બાંગ્લાદેશ પાસેથી છીનવાઈ T20 વર્લ્ડ કપ 2024ની યજમાની, આ દેશને મળ્યું હોસ્ટિંગ

|

Aug 20, 2024 | 8:27 PM

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાય સપ્તાહોથી રાજકીય પ્રદર્શનો થઈ રહ્યા છે જે તાજેતરના દિવસોમાં હિંસામાં ફેરવાઈ ગયા છે. જેના કારણે દેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ બાંગ્લાદેશ ભાગી જવું પડ્યું હતું અને ત્યાંની સેનાએ બળવો કરીને વચગાળાની સરકારની નિમણૂક કરી છે. આ કારણે T20 વર્લ્ડ કપને બાંગ્લાદેશની બહાર ખસેડવાની માંગ કરવામાં આવી હતી. હવે આ અંગે ICCએ નિર્ણય લઈ લીધો છે અને હવે બાંગલાદેશ પાસેથી છીનવી UAEને T20 વર્લ્ડ કપનું હોસ્ટ જાહેર કર્યું છે.

બાંગ્લાદેશ પાસેથી છીનવાઈ T20 વર્લ્ડ કપ 2024ની યજમાની, આ દેશને મળ્યું હોસ્ટિંગ
Womens T20 World Cup 2024

Follow us on

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસાની અસર આખરે ક્રિકેટ પર પણ પડી છે અને હવે આ દેશ પાસેથી ICCની એક મોટી ઈવેન્ટ છીનવાઈ ગઈ છે. બાંગ્લાદેશમાં 3 ઓક્ટોબરથી મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું, પરંતુ હવે તેનું આયોજન અન્ય દેશમાં થશે.

બાંગ્લાદેશમાં  T20 વર્લ્ડ કપ નહીં યોજાય

ICCએ આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશને બદલે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે અને તેની પુષ્ટિ પણ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં 3 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું જ હવે UAEમાં થશે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

બાંગ્લાદેશમાં હિંસા ભડકી રહી છે

આ વર્લ્ડ કપમાં ભારત સહિત કુલ 10 ટીમો ભાગ લેશે અને દરેક તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારપછી જુલાઈ મહિનામાં અચાનક જ બાંગ્લાદેશમાં અનામત અંગેના સરકારના નિર્ણય સામે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું, જે ધીરે ધીરે હિંસક પ્રદર્શનમાં ફેરવાઈ ગયું અને પછી બાંગ્લાદેશની સેનાએ વડાપ્રધાન હસીનાને રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું. હસીનાએ તેમના પદ સાથે દેશ છોડી દીધો અને ત્યારથી સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ભડકી રહી છે, જ્યાં હિન્દુઓ સહિત લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

 

UAEની તકો વધુ મજબૂત બની

ત્યારથી, બાંગ્લાદેશમાં ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા અને ICC પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું. આ સમય દરમિયાન, ભારત, UAE અને શ્રીલંકામાં ટૂર્નામેન્ટના આયોજનની શક્યતાઓ તપાસવામાં આવી રહી હતી, જ્યારે ઝિમ્બાબ્વેએ પણ તેનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, BCCI સેક્રેટરી જય શાહે ભારતમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાની સંભાવનાને નકારી કાઢી હતી, જે બાદ UAEને વર્લ્ડ કપ હોસ્ટ કરવાની તક મળી છે.

બાંગ્લાદેશી બોર્ડ સત્તાવાર યજમાન રહેશે

ક્રિકબઝના અહેવાલ મુજબ, મંગળવાર, 20 ઓગસ્ટના રોજ ICCની વર્ચ્યુઅલ બોર્ડની બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી અને બધાએ તેના પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વર્લ્ડ કપનું આયોજન કરવું યોગ્ય નથી. ટૂર્નામેન્ટના યજમાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ સ્થળ બદલવા માટે સંમતિ દર્શાવી હતી અને હવે યુએઈમાં તેનું આયોજન થશે. જો કે, સ્થળ બદલવા છતાં બાંગ્લાદેશી બોર્ડ તેનું સત્તાવાર યજમાન રહેશે તે સ્પષ્ટ છે.

એલિસા હીલીએ સવાલ ઉઠાવ્યા

તાજેતરમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અને અનુભવી બેટ્સમેન એલિસા હીલીએ પણ બાંગ્લાદેશમાં ટૂર્નામેન્ટના આયોજનની ટીકા કરી હતી. હીલીએ કહ્યું હતું કે આવા સંજોગોમાં ટૂર્નામેન્ટનો બોજ બાંગ્લાદેશ પર નાખવો યોગ્ય નથી અને આવા સમયે સ્થાનિક લોકો પાસેથી ત્યાંના સંસાધનો છીનવી લેવાનું ખોટું છે. તેણે એમ પણ કહ્યું કે વર્તમાન સંજોગોમાં બાંગ્લાદેશ સામે ક્રિકેટ કરતાં પણ વધુ મહત્ત્વના પડકારો છે.

આ પણ વાંચો: 49 વર્ષીય બોલરે મેચમાં પાંચ વિકેટ ઝડપી મચાવી હલચલ, બનાવ્યો જોરદાર વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:06 pm, Tue, 20 August 24

Next Article