IND vs PAK: T20 વર્લ્ડ કપમાં કેવી રીતે યોજાશે ભારત-પાકિસ્તાન મેચ? અમેરિકાના સ્ટેડિયમની હાલત જોઈને ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ વિશ્વમાં સૌથી વધુ જોવાનાર મેચોમાંની એક છે. કરોડો લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. T20 વર્લ્ડ કપમાં બંને દેશ ફરી એકવાર સામસામે ટકરાશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મેચમાં માત્ર 49 દિવસ બાકી છે અને અમેરિકામાં જ્યાં આ મેચ રમાવાની છે તે સ્ટેડિયમ હજુ તૈયાર નથી થયું.

IND vs PAK: T20 વર્લ્ડ કપમાં કેવી રીતે યોજાશે ભારત-પાકિસ્તાન મેચ? અમેરિકાના સ્ટેડિયમની હાલત જોઈને ચોંકી જશો
India vs Pakistan
Follow Us:
| Updated on: Apr 23, 2024 | 5:20 PM

IPL 2024ના ઉત્સાહની વચ્ચે T20 વર્લ્ડ કપની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ ICC ટૂર્નામેન્ટ સંયુક્ત રીતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા યોજવામાં આવશે, જેની પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે 2 જૂને રમાશે. ભારતીય ટીમ 5 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ રમશે. આ ટૂર્નામેન્ટની સૌથી ચર્ચિત ભારત-પાકિસ્તાન મેચ પણ આ મેદાન પર 9 જૂને રમાવાની છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આના માટે માત્ર 49 દિવસ બાકી છે અને આ દરમિયાન ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લેટેસ્ટ અપડેટ્સ અનુસાર, ન્યૂયોર્કનું આ સ્ટેડિયમ હજી તૈયાર થયું નથી. આ સ્ટેડિયમમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

ભારત-પાક મેચ માટે સ્ટેડિયમ હજુ તૈયાર નથી

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ 7 મેચો રમાવાની છે, જેમાં એક મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આખી દુનિયામાં સૌથી વધુ જોવાનારી મેચોમાંની એક આ મેચ માટે સ્ટેડિયમ તૈયાર નથી. આ સ્ટેડિયમની લેટેસ્ટ તસવીર સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેલ જોન્સ દ્વારા આ વાત શેર કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આઉટફિલ્ડ અને પિચ હજુ સુધી તૈયાર કરવામાં આવી નથી. જોકે, ICCએ કહ્યું કે તમામ તૈયારીઓ શેડ્યૂલ પ્રમાણે ચાલી રહી છે. અહીં ઉપયોગમાં લેવાતી પિચ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે અને આઉટફિલ્ડનું ટર્ફિંગ પણ 29 એપ્રિલથી શરૂ થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ICCએ જણાવ્યું કે તૈયારીઓ ક્યારે પૂરી થશે

ન્યૂયોર્કમાં સ્ટેડિયમ હજુ તૈયાર નથી છતાં ICCએ કહ્યું છે કે તમામ કામ સમયસર પૂર્ણ થશે. ICCએ તેની તૈયારીઓની સંપૂર્ણ સમયરેખા પણ આપી દીધી છે. ICCએ કહ્યું છે કે સ્ટેડિયમનું નિર્માણ ત્રણ મહિના પહેલા જાન્યુઆરીમાં શરૂ થયું હતું, જે 6 મે સુધીમાં પૂર્ણ થશે. એટલે કે સ્ટેડિયમ બનવામાં માત્ર 14 દિવસ બાકી છે. સ્ટેડિયમ તૈયાર થયા બાદ 27મી મેના રોજ તેનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો બધુ બરાબર રહેશે તો મેચ માટે ક્લીયર કરવામાં આવશે.

આ પણ વાંચો : IPL 2024: 10મી ઓવરના અંતિમ બોલ પર મુંબઈના ખેલાડીએ કરી મોટી ભૂલ જે બની MIની હારનું કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">