GG vs RCB Live Score, WPL 2023 Highlights: ગુજરાત જાયન્ટ્સની 11 રનથી જીત, બેંગ્લોરે ટૂર્નામેન્ટમાં ત્રીજી મેચ ગુમાવી
Gujarat Giants vs Royal Challengers Bangalore Live Score in Gujarati Highlights: ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને ટીમો જીતનુ ખાતુ ખોલાવવા દમ લગાવશે.

બ્રેબોન સ્ટેડિયમમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને ટીમો ટકરાઈ રહી છે. બંને ટીમો પોત પોતાની 2-2 મેચો અત્યાર સુધી રમી ચુકી છે, જેમાં બંનેએ એક પણ વાર જીત મેળવી નથી. હવે આજે બંનેમાંથી કઈ ટીમ પોતાનુ જીતનુ ખાતુ ખોલાવવામાં સફળ થાય છે એ જોવાનુ રોમાંચક રહેશે.
GG vs RCB Playing Xi
ગુજરાત જાયન્ટ્સઃ એસ. મેઘના, સોફિયા ડંકલે, હરલીન દેઓલ, અન્નાબેલ સધરલેન્ડ, સુષ્મા વર્મા (વિકેટકીપર), એશ્લે ગાર્ડનર, ડી હેમલથા, સ્નેહ રાણા (કેપ્ટન), કિમ ગાર્થ, માનસી જોશી, તનુજા કંવર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (વિકેટકીપર), પૂનમ ખેમનાર, કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, મેગન શુટ, રેણુકા ઠાકુર સિંહ, પ્રીતિ બોઝ
LIVE Cricket Score & Updates
-
RCB vs GG Live Score: પૂનમ ખેમનાર આઉટ
અંતિમ બોલના પ્રથમ બોલ પર જ પૂનમ ખેમનારની વિકેટ ઝડપી છે.
-
RCB vs GG Live Score: નાઈટે છગ્ગો જમાવ્યો
19મી ઓવરના અંતિમ બોલ પર નાઈટે છગ્ગો નોંધાવ્યો હતો. આમ હવે 24 રન અંતિમ બોલમાં જીત માટે બેંગ્લોરને જરુરી છે.
-
-
RCB vs GG Live Score: કનિકા આઉટ
શોટ બોલ એશ્લે ગાર્ડનરે ડિલિવર કર્યો હતો. જે જાળમાં કનિકા આહુજા ફસાઈ ગઈ હતી અને બહાર નિકળીને રમવા જતા તે સ્ટંપીગ આઉટ થઈ હતી.
-
RCB vs GG Live Score: નાઈટની ત્રણ બાઉન્ડરી
17મી ઓવરના ચોથા, પાંચમાં અને અંતિમ બોલ પર ત્રણ ચોગ્ગા હેથર નાઈટે જમાવ્યા હતા. ઓવરમાં એક છગ્ગો મળીને 23 રન બેંગ્લોરને મળ્યા હતા.
-
RCB vs GG Live Score: ડિવાઈન આઉટ, મોટી રાહત
ડિવાઈન અંતે સધરલેન્ડનો શિકાર થઈ છે. આગળના બોલ પર તેણે છગ્ગો જમાવ્યો હતો. 66 રન નોંધાવીને પરત ફરી હતી.
-
-
RCB vs GG Live Score: ડિવાઈનની સિક્સ
ડીપ મિડવિકેટ પર શાનદાર છગ્ગો જમાવ્યો હતો. તેણે દમદાર શોટ જમાવ્યો હતો. સધરલેન્ડના બોલ પર આ છગ્ગો જમાવ્યો હતો.
-
RCB vs GG Live Score: નાઈટની બાઉન્ડરી
16મી ઓવરના અંતિમ બંને બોલ પર હેથર નાઈટે ઉપરા ઉપરી બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 10 રન બેંગ્લોરના ખાતામાં આવ્યા હતા. આ ઓવરમાં રિચાની વિકેટ ગુમાવી હતી.
-
RCB vs GG Live Score: રિચા ઘોષ આઉટ, ગાર્ડનરે અપાવી મોટી સફળતા
16મી ઓવર લઈને એશ્લે ગાર્ડનર આવી હતી. ઓવરના પ્રથમ બોલ પર જ રિચા ધોષ ચૂકી હતી અને જેની પર તેણે ક્લીન બોલ્ડ થઈને પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. 10 બોલમાં 10 રન રિચાએ નોંધાવ્યા હતા.
-
RCB vs GG Live Score: ડિવાઈને છગ્ગો જમાવ્યો
15મી ઓવર લઈને તનુજા કંવર આવી હતી. આ ઓવરના પ્રથમ બોલ પર જ સોફી ડિવાઈને છગ્ગો ફટકાર્યો હતો. સ્લોગ સ્વીપ કરીને તેણે મિડ વિકેટ પરથી શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 8 રન બેંગ્લોરને મળ્યા હતા.
-
RCB vs GG Live Score: રિચા ઘોષની 2 બાઉન્ડરી
14મી ઓવર લઈને સ્નેહ રાણા આવી હતી. હાથમાં ઈજાને લઈ બહાર ગયા બાદ સારવાર કરી મેદાનમાં પરત ફરી હતી. તેણે પરત આવીને બોલિંગ સંભાળી હતી. આ દરમિયાન ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર રિચા ઘોષે બાઉન્ડરી જમાવી હતી. ઓવરમાં 11 રન બેંગ્લોરને મળ્યા હતા.
