IND vs ENG: નોટિંગહામમાં બુમરાહ સહિત ટીમ ઈન્ડિયાના પેસરોએ 3 વર્ષ પહેલાના પરાક્રમનુ પુનરાવર્તન કર્યુ

નોટિંગહામ ટેસ્ટ (Nottingham Test) મેચના ચોથા દિવસે ભારતે ઇંગ્લેન્ડની બીજી ઇનીંગ 303 રન પર સમેટી દીધી હતી. પ્રથમ ઇનીંગમાં 95 રનની લીડને લઇને ભારતને જીત માટે 209 રનનુ લક્ષ્ય છે.

IND vs ENG: નોટિંગહામમાં બુમરાહ સહિત ટીમ ઈન્ડિયાના પેસરોએ 3 વર્ષ પહેલાના પરાક્રમનુ પુનરાવર્તન કર્યુ
Jasprit Bumrah-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 1:51 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ, તેના છેલ્લા દિવસે નિર્ણાયક સ્થિતીએ પહોંચી ગઈ છે. પ્રથમ દિવસ પછી, માત્ર ચોથા દિવસે વરસાદ વિના આખી રમત રમી શકાઇ હતી. બંને ટીમો તરફથી શાનદાર પ્રદર્શન થયું છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Joe Root) જબરદસ્ત સદી ફટકારી હતી. રુટે ટીમને મુશ્કેલીમાં ડુબતી બચાવી સ્કોર 303 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતના બોલરોએ પણ થોડી વધારે મહેનત કરવી પડી હતી. પરંતુ ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડનો મોટો સ્કોર થવા દીધો નહોતો. ખાસ કરીને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ટીમ માટે સૌથી સફળ રહ્યો હતો, તેણે 5 વિકેટ લીધી હતી. પરંતુ આ મેચમાં કંઈક એવું થયું, જે ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં આ પહેલા માત્ર એક જ વાર બન્યું હતું. 2018 ની જોહાનિસબર્ગ ટેસ્ટમાં.

આ ટેસ્ટમાં 4 પેસર અને એક સ્પિનર સાથે ઉતરેલી ભારતીય ટીમે બંને ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરી દીધું હતું. એટલે કે, સંપૂર્ણ 20 વિકેટ મેળવી. ખાસ વાત એ છે કે, પેસર બોલરોએ આ 20 વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં જસપ્રિત બુમરાહે 4, મોહમ્મદ શમીએ 3, શાર્દુલ ઠાકુરે 2 અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ મેળવી હતી. બીજા દાવમાં બુમરાહે 5, સિરાજ અને શાર્દુલે 2-2 અને શમીએ 1 વિકેટ લીધી હતી. અગાઉ, ભારતે તેના ટેસ્ટ ઇતિહાસમાં માત્ર એક જ વાર આ પ્રકારનુ પરાક્રમ કર્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જોહાનિસબર્ગમાં પેસરોએ કર્યો હતો કમાલ

2018 માં દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગ ટેસ્ટ રમાઇ હતી. જેમાં ભારત તરફ થી બંને ઇનીંગમાં 10-10 વિકેટ ઝડપી બોલરોએ હાંસલ કરી હતી. ત્યારે પ્રથમ ઇનીંગમાં જસપ્રિત બુમરાહે 5 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમીએ બીજા દાવમાં 5 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર ટીમનો હિસ્સો હતા, તેઓને પણ વિકેટની સફળતા મળી હતી.

તો શું ટીમ ઈન્ડિયાની જીત નક્કી છે?

તે મેચની જેમ બુમરાહે પણ આ વખતે એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનું શાનદાર કમાલ કર્યો હતો. આ વખતે નોટિંગહામમાં પણ ભારતીય ઝડપી બોલરોએ પોતાનુ પ્રદર્શન બતાવ્યું હતુ. બુમરાહે આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. જોહાનિસબર્ગમાં ભારતીય ઝડપી બોલરોની આ સિદ્ધિએ ટીમને 63 રનથી યાદગાર વિજય અપાવ્યો હતો. આવામાં નોટિંગહામમાં ઝડપી બોલરોનું પ્રદર્શન અને ખાસ કરીને બુમરાહની પાંચ વિકેટના કમાલના પુનરાવર્તન, બાદ ભારતીય ટીમની જીતની આશાઓ વધી છે. ટીમે બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા છે. ભારતને અંતિમ દિવસે જીત માટે 157 રનની જરૂર છે.

આ પણ વાંચો: Neeraj Chopra પર શુભેચ્છાનો વરસાદ જારી, ટીમ ઇન્ડીયાથી લઇ પાડોશી દેશના ક્રિકેટરોએ કહ્યુ છવાઇ ગયો

આ પણ વાંચોઃ Neeraj Chopra ના ગોલ્ડ પર ઝુમી ઉઠ્યા દિગ્ગજ ક્રિકેટરો, ગીત ગાયુ અને ઠુમકા પણ લગાવ્યા, જુઓ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">