IND vs AUS: માત્ર 90 મિનિટમાં જ કાંગારુની ટીમ પેવેલિયન ભેગી થઈ, જાડેજાનો જલવો, ભારતને જીતવા માટે મળ્યો 115 રનનો ટાર્ગેટ

TV9 GUJARATI

|

Updated on: Feb 19, 2023 | 11:36 AM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીમાં રમાઈ રહી છે. જેમાં ભારતને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો છે,

IND vs AUS: માત્ર 90 મિનિટમાં જ કાંગારુની ટીમ પેવેલિયન ભેગી થઈ, જાડેજાનો જલવો, ભારતને જીતવા માટે મળ્યો 115 રનનો ટાર્ગેટ
ભારતને 115 રનનો ટાર્ગેટ મળ્યો
Image Credit source: BCCI TWITTER

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ લગભગ એકતરફી બની ગઈ છે. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી. કુલ લીડ 114 રન છે. આ રીતે ભારતને 115 રનનો ટાર્ગેટ મળ્યો છે. રવિન્દ્ર જાડેજાને 7 અને આર અશ્વિનને 3 વિકેટ મળી હતી. હેડે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 263 જ્યારે ભારતે 262 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 4 મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. માત્ર 90 મિનિટમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.

રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટ લીધી

રવિવારે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં માત્ર 113 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતને 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કાંગારૂ ટીમને પ્રથમ દાવમાં એક રનની લીડ મળી હતી. લેફ્ટ આર્મ સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટ લીધી હતી. ઓફ સ્પિનર ​​આર અશ્વિનને પણ 3 વિકેટ મળી હતી. ટ્રેવિસ હેડે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. આ પછી સ્મિથ 9 રન બનાવીને આર અશ્વિનના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો.

સારી લયમાં દેખાતો માર્નસ લાબુશેન 35 રન બનાવીને રવિન્દ્ર જાડેજાના હાથે બોલ્ડ થયો હતો. મેન રેનશો માત્ર 2 રન બનાવી શક્યો હતો અને અશ્વિનના હાથે આઉટ થયો હતો. પીટર હેન્ડ્સકોમ્બે પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી. બીજા દાવમાં તે શૂન્ય રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. કમિન્સ શૂન્યના સ્કોર પર જાડેજાના બોલ પર આઉટ થયો હતો. જાડેજાએ એલેક્સ કેરીને પણ 7 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. કુનહેમન છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની જીત

તેમજ આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફની ફાઈનલ મેચમાં બંગાળ સામે જીત મેળવી સૌરાષ્ટ્ર ચોથી વાર રણજી ટ્રોફી ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati