AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે ! લાલ બોલથી પ્રેક્ટિસ કરવાનું શું છે રહસ્ય ?

હાર્દિક પંડ્યાએ 2018માં ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી હાર્દિક વિવિધ ફિટનેસ સમસ્યાઓના કારણે આ ફોર્મેટમાં પરત ફરી શક્યો નથી. આ સ્ટાર ઓલરાઉન્ડરે ટીમ ઈન્ડિયા માટે 11 ટેસ્ટમાં 500થી વધુ રન અને 17 વિકેટ ઝડપી છે. હવે લાલ બોલ સાથે પ્રેક્ટિસ કરી રહેલા હાર્દિકનો વીડિયો અને ફોટો વાયરલ થતા લાંબા ફોર્મેટમાં તેની વાપસીને લઈ ચર્ચા શરૂ થઈ છે.

હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે ! લાલ બોલથી પ્રેક્ટિસ કરવાનું શું છે રહસ્ય ?
Hardik PandyaImage Credit source: Instagram/Hardik Pandya
Follow Us:
| Updated on: Sep 28, 2024 | 6:29 PM

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા 2 મહિનાથી ક્રિકેટમાંથી બ્રેક પર છે. હાર્દિક થોડા દિવસોમાં બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં રમતા જોવા મળશે, જેના માટે તે પોતાને ફિટ રાખવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે અને પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. તેની પ્રેક્ટિસના આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેણે અચાનક તેના ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની અટકળોને જન્મ આપ્યો હતો. શું હાર્દિક 6 વર્ષ પછી ખરેખર ટેસ્ટ ક્રિકેટ રમશે? હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે આ અંગે ખુલાસો કર્યો છે.

હાર્દિકે લાલ બોલથી પ્રેક્ટિસ કરી

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યાએ ઓગસ્ટમાં શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેની વાપસીની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન હાર્દિક વડોદરામાં સતત પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. તેની પ્રેક્ટિસના વીડિયો અને ફોટામાં જે વસ્તુએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે લાલ બોલનો ઉપયોગ હતો. હાર્દિકે અનેક પ્રેક્ટિસ સેશનમાં લાલ બોલથી બોલિંગ કરી અને તેની સાથે બેટિંગ પણ કરી.

પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ
તમારી આ 5 ભૂલો તમારા ચશ્માને પહોંચાડી શકે છે નુકસાન, આજે જ સુધારી લો

ટેસ્ટ ક્રિકેટમાં વાપસી થશે?

લાલ બોલ સાથે પ્રેક્ટિસ કરી રહેલા હાર્દિકનો વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું હાર્દિક ફરીથી લાંબા ફોર્મેટની ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે? શું તે રણજી ટ્રોફીમાં રમીને ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો દાવો કરવા જઈ રહ્યો છે? આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે સત્ય જણાવ્યું છે. જિયો સિનેમાના એક કાર્યક્રમમાં વાત કરતી વખતે પાર્થિવે સ્પષ્ટ કર્યું હતું કે હાર્દિક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પરત ફરી રહ્યો નથી. પાર્થિવે એ પણ જણાવ્યું કે હાર્દિકે લાલ બોલથી પ્રેક્ટિસ કરી કારણ કે તે સમયે મર્યાદિત સફેદ બોલ ઉપલબ્ધ હતા.

6 વર્ષથી લાંબા ફોર્મેટમાં રમ્યો નથી

મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યા સાથે રમી ચૂકેલા પાર્થિવનું પણ માનવું છે કે હાર્દિકનું શરીર 4-દિવસીય કે 5 દિવસીય ક્રિકેટ માટે તૈયાર જણાતું નથી. હાર્દિકે 2018થી ટીમ ઈન્ડિયા માટે કોઈ ટેસ્ટ મેચ રમી નથી. તે વર્ષે ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ચોથી ટેસ્ટ પછી તે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે આ ફોર્મેટમાં પાછો ફર્યો નથી. તેણે ડિસેમ્બર 2018માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની છેલ્લી મેચ પણ રમી હતી. પંડ્યાએ ભારત માટે 11 ટેસ્ટ મેચમાં 31ની એવરેજથી 532 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 4 અડધી સદી સામેલ છે, તેના ખાતામાં 17 વિકેટ પણ છે.

આ પણ વાંચો: IPLમાં 156.7 km/hની ઝડપે બોલ ફેંકી ધમાલ મચાવનાર બોલર આ ટીમ સામે કરશે ડેબ્યૂ !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">