IND vs AUS: મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા, ભારતની અડધી ટીમ 50 રનમાં પેવેલિયન ભેગી થઈ હતી
India vs Australia, 2nd ODI: વિશાખાપટ્ટનમમાં અડધી ભારતીય ટીમ 50 રનની અંદર પેવેલિયન પરત ફરી ગઈ હતી. શુભમન, રોહિત, રાહુલ અને સૂર્યકુમાર યાદવ. એક પછી એક ભારતીય બેટસમેન પેવેલિયન ભેગા થયા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODI યજમાન ટીમે પાંચ વિકેટે જીતી હતી. આજે ટીમ ઈન્ડિયાની નજર સિરીઝ પર કબજો કરવા પર હશે, પરંતુ ભારતીય ટીમ આજે જીતે તેમ લાગી રહ્યું નથી કારણ કે, ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ઓસ્ટ્રેલિયાના બોલરે પહેલી જ ઓવરમાં શુભમન ગિલની વિકેટ ઝડપી હતી. ગિલ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને તેને મિચેલ સ્ટાર્કે પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. ભારતીય ટીમને સતત બે વિકેટનો સામનો કરવો પડ્યો છે.
અડધી ટીમ ઈન્ડિયા પેવેલિયન પરત ફરી
કેપ્ટન રોહિત શર્મા 13 રન અને સૂર્યકુમાર યાદવ 0 રન પર આઉટ થયા છે. મિચેલ સ્ટાર્કે પહેલા રોહિતને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ સૂર્યાને LBW આઉટ કરવામાં આવ્યો હતો. રોહિતે 13 અને સૂર્યાએ બે ચોગ્ગાની મદદથી 0 રન બનાવ્યા હતા. 10 ઓવર બાદ અડધી ટીમ ઈન્ડિયા પેવેલિયન પરત ફરી ગઈ છે. છેલ્લી મેચનો હીરો કે.એલ. રાહુલ 9 રન બનાવીને મિચેલ સ્ટાર્કની ચોથી વિકેટ બન્યો હતો.
વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા એક રન બનાવી આઉટ
આ પછી બેટિંગ કરવા ઉતરેલા વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ત્રણ બોલમાં 1 રન બનાવીને સીન એબોટનો શિકાર બન્યો હતો. 10 ઓવર પછી ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટ ગુમાવીને 51 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલીએ પણ 31 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ આમ તેની છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમને સાતમો ઝટકો રવિન્દ્ર જાડેજાના રુપમાં લાગ્યો હતો.
જાડેજાનો કેચ એલેક્સ કેરીએ પકડ્યો હતો. ભારતનો સ્કોર 19.5 ઓવર બાદ સાત વિકેટે 92 રન પર પહોંચ્યો હતો. વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બીજી વનડેમાં ભારતીય ટીમે 91 રનની અંદર તેની 7 વિકેટ ગુમાવી દીધી હતી.
આજે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ મેચ પાંચ વિકેટે જીત્યા બાદ ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને સિરીઝ કબજે કરવાની સુવર્ણ તક છે. ત્યારે આજે હવે ભારતીય બોલરોનું કેવું પ્રદર્શન રહે છે તે પણ જોવાનું રહેશે.