GT vs RR IPL 2023 Highlights : હેટમાયરની ચોથી આઈપીએલ ફિફટી, હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતની કારમી હાર
Gujarat Titans vs Rajasthan Royals IPL 2023 Highlights in Gujarati : હેટમાયર અને સંજૂ સૈમસેને ધમાકેદાર બેટિંગથી રાજસ્થાનની આ મેચમાં વાપસી કરાવી હતી. 19.2 ઓવરમાં રાજસ્થાનની ટીમે 7 વિકેટના નુકશાન સાથે આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
આજે ફરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ટોસ હારીને ગુજરાત ટાઈટન્સની ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. 20 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 177 રન રહ્યો હતો. 178 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમની શરુઆત ખરાબ રહી હતી. હેટમાયર અને સંજૂ સૈમસેને ધમાકેદાર બેટિંગથી રાજસ્થાનની આ મેચમાં વાપસી કરાવી હતી. 19.2 ઓવરમાં રાજસ્થાનની ટીમે 7 વિકેટના નુકશાન સાથે આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ 4 રન, શુભમન ગિલે 45 રન, સાઇ સુધરસને 20 રન, હાર્દિક પંડ્યાએ 28 રન, અભિનવ મનોહરે 27 રન, ડેવિડ મિલરે 46 રન, રાહુલ તેવટિયાએ 1 રન અને રાશિદ ખાને 1 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા.
બીજી ઈનિંગમાં મોહમ્મદ શામીએ 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે 1 મેડન ઓવર પણ નાંખી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિંક પંડયા અને નૂર અહેમદે 1-1 વિકેટ લીધી હતી.
રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ચહલ, ઝામ્પા અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી હતી. સંદીપ શર્માએ 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં રાજસ્થાન તરફથી જોસ બટલરે 0 રન, યશસ્વી જયસ્વાલે 1 રન, સંજુ સેમસને 60 રન, રિયાન પરાગે 5 રન, પડિકલે 26 રન, શિમરોન હેટમાયરે 56 રન, ધ્રુવ જુરેલે 18 રન અને રવિચંદ્રન અશ્વિને 10 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 15 સિક્સર અને 10 ચોગ્ગા જોવા મળ્યા હતા.
LIVE NEWS & UPDATES
-
GT vs RR IPL 2023 Live Score : હેટમાયરની ચોથી આઈપીએલ ફિફટી
હેટમાયરની ચોથી આઈપીએલ ફિફટી સાથે જ રાજસ્થાનની 3 વિકેટથી જીત
-
GT vs RR IPL 2023 Live Score : 19 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 171/7
શમીની ઓવરમાં ધ્રુવ 18 રન બનાવી આઉટ થયો. અશ્વિન પણ 10 રન બનાવી આ ઓવરમાં આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં જીત માટે 7 રનની જરુર.
-
-
GT vs RR IPL 2023 Live Score : 18 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 155/5
રાજસ્થાન રોયલ્સ તરફથી હેટમાયર 48 રન અને ધ્રુવ 12 રન સાથે રમી રહ્યાં છે. 18 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 155/5. જીત માટે 12 બોલમાં 23 રનની જરુર.
-
GT vs RR IPL 2023 Live Score : 16 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 134/5
રાજસ્થાન રોયલ્સ તરફથી હેટમાયર 35 રન અને ધ્રુવ 5 રન સાથે રમી રહ્યાં છે.16 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 134/5. જોસેફની ઓવરમાં 3 સિકસર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. જીત માટે 24 બોલમાં 44 રનની જરુર.
-
GT vs RR IPL 2023 Live Score : સંજૂ 60 રન બનાવી આઉટ થયો
સંજૂ 60 રન બનાવી આઉટ થયો, ગુજરાત તરફથી ડેબ્યૂ કરનાર નૂર અહમદે પોતાની પ્રથમ વિકેટ લીધી. 15 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 114/5
-
-
GT vs RR IPL 2023 Live Score : 14 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 100/4
રાજસ્થાન રોયલ્સ તરફથી હેટમાયર 18 રન અને સંજૂ 49 રન સાથે રમી રહ્યાં છે.14 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 100/4. આ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો.
