49 વર્ષીય બોલરે મેચમાં પાંચ વિકેટ ઝડપી મચાવી હલચલ, બનાવ્યો જોરદાર વર્લ્ડ રેકોર્ડ
આઈલ ઓફ મેનની ઓફ સ્પિનર જોએન હિક્સે કમાલ કરી બતાવી છે. હિક્સે માલ્ટા સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 10 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન સાથે તેણે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
એક તરફ, 35 વર્ષની ઉંમર પછી, ક્રિકેટ ખેલાડીઓની કારકિર્દી લગભગ સમાપ્ત માનવામાં આવે છે અને તેમની ઉંમર પર સતત પ્રશ્નો ઉભા થાય છે, તો બીજી તરફ, એક બોલર છે જેણે 49 વર્ષની ઉંમરે માત્ર તેનું નેતૃત્વ કર્યું નથી. ટીમને જીત અપાવી પણ તેણે વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ઓફ-સ્પિનર જોએન હિક્સની, જે આઈલ ઓફ મેનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. આઈલ ઓફ મેને 18 ઓગસ્ટે માલ્ટા સામે એટલી શાનદાર બોલિંગ કરી કે દુનિયા જોતી રહી ગઈ.
49 વર્ષીય ક્રિકેટરનો કમાલ
હિક્સે માર્સામાં રમાયેલી મેચમાં માલ્ટા સામે માત્ર 10 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. હિક્સે ત્રણ બેટ્સમેનને પોતાનું ખાતું પણ ખોલવા દીધું ન હતું અને એટલું જ નહીં તેના બોલ પર એક પણ બાઉન્ડ્રી આવી ન હતી. હિક્સે બોલિંગ સિવાય ફિલ્ડિંગમાં પણ તાકાત બતાવી અને બે બેટ્સમેનોને રનઆઉટ પણ કર્યા. મતલબ માલ્ટામાં હિક્સે કુલ 7 વિકેટ લીધી એમ કહી શકાય. આ મેચની વાત કરીએ તો માલ્ટાની ટીમ માત્ર 50 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને જવાબમાં આઈલ ઓફ મેનની ટીમે 94 બોલમાં માત્ર 4.2 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આઈલ ઓફ મેનની ટીમે 9 વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી.
49 year old Joanne Hicks becomes the OLDEST woman to take a fifer in intl cricket.
49y 162d – Joanne Hicks for Isle of Man v Malta, 2024
41y 227d – Mallika Pathirannehelage for Austria v Spain, 2022
41y 21d – Precious Marange for Zimbabwe v Uganda, 2023
40y 97d -…
— Kausthub Gudipati (@kaustats) August 18, 2024
હિક્સે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
ઓફ સ્પિનર હિક્સે 49 વર્ષની ઉંમરે T20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ લઈને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ ઝડપનાર સૌથી મોટી ઉંમરની ક્રિકેટર બની ગઈ છે. આ ચમત્કાર પુરુષ અને મહિલા ક્રિકેટમાં પહેલીવાર જોવા મળ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રિયન બોલર મલ્લિકાના નામે હતો, જેણે 41 વર્ષની ઉંમરમાં સ્પેન વિરુદ્ધ T20 ઈન્ટરનેશનલ મેચમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હિક્સના ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધી 16 મેચમાં 18 વિકેટ ઝડપી છે, તેનો ઈકોનોમી રેટ માત્ર 3.96 રન પ્રતિ ઓવર છે.
આ પણ વાંચો: BCCIનું બેંક બેલેન્સ જાણીને ચોંકી જશો, એક IPL સિઝનથી 11,769 કરોડ રૂપિયાની કરી કમાણી