AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : સેમિફાઈનલમાં પહોંચતા જ સંજુ સેમસને જીતના જશ્નમાં પોતાનું હેલ્મેટ ફેંક્યું, શું ICC એક્શન લેશે?

સંજુ સેમસને વેસ્ટઈન્ડિઝ સામે એક શાનદાર ઈનિગ્સ રમી હતી. તેમણે યાદગાર જીત બાદ પોતાનું હેલ્મેટ ફેંકી જશ્ન મનાવ્યો હતો. હવે આ પ્રકારના જીતના જશ્નના કારણે સંજુ સેમસનને આઈસીસી સામે નારજગી પણ વ્યક્ત કરવી પડી શકે છે. શું સંજુ સેમસનને સજા મળશે.

T20 WC Breaking :  સેમિફાઈનલમાં પહોંચતા જ સંજુ સેમસને જીતના જશ્નમાં પોતાનું હેલ્મેટ ફેંક્યું, શું ICC એક્શન લેશે?
| Updated on: Mar 02, 2026 | 2:14 PM
Share

આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2026માં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સુપર-8 સ્ટેજ મેચ રમાશે. 1 માર્ચના રોજ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આ મેચ ભારતીય ટીમે 5 વિકેટથી જીતી હતી. ભારતીય ટીમને આ મેચમાં જીત માટે 196 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સંજુ સેમસનની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે આ ટાર્ગેટ 4 બોલ બાકી રહેતા પૂર્ણ કરી નાંખ્યો હતો. તેમજ ટી20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે.

આ જીત સાથે ભારતે ટી20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. સેમિફાઈનલમાં ભારતીય ટીમનો સામનો 5 માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.જ્યારે પહેલી સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટકકર 4 માર્ચના રોજ કોલકત્તામાં રમાશે.

ભારતીય ટીમ માટે સંજુ સેમસને 12 ચોગ્ગા અને 4 સિક્સની મદદથી 50 બોલ પર અણનમ 97 રનની ઈનિગ્સ રમી હતી. સંજુ સેમસને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વિનિંગ ચોગ્ગો લગાવતા જ તે ખુબ ઈમોશનલ થયો હતો. તેમણે પહેલા પોતાનું હેલમેટ હવામાં ઉછાળ્યું હતુ અને ત્યારબાદ બે હાથ આકાશ તરફ કરી ઈશ્વરનો આભાર માન્યો હતો.

સંજુ સેમસન પર શું એક્શન લેશે આઈસીસી?

હેલમેટ ફેંકી જશ્ન મનાવવો સંજુ સેમસનને ભારે પડી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સંજુ સેમસન વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી પણ કરી શકે છે. આઈસીસીનો કોડ ઓફ કંડકટ ખેલાડીના વ્યવ્હારને લઈ ખુબ કડક છે. નિયમો હેઠળ મેદાનમાં હેલમેટ કે બેટ ફેંકવું અપરાધની શ્રેણીમાં આવી શકે છે.આવા કિસ્સાઓમાં, ખેલાડીને મેચ ફીનો દંડ, ડિમેરિટ પોઈન્ટ અથવા તો સસ્પેન્શન સહિતની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

આઈસીસીના કોડ ઓફ કંડક્ટનો ઉદ્દેશય માત્ર અનુશાસન લાગુ કરવો નથી પરંતુ ખેલાડીઓ, અમ્પાયરો અને મેદાન પર રહેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવો પણ છે. હેલમેટ કે બેટ ફેંકવું અજાણતા કોઈને ઈજા થઈ શકે છે. આ કારણ છે કે, ક્રિકેટ જેવી રમતમાં સંયમને મોટી પ્રાથમિકતા આપવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ટ્વેન્ટી20એ ક્રિકેટનું ટૂંકું ફોર્મેટ છે. અહી ક્લિક કરો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ
24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ
તહેવારોમાં શાંતિનું સુરક્ષા કવચ: અમદાવાદ પોલીસ એક્શન મોડમાં!
તહેવારોમાં શાંતિનું સુરક્ષા કવચ: અમદાવાદ પોલીસ એક્શન મોડમાં!
સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા સમાજને તોડનારા તત્વો સામે થયા લાલઘુમ
સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા સમાજને તોડનારા તત્વો સામે થયા લાલઘુમ
અંબરીશ ડેર માટે પાટીલે જાહેરમંચ પરથી કર્યુ આ સૂચક નિવેદન
અંબરીશ ડેર માટે પાટીલે જાહેરમંચ પરથી કર્યુ આ સૂચક નિવેદન
દુબઈ અને મક્કામાં ફસાયેલા હજારો ગુજરાતીઓએ ઘરવાપસી માટે લગાવી પોકાર
દુબઈ અને મક્કામાં ફસાયેલા હજારો ગુજરાતીઓએ ઘરવાપસી માટે લગાવી પોકાર
મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર
મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
g clip-path="url(#clip0_868_265)">