ICC એ પાકિસ્તાન મૂળના બે ક્રિકેટરો પર 8 વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો, ભારતીય સટ્ટોડીયાના સંપર્કમાં હતા

T20 વિશ્વકપની ક્વોલીફાઈ મેચ ફિક્સીંગ કરવા માટે નો પ્રયાસ બંને ક્રિકેટરોએ કર્યો હતો. પાકિસ્તાન મૂળના ક્રિકેટરો ભારતીય સટ્ટોડીયાના સંપર્કમાં આવ્યા હતા.

ICC એ પાકિસ્તાન મૂળના બે ક્રિકેટરો પર 8 વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો, ભારતીય સટ્ટોડીયાના સંપર્કમાં હતા
International Cricket Council
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 11:41 AM

UAE માં એક તરફ T20 વિશ્વકપ (World Cup) ના આયોજન સ્થળ તરીકે પસંદ કર્યાનો આનંદ વર્તાઇ રહ્યો છે. ત્યાં જ UAE ક્રિકેટના 2 ખેલાડીઓ પરર, ICC એ મેચ ફિક્સીંગની કોશિષ બદલ 8 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. UAEમાં વિશ્વકપને લઇને ઉત્સાહનો માહોલ વર્તાઇ રહ્યો છે. ત્યારે યુએઅઇ ક્રિકેટ માટે શરમજનક ઘટના સામે આવી છે. આ પહેલા પણ UAEના પૂર્વ કેપ્ટન સહિત બે ક્રિકેટરોને મેચ ફિક્સીંગના આરોપો હેઠળ આઇસીસી એ પ્રતિબંધ લગાવ્યો હતો.

હવે ફરી એકવાર ICC એ UAEના ક્રિકેટરો પર પ્રતિબંધનો કોરડો વિંઝ્યો છે. UAEના બંને ક્રિકેટરો આમીર હયાત (Amir Hayat), અને અશ્ફાક અહમદ (Ashfaq Ahmed) દોષીત જણાઇ આવ્યા હતા. આઇસીસી ટી20 વિશ્વકપ ક્વોલીફાઈ મેચ ફિક્સીંગના પ્રયાસ કરવાની કોશીષમાં સામેલ હોવાનુ જણાઇ આવ્યુ હતુ. જેને લઇ બંને ક્રિકેટરો પર 8 વર્ષનો પ્રતિબંધ લગાવવામા આવ્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વર્ષ 2019 ના દરમ્યાન રમાયેલ T20 વિશ્વકપમાં બંને ક્રિકેટરોએ, ભારતીય સટ્ટોડીયા સાથે મળીને ફિક્સીંગનો પ્રયાસ કર્યો હતો. જે ફિક્સીંગ કરવાનો પ્રયાસ ક્વોલીફાયર મેચો ને લઇને કરવામાં આવ્યો હતો. એમ આઇસીસી દ્વારા જાણકારી આપવામાં આવી છે. બંને દોષીત ક્રિકેટરોની સજાને 13 સપ્ટેમ્બર 2020 થી લાગુ કરાવમાં આવી છે. આમ હજુ સાત વર્ષ બંને એ ક્રિકેટ થી પ્રતિબંધીત રહેવુ પડશે.

મોંઘી ભેટનો કર્યો હતો સ્વિકાર

બંને ક્રિકેટરો 5 જેટલા આરોપોમાં દોષીત જણાઇ આવ્યા હતા. જેમાં આમીર ઝડપી બોલર છે, જ્યારે અશ્ફાક બેટ્સમેન છે. આઇસીસી મુજબ તેઓ, ભ્રષ્ટાચાર સંબંધીત સંપર્ક કરવાનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અયોગ્ય પ્રકારે મેચના પરીણામને પ્રભાવિત કરવા, 750 અમેરીકન ડોલર થી વધુની ભેટ સ્વિકાર કરવા જેવા કારણોમાં દોષીત ઠર્યા છે. આઇસીસી એ ભારતીય સટ્ટોડીયાને આરોપ પત્રમાં મિસ્ટર વાય તરીકે ઓળખાવ્યો છે.

બંને ક્રિકેટર મૂળ પાકિસ્તાની

આઇસીસીએ ક્રિકેટમાંથી ભ્રષ્ટાચાર દુર કરવાને લઇને પોતાના અભિયાનને વધુ તેજ બનાવી દીધુ છે. અનેક ખેલાડીઓ અને પૂર્વ ખેલાડીઓ શંકાસ્પદ ભૂમીકામાં જણાતા, તપાસ બાદ સજા ભોગવી ચુક્યા છે. હયાત અને અશ્ફાક બંને મૂળ પાકિસ્તાની છે અને તેઓ UAE વતી ક્રિકેટ રમતા હતા. આઇસીસી એ તેમના નિર્ણય દરમ્યાન ઉલ્લેખ કર્યો છે કે, હયાત ચાર અને અશ્ફાકે ત્રણ ભ્રષ્ટાચાર વિરોધી શૈક્ષીક સત્રમાં ભાગ લીધો હતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">