પુરી કરી હતી. જ્યારે 4 માર્ચ 2022ના રોજ શ્રીલંકા વિરુદ્ધ મોહાલીમાં રમ્યો હતો.
  5. હવે 5 મહિના બાદ વિરાટ કોહલી ઈન્ટરનેશનલ મેચની વધુ એક સદી પુરી કરવાનો છે. 28 ઓગ્સ્ટના રોજ પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં રમશે. તેના T20I કરિયરની 100મી મેચ રમશે.
  6. વિરાટ કોહલીએ અત્યાર સુધી 99 T20I મેચમાં 3308 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે સરેરાશ 50થી વધુ અને સ્ટ્રાઈક રેટ 137.66નો રહ્યો છે. ઈન્ટરનેશનલ ટી20માં તેના નામે એક પણ સદી નોંધાઈ નથી.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ સારો છે. ભારત અત્યાર સુધી 7 વખત ટાઈટલ જીત્યું છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ માત્ર 2 વખત ચેમ્પિયન બની શકી છે. એશિયા કપ 2016 પછી બીજી વખત T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે.એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 14 વખત આમને-સામને આવી ચૂક્યા છે. જેમાં ભારત 8 વખત જીત્યું છે. જ્યારે પાકિસ્તાન 5 વખત જીત્યું છે. 1 મેચ અનિર્ણિત રહી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">