AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News: ‘આ વખતે તો ડંડા ઉડશે !’ પાકિસ્તાની પૂર્વ કેપ્ટનની મોટી ડંફાસ, શું ફરી જામશે ભારત-પાકિસ્તાન જંગ?

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત સેમીફાઈનલ મુકાબલાને લઈને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જો કે, આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ICC T20 WC Breaking News: 'આ વખતે તો ડંડા ઉડશે !' પાકિસ્તાની પૂર્વ કેપ્ટનની મોટી ડંફાસ, શું ફરી જામશે ભારત-પાકિસ્તાન જંગ?
Image Credit source: Matthew Lewis-ICC/ICC via Getty Images
| Updated on: Feb 22, 2026 | 12:39 PM
Share

લીગ સ્ટેજમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી હતી, ત્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનું એ કથન સાચું પડ્યું હતું. આમાં સૂર્યકુમારે કહ્યું હતું કે, હવે બંને ટીમો વચ્ચે કોઈ રાઈવલરી (સ્પર્ધા) રહી નથી.

ભારતે T20 World Cup મેચમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે પોતાની સ્કોર-લાઇન (Head To Head) 8-1 કરી લીધી હતી.

‘ક્વોલિફિકેશન સિનારિયો’ શું છે?

હવે સવાલ એ થાય છે કે, શું આ બંને ટીમો ફરી એકવાર આમને-સામને આવી શકે છે? સેમીફાઈનલના ક્વોલિફિકેશન સિનારિયોની વાત કરીએ તો આવું શક્ય છે. આ માટે ભારતે પોતાના ગ્રુપમાં ટોપ (નંબર 1) પર અને પાકિસ્તાને નંબર 2 પર ફિનિશ કરવું પડશે.

ન્યૂઝીલેન્ડ સામેની સુપર-8 ની પ્રથમ મેચ રદ થયા બાદ એ તો નક્કી થઈ ગયું છે કે, પાકિસ્તાન પોતાના ગ્રુપમાં ટોપ નહીં કરી શકે, કારણ કે જો તે બાકીની બે મેચ જીતી લે તો પણ તેના 5 પોઈન્ટ થશે, જ્યારે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા પાસે 6 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે.

રાશિદ લતીફનું હાસ્યાસ્પદ નિવેદન

જો સેમીફાઈનલમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો થાય તો શું થશે? આ અંગે બંને દેશોના પૂર્વ ખેલાડીઓએ અત્યારથી જ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે ભારત-પાકિસ્તાન સેમીફાઈનલ મેચને લઈને એક એવું નિવેદન આપ્યું છે કે, જે હાસ્યાસ્પદ છે.

લતીફે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “આ વખતે જો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થશે તો અમે જીતીશું.” લતીફ અહીં ન અટક્યા અને પાકિસ્તાની બોલરોની પ્રશંસા કરતા કહ્યું કે, “આ વખતે ડંડા (સ્ટમ્પ) ઉડશે, ડંડા!”.

ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન ‘Head To Head’

વર્ષ 2007 માં ભારત-પાકિસ્તાન બે વાર એકબીજા સામે ટકરાયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં બંને ટીમો આ ટૂર્નામેન્ટમાં 9 વાર સામસામે આવી ચુકી છે, જેમાં ભારતે 8 માં જીત મેળવી છે અને પાકિસ્તાન ફક્ત 1 જ વાર જીત્યું છે.

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાના ફ્લોપ ઓપનરને શું ‘સાઉથ આફ્રિકા’ સામે પડતો મુકાશે? કોચ મોર્ને મોર્કલે આખરે તોડ્યું મૌન

g clip-path="url(#clip0_868_265)">