IPLમાં 156.7 km/hની ઝડપે બોલ ફેંકી ધમાલ મચાવનાર બોલર આ ટીમ સામે કરશે ડેબ્યૂ !

મયંક યાદવે IPL 2024માં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પ્રથમ સિઝનમાં પોતાની સ્પીડથી સનસનાટી મચાવનાર આ બોલર થોડી જ મેચો બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

IPLમાં 156.7 km/hની ઝડપે બોલ ફેંકી ધમાલ મચાવનાર બોલર આ ટીમ સામે કરશે ડેબ્યૂ !
Mayank YadavImage Credit source: PTI
Follow Us:
| Updated on: Sep 28, 2024 | 5:47 PM

મયંક યાદવે IPL 2024માં પોતાની સ્પીડથી સનસનાટી મચાવી દીધી હતી. ત્યારથી પ્રશંસકો અને ક્રિકેટ નિષ્ણાતોએ તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવાની માંગ શરૂ કરી દીધી હતી. પરંતુ તે પોતાની ડેબ્યૂ સિઝનની જ ચોથી મેચમાં ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. જો કે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર મયંકને છેલ્લા એક મહિનાથી કોઈ સમસ્યા નથી. હવે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર તેને ઈન્ટરનેશનલ મેચમાં મેદાનમાં ઉતારવાનું વિચારી રહ્યા છે. તેથી તેને બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી પહેલા નેશનલ ક્રિકેટ એકેડમી કેમ્પમાં સામેલ કરવામાં આવ્યો છે. તે એનસીએમાં રિયાન પરાગ, હાર્દિક પંડ્યા અને અભિષેક શર્મા સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે.

મયંક યાદવ સંપૂર્ણ ફિટ જાહેર

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ મયંક યાદવ પર સતત નજર રાખી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ મયંક યાદવ છેલ્લા એક મહિનાથી સતત બોલિંગ કરી રહ્યો છે. તેણે કોઈપણ પ્રકારની પીડાની ફરિયાદ કરી નથી. હાલમાં તે દરરોજ ત્રણ સ્પેલમાં 20 ઓવર ફેંકી રહ્યો છે. હવે પસંદગીકારો એ જોવા માંગે છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે કેટલો ફિટ છે.

ટીમ ઈન્ડિયાનો ભાવિ સ્ટાર બોલર

પસંદગી સમિતિ તેને ટીમ ઈન્ડિયાનો ભાવિ બોલર માની રહી છે. આવી સ્થિતિમાં મયંક યાદવ બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં ડેબ્યૂ કરી શકે છે. એટલું જ નહીં મયંક યાદવ ન્યુઝીલેન્ડ સિરીઝ દરમિયાન ભારતીય ટીમ સાથે પ્રવાસ કરી શકે છે. BCCIના સૂત્રોનું કહેવું છે કે તેના માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં તેને માત્ર T20 મેચ માટે જ લીલી ઝંડી આપવામાં આવી છે. તે અત્યારે રણજી ટ્રોફીમાં ભાગ લઈ શકશે નહીં.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

બાંગ્લાદેશ સામે T20 શ્રેણી પહેલા થયો ફિટ

ભારતીય ટીમે આગામી કેટલાક મહિનામાં ઘણી ટેસ્ટ મેચો પણ રમવાની છે. તેથી જ પસંદગીકારો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને આરામ આપવા માંગે છે અને મયંક યાદવની સાથે હાર્દિક પંડ્યા અને અભિષેક શર્મા પણ બેંગલુરુના NCA કેમ્પમાં હાજર છે. તેણે છેલ્લા 2 મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ભાગ લીધો નથી. તેથી જ બંને ખેલાડીઓ બાંગ્લાદેશની T20 શ્રેણી પહેલા ખૂબ પરસેવો પાડી રહ્યા છે.

156.7 km/hની ઝડપે બોલ ફેંક્યો

મયંક યાદવે IPL 2024 માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે શરૂઆતની મેચોમાં જ 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને IPLના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. મયંક IPLમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર ચોથો બોલર બન્યો છે. હાલમાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને માર્ક વુડની ગણતરી વિશ્વના સૌથી ઝડપી બોલરોમાં થાય છે. અત્યાર સુધીમાં આર્ચર 153.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી ચૂક્યો છે અને વુડે 156.6ની ઝડપે બોલ ફેંક્યો છે.

આ પણ વાંચો: 8 વર્ષની ઉંમરે યુવરાજ સિંહને આઉટ કર્યો, સચિન તેંડુલકરના 2 મોટા રેકોર્ડ તોડ્યા, જાણો કોણ છે મુશીર ખાન?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">