-
GT vs RR IPL 2023 Live Score : 13 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 86/4
રાજસ્થાન રોયલ્સ તરફથી હેટમાયર 4 રન અને સંજૂ 48 રન સાથે રમી રહ્યાં છે.13 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 86/4. રાશિદ ખાનની આ ઓવરમાં સંજૂએ સિક્સરની હેટ્રિક મારી.
-
GT vs RR IPL 2023 Live Score : રાશિદ ખાનની બીજી વિકેટ
રાશિદ ખાનની ઓવરમાં રિયાન પરાગ 5 રન બનાવી કેચ આઉટ થયો છે. 10.3 ઓવરમાં રાજસ્થાનનો સ્કોર 55/4
-
GT vs RR IPL 2023 Live Score : 10 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 53/3
રાજસ્થાન રોયલ્સ તરફથી રિયાન પરાગ 4 રન અને કેપ્ટન સંજૂ 20 રન સાથે રમી રહ્યાં છે. 10 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 52/3. રાજસ્થાનને જીત માટે 60 બોલમાં 125 રનની જરુર
-
GT vs RR IPL 2023 Live Score : રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી
રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી, રાશિદ ખાનની ઓવરમાં પડિકલ 26 રન પર કેચ આઉટ થયો. મોહિત શર્માએ કેચ પકડીને ગુજરાતને આ સફળતા અપાવી. 9 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 50/3
-
GT vs RR IPL 2023 Live Score : 8 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 46/2
રાજસ્થાન રોયલ્સ તરફથી પડિક્કલ 26 રન અને સંજૂ 17 રન સાથે રમી રહ્યાં છે.8 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 46/2. કેપ્ટન હાર્દિક પંડયાએ 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી.
-
GT vs RR IPL 2023 Live Score : 6 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 26/2
રાજસ્થાન રોયલ્સ તરફથી પડિક્કલ 19 રન અને સંજૂ 4 રન સાથે રમી રહ્યાં છે. 6 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 26/2
-
GT vs RR IPL 2023 Live Score : 5 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 20/2
રાજસ્થાન રોયલ્સ તરફથી પડિક્કલ 13 રન અને સંજૂ 4 રન સાથે રમી રહ્યાં છે.5 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 20/2. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. આ ઓવરમાં શુભમન ગિલે વિકેટની પાછળથી એક કેચ છોડયો હતો.
-
GT vs RR IPL 2023 Live Score : રાજસ્થાનના ઓપનર્સ પવેલિયનમાં પહોંચ્યા
શામીની ઓવરમાં જોસ બટલર 0 રન બનાવી આઉટ થયો છે. 3 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 4/2. જીત માટે રાજસ્થાનને વધુ 174 રનની જરુર
-
GT vs RR IPL 2023 Live Score : કેપ્ટન પંડયાની ઓવરમાં પ્રથમ વિકેટ પડી
કેપ્ટન હાર્દિક પંડયાની ઓવરમાં યશસ્વી જયસ્વાલ 1 રન બનાવી આઉટ થયો. 2 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 3/1
-
GT vs RR IPL 2023 Live Score : રાજસ્થાન રોયલ્સની બેટિંગ શરુ
રાજસ્થાન તરફથી ઓપનર જોસ બટલર 0 રન અને યશસ્વી જયસ્વાલ 1 રન સાથે રમી રહ્યાં છે. 1 ઓવરમાં બાદ રાજસ્થાનનો સ્કોર 1/0. ગુજરાત ટાઈટન્સે 178 રનનો ટાર્ગેટ આપ્યો છે.
-
GT vs RR IPL 2023 Live Score : 20 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 177/7
20 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 177/7. અંતિમ ઓવરમાં ડેવિડ મિલર અને રાશિદ ખાન આઉટ થયા હતા. રાજસ્થાન રોલયલ્સને 178 રનનો ટાર્ગેટ મળ્યો છે.
-
GT vs RR IPL 2023 Live Score : 19 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 166/4
ગુજરાત તરફથી ડેવિડ મિલર 38 રન રમી રહ્યાં છે. અભિનવ મનોહર 27 રન બનાવી આઉટ થયો છે. 19 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 166/4. આ ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો.
-
GT vs RR IPL 2023 Live Score : 18 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 154/4
ગુજરાત તરફથી ડેવિડ મિલર 33 રન અને અભિનવ મનોહર 21 રન સાથે રમી રહ્યાં છે.18 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 154/4. આ ઓવરમાં બે સિક્સર જોવા મળી હતી. આ ઓવરમાં ગુજરાતને 17 રન મળ્યા.
