AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Men’s T20I World Cup 2026 ની ફાઇનલ મેચ ગુજરાતમાં રમાશે ! મુંબઈમાં સેમિફાઇનલ, જાણો કેવું હશે શિડ્યુલ

ICC Men's T20I World Cup 2026 Venue & Schedule Update: ODI વર્લ્ડ કપ 2023 પછી ત્રણ વર્ષમાં ફરી એકવાર ક્રિકેટનો મહોત્સવ ભારતમાં યોજાવાનો છે. આવનારો T20 વર્લ્ડ કપ 2026 ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે યોજાશે અને તેની ઝલક ભારત અને શ્રીલંકાના અનેક શહેરોમાં જોવા મળશે.

ICC Men's T20I World Cup 2026 ની ફાઇનલ મેચ ગુજરાતમાં રમાશે ! મુંબઈમાં સેમિફાઇનલ, જાણો કેવું હશે શિડ્યુલ
| Updated on: Nov 09, 2025 | 10:21 PM
Share

ICC Men’s T20I World Cup 2026 Venue & Schedule Update: ODI વર્લ્ડ કપ 2023 પછી ત્રણ વર્ષમાં ફરી એકવાર ક્રિકેટનો મહોત્સવ ભારતમાં યોજાવાનો છે. આવનારો T20 વર્લ્ડ કપ 2026 ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે યોજાશે અને તેની ઝલક ભારત અને શ્રીલંકાના અનેક શહેરોમાં જોવા મળશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટૂર્નામેન્ટની પહેલી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની શક્યતા છે. જ્યારે પહેલી સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની તારીખો હજી સત્તાવાર રીતે જાહેર થઈ નથી, પરંતુ સંકેતો મુજબ તે 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026 વચ્ચે યોજાઈ શકે છે.

ભારત અને શ્રીલંકા મળીને કરશે આયોજન

આ વખતે T20 વર્લ્ડ કપનું સહ-આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા થશે. રિપોર્ટ્સ મુજબ, BCCI અને ICC વચ્ચેની બેઠકમાં મેચ સ્થળોની પસંદગી પર ચર્ચા થઈ રહી છે. ભારતમાં મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ચેન્નાઈ, જ્યારે શ્રીલંકામાં ત્રણ શહેરોમાં મેચો યોજાવાની સંભાવના છે.

ભારત-પાકિસ્તાનની મેચ કોલંબોમાં?

તાજેતરના ભૂરાજકીય તણાવને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘરઆંગણે ICC મેચો યોજાતી નથી. માટે જ, જો બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચે, તો તેમની વચ્ચેની મેચ કોલંબોમાં યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ નિર્ણય બંને દેશોની સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન

ટીમ ઈન્ડિયા હાલની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2024માં રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ખિતાબ જીત્યો હતો. હવે ક્રિકેટપ્રેમીઓની નજર 2026ના વર્લ્ડ કપ પર છે. શું ટીમ ઈન્ડિયા સતત બીજો ખિતાબ જીતશે?

કેટલીક મહત્વની બાબતો

  • શક્ય સમયગાળો: 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026
  • ફાઇનલ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
  • પહેલી સેમિફાઇનલ: વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
  • સંયુક્ત આયોજન: ભારત અને શ્રીલંકા
  • ટીમ ઈન્ડિયા: ડિફેન્ડિંગ ચેમ્પિયન

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">