AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! કુવૈતમાં અમેરિકાના ‘2 જેટ’ તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, 2000થી વધુ સૈન્ય ઠેકાણાઓ ધ્વસ્ત

મિડલ ઈસ્ટમાં આજે ત્રીજા દિવસે પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથે મળીને ઈરાનમાં તબાહી મચાવી રહ્યા છે. એવામાં કુવૈતમાં અમેરિકાનું ઘાતક F-15 ફાઈટર જેટ ક્રેશ થયું છે.

Breaking News: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! કુવૈતમાં અમેરિકાના '2 જેટ' તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, 2000થી વધુ સૈન્ય ઠેકાણાઓ ધ્વસ્ત
| Updated on: Mar 02, 2026 | 2:05 PM
Share

અમેરિકા અને ઈઝરાયેલ સાથે મળીને ઈરાનમાં તબાહી મચાવી રહ્યા છે. એવામાં ‘ઇરાન’ ઇઝરાયલ અને બીજા દેશોમાં સ્થિત અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. આ દરમિયાન માહિતી સામે આવી છે કે, કુવૈતમાં અમેરિકાનું ઘાતક F-15 ફાઈટર જેટ ક્રેશ થયું છે.

મિડલ ઈસ્ટમાં આજે ત્રીજા દિવસે પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ અને અમેરિકા ઈરાન પર જોરદાર બોમ્બમારો કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન ઈઝરાયેલ સહિત ઘણા દેશોમાં આવેલા અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે.

આ જંગની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, કુવૈતમાં અમેરિકાનું એક F-15 ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ વિમાન ક્રેશ થવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જણાવી દઈએ કે, F-15 ફાઈટર જેટ વિશ્વના સૌથી ઘાતક અને આધુનિક વિમાનોમાંનું એક માનવામાં આવે છે.

F-15 ફાઈટર જેટ ક્રેશ થયું

ઈરાન સાથે જોડાયેલા ઘણા હેન્ડલ્સ (સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ થયું છે અને તેને તોડી પાડવામાં આવ્યું છે. આ સામે આવેલા વીડિયોમાં વિમાનમાં હવામાં જ આગ લાગતી જોવા મળી રહી છે. વધુમાં ઇરાને બીજું એક જેટ પણ તોડી પાડી નાખ્યું હતું.

આ સાથે જ વિમાન હવામાં લાંબા સમય સુધી ગોળ-ગોળ ફરતા નીચે પડી જાય છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, વિમાનનો પાયલોટ સુરક્ષિત છે. જો કે, હજુ સુધી આ સમાચારની પુષ્ટિ ન તો અમેરિકી સેનાએ કરી છે અને ન તો કુવૈતની સેનાએ કરી છે. હાલ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ઈરાનમાં સૈન્ય ઠેકાણાઓ પર હુમલા ચાલુ

ઈરાનમાં સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકાના હુમલા સતત ચાલુ છે. અમેરિકી સેના દ્વારા હુમલાના વીડિયો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં ઈરાનના સૈન્ય મથકોને મિસાઈલ અને બોમ્બથી ઉડાવી દેતા જોઈ શકાય છે. અમેરિકા અને ઈઝરાયેલે છેલ્લા બે દિવસમાં ઈરાનની અંદર 2,000 થી વધુ ટાર્ગેટ પર હુમલા કર્યા છે.

આ હુમલાઓમાં ખામેનેઈના કમ્પાઉન્ડ ઉપરાંત મિસાઈલ સ્ટોર, એર ડિફેન્સ સિસ્ટમ, નેવી પ્રોપર્ટીઝ અને મહત્વપૂર્ણ સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા અત્યારે પણ ચાલુ છે અને તે ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ છે.

ઈઝરાયેલની બહાર અમેરિકી બેઝને નિશાન બનાવ્યા

એક તરફ જ્યાં ઈરાને જેરુસલેમ, તેલ અવીવ અને કિરયાત ઓનોમાં હુમલા કર્યા, તો ઈઝરાયેલે પણ તેહરાનમાં ગઈકાલે રાત્રે જબરદસ્ત બોમ્બમારો કર્યો હતો. તેહરાનમાં ઈરાનની સ્ટેટ ટીવીની ઓફિસ પર પણ હુમલા થયા હતા. બીજી તરફ, ઈરાને પણ ઈઝરાયેલની બહાર અમેરિકી બેઝને નિશાન બનાવ્યા છે. ઈરાને બહેરીન અને ઈરાકમાં અમેરિકી બેઝ પર હુમલા કર્યા છે, જેમાં મોટા નુકસાનના અહેવાલ છે.

યુદ્ધની સ્થિતિમાં તેલનું સપ્લાય અટકી જાય તો… કયા દેશ પાસે કેટલા દિવસ સુધી ચાલે તેટલો તેલ સંગ્રહ છે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">