-
GT vs RR IPL 2023 Live Score : 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 137/4
ગુજરાત તરફથી ડેવિડ મિલર 32 રન અને અભિનવ 4 રન સાથે રમી રહ્યાં છે. ચહલની અંતિમ ઓવરની અંતિમ બોલ પર એક સિકસર મિલરની બેટથી જોવા મળી. 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 137/4
-
GT vs RR IPL 2023 Live Score : શુભમન ગિલ આઉટ
સંદીપ શર્માની ઓવરમાં શુુભમન ગિલ 45 રન બનાવી આઉટ થયો છે. 51.2 ઓવરમાં ગુજરાત ટાઈટન્સનો સ્કોર 121/4
-
GT vs RR IPL 2023 Live Score : 14 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 107/3
ગુજરાત તરફથી ડેવિડ મિલર 10 રન અને શુભમન ગિલ 41 રન સાથે રમી રહ્યાં છે. 14 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 107/3
-
GT vs RR IPL 2023 Live Score : કેપ્ટન હાર્દિક પંડયા આઉટ
ચહલની ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડયા 28 રન બનાવી આઉટ થયો. હાર્દિક પંડયા 11 ઈનિંગમાં સામસામે આવ્યા છે. જેમાંથી હાર્દિક ત્રીજીવાર ચહલ સામે આઉટ થયો છે. 11 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 94/4
-
GT vs RR IPL 2023 Live Score : 10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 88/2
ગુજરાત તરફથી હાર્દિક પંડયા 27 અને શુભમન ગિલ 35 રન સાથે રમી રહ્યાં છે.10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 88/2. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. હાર્દિક પંડયાએ આઈપીએલમાં 2000 રન પૂરા કર્યા છે.
-
GT vs RR IPL 2023 Live Score : 8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 72/2
ગુજરાત તરફથી હાર્દિક પંડયા 19 અને શુભમન ગિલ 27 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી.8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 72/2
-
GT vs RR IPL 2023 Live Score : 7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 55/2
ગુજરાત તરફથી હાર્દિક પંડયા 12 અને શુભમન ગિલ 15 રન સાથે રમી રહ્યાં છે.7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 55/2. જામ્પાની ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો.
-
GT vs RR IPL 2023 Live Score : 4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 27/1
ગુજરાત તરફથી સાઈ સુદર્શન 16 રન અને શુભમન ગિલ 5 રન સાથે રમી રહ્યાં છે. 4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 27/1
-
GT vs RR IPL 2023 Live Score : 2 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 12/1
2 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 12/1, આ ઓવરમાં મેચનો પ્રથમ ચોગ્ગો જોવા મળ્યો. શુભમન ગિલ અને સાઈ સુદર્શન હાલમાં ક્રિઝ પર છે.
-
GT vs RR IPL 2023 Live Score : ગુજરાતની પ્રથમ વિકેટ પડી
ગુજરાતની પ્રથમ વિકેટ પડી, સાહા 4 રન બનાવી કેચ આઉટ થયો હતો. 1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 6/1
-
GT vs RR IPL 2023 Live Score : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુધરસન, હાર્દિક પંડ્યા(કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા
રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
-
GT vs RR IPL 2023 Live Score : રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો
🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to field first against @gujarat_titans.
Follow the match ▶️ https://t.co/nvoo5Sl96y #TATAIPL | #GTvRR pic.twitter.com/k3sDSxuLsE
— IndianPremierLeague (@IPL) April 16, 2023
રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જતી બોલિંગ પસંદ કરી, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
-
GT vs RR IPL 2023 Live Score : આજે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટક્કર
આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થવાની છે. સંજુ સેમસન પોતાની ટીમ સાથે હાર્દિક પંડ્યાના ગઢમાં પહોંચી ગયો છે. આઈપીએલમાં બંને ટીમ વિજય રથ પર સવાર છે. છેલ્લી મેચમાં ગુજરાતે પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી. અને રાજસ્થાનની ટીમે 15 વર્ષ પછી ચેન્નાઈમાં ધોનીની ટીમને હરાવ્યું હતુ.