-
RCB vs GG Live Score: ડિવાઈને ચોગ્ગો ફટકાર્યો, અડધી સદી પુરી કરી
13મી ઓવરની શરુઆતે ડિવાઈને ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ત્રીજા બોલ પર ફરી એક બાઉન્ડરી જમાવી હતી. આગળના બોલે એક રન લઈને તેણે 36 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી.
-
RCB vs GG Live Score: પેરીનો શિકાર માનસી જોષીએ કર્યો
ગુજરાતને મોટી સફળતા અપાવી માનસી જોષીએ. 12મીઓવરની શરુઆતે 2 ચોગ્ગા સહ્યા બાદ તેણે પાંચમા બોલ પર પેરીને પોતાની જાળમાં ફસાવી લઈ શિકાર કર્યો હતો. હેમલત્તાએ પેરીનો કેચ ઝડપ્યો હતો. પેરીએ 25 બોલમાં 32 રન નોંધાવ્યા હતા.
-
RCB vs GG Live Score: પેરીએ બેક ટુ બેક બાઉન્ડરી ફટકારી
12મી ઓવર લઈને માનસી જોષી આવી હતી. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર એલિસ પેરીએ બાઉન્ડરી જમાવી દીધી હતી.
-
RCB vs GG Live Score: એલિસ પેરીએ બાઉન્ડરી જમાવી
સ્નેહ રાણા 10મી ઓવર લઈને આવી હતી. ઓવરના ત્રીજા બોલ પર એલિસ પેરીએ ચોગ્ગો ફટકાર્યો હતો. પેરી ફુલટોસ બોલ પર ગેપમાંથી બોલને ફટકાર્યો હતો. ઓવરમાં 8 રન બેંગ્લોરના ખાતામાં આવ્યો હતો.
-
RCB vs GG Live Score: મંધાના આઉટ, ગાર્ડનરે કર્યો શિકાર
એશ્લે ગાર્ડનર ફરી એકવાર બેંગ્લોરની કેપ્ટનની મંધાનાને પોતાનો શિકાર બનાવી છે. ગાર્ડનરના બોલને મંધાના બાઉન્ડરી પાર હવાઈ યાત્રા દ્વારા કરવવા ઈચ્છી રહી હતી. શોટ પણ એમ જ લગાવ્યો પરંતુ મીડઓન પર માનસી જોષીએ તેનો કેચ ઝડપી લીધો હતો.
-
GG vs RCB Live Score: ડિવાઈનની સળંગ 3 બાઉન્ડરી
સધરલેન્ડ પાંચમી ઓવર લઈને આવી હતી. આ ઓવરના પ્રથમ ત્રણેય બોલ પર સોફી ડિવાઈને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં બેંગ્લોરને 14 રન મળ્યા હતા.
-
GG vs RCB Live Score: સ્મૃતીની બાઉન્ડરી
બીજી ઓવર લઇને તનુજા કંવર આવી હતી. ઓવરમાં સ્મૃતિ મંધાનાએ 2 ચોગ્ગા જમાવ્યા હતા. બેંગ્લોરની કેપ્ટને ઓવરના બીજા અને ચોથા બોલ પર આ બાઉન્ડરી મેળવી હતી.
-
GG vs RCB Live Score: બેંગ્લોરની બેટિંગ ઈનીંગ શરુ
સોફી ડિવાઈન અને સ્મૃતિ મંધાના બંને ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા છે. બેંગ્લોરની બેટિંગ ઈનીંગની શરુ થઈ ચુકી છે. ગાર્થ ગુજરાત તરફથી પ્રથમ ઓવર લઈને આવી હતી. પ્રથમ ઓવરમાં ત્રીજા બોલ પર 4 રન લેગબાયના રુપમાં ગુમાવ્યા હતા.
-
GG vs RCB Live Score: ગુજરાતે 202 રનનુ લક્ષ્ય રાખ્યુ
-
GG vs RCB Live Score: હરલીન આઉટ
હરલીન દેઓલ ટીમની ઈનીંગ સમાપ્ત થવાના આરે પહોંચીને વિકેટ ગુમાવી બેઠી હતી. નિરાશ થઈને હરલીન પરત ફરી
-
GG vs RCB Live Score: સ્નેહ રાણા આઉટ
ગુજરાત ટીમનુ સુકાન સંભાળી રહેલી સ્નેહ રાણા માત્ર 2 રન નોંધાવીને પરત ફરી છે. તે રન આઉટ થઈને પરત ફરી હતી.
-
GG vs RCB Live Score: સધરલેન્ડ આઉટ
સધરલેન્ડ સારી બેટિંગ કરી રહી હતી. મોટો શોટ રમવાના પ્રયાસમાં તે વિકેટ ગુમાવી પરત ફરી હતી. તેણે હરલીનને સારો સાથ પૂરાવ્યો હતો.
-
GG vs RCB Live Score: સધરલેન્ડની બાઉન્ડરી
18મી ઓવરમાં સધરલેન્ડે ચોગ્ગો જમાવ્યો હતો. સધરલેન્ડ અને હરલીન દેઓલની રમત ગુજરાતનો સ્કોર 200ને પાર કરાવવાની અપેક્ષા પૂરી કરશે એમ લાગી રહ્યુ છે.
-
GG vs RCB Live Score: સધરલેન્ડની સિક્સ
એલિસ પેરી માટે 17મી ઓવર ખૂબ ખર્ચાળ સાબિત થઈ છે. પહેલા હરલીને સળંગ ત્રણ ચોગ્ગા જમાવ્યા બાદ ