AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો પ્રભાવિત થયા છે. ખાડી દેશોમાં અશાંતિને લઈને હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. અમદાવાદથી ખાડી દેશમાં જતી 14થી વધુ ફ્લાઈટ રદ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2026 | 11:37 AM
Share

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા લોહિયાળ જંગે હવે માત્ર રણમેદાન જ નહીં, પરંતુ આકાશને પણ લપેટમાં લીધું છે. અમદાવાદથી ખાડી ગલ્ફ દેશની વિમાની સેવા પ્રભાવિત થઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ આવતી 15થી વધુ ફ્લાઇટ થઈ રદ કરવામાં આવી છે. તેમજ અમદાવાદથી ખાડી દેશમાં જતી 14થી વધુ ફ્લાઇટ રદ કરાઈ છે.કુવૈત, દોહા, દુબઇ, બગદાદ, શારજાહ, અબુ ધાબી અને જેદ્દાહ જતી આવતી ફ્લાઇટ અસરગ્રસ્ત છે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવના પગલે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોમાં ભારે અવરજવર જોવા મળી રહી છે,જેના પરિણામે સૌથી વ્યસ્ત ગણાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર તાળાબંધી જેવી સ્થિતિ સર્જાઈ. કતાર, કુવૈત, બહેરીન અને UAE પર મિસાઈલો છોડતા તાત્કાલિક અસરથી તેમના એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. એશિયા અને યુરોપ વચ્ચેનો હવાઈ સંપર્ક તૂટી ગયો છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર અનેક મુસાફરો ફ્લાઇટ અંગે અપડેટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, એરસ્પેસ બંધ હોવાને કારણે આ સમસ્યા સર્જાય છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ

તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે ઈરાન પર અટેક શરુ કર્યો છે. આ અટેકમાં સુપ્રીમ લીડર અલી ખામેનીને નિશાને બનાવવામાં આવ્યા હતા. તેનું મૃત્યું થયુ છે.જેનો જવાબ આપતા ઈાને પણ ઈઝરાયલ પર મિસાઈલનો વરસાદ કર્યો હતો. તો બીજી બાજુ મિડિલ ઈર્સ્ટમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ લડી રહેલા ઇરાન સામે ઘણા ગલ્ફ અને યુરોપિયન દેશો પણ એક થયા છે. તેમાંથી બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ સંયુક્ત નિવેદન જાહેર કરીને ઇરાન સામે યુદ્ધની ઘોષણા કરી છે.આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઈરાન હવે આ યુદ્ધમાં એકલું પડી ગયું છે.

ઈરાન પશ્ચિમ એશિયાનો મુખ્ય દેશ છે. 1935 સુધી તેને પર્શિયા કહેવામાં આવતું હતું. ઈરાન પૂર્વમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઘેરાયેલો છે. અહી ક્લિક કરો

Follow Us
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
પ્રચાર માટે આવેલા ઉમેદવારોને લોકોએ લીધા ઉધડા
પ્રચાર માટે આવેલા ઉમેદવારોને લોકોએ લીધા ઉધડા
ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
g clip-path="url(#clip0_868_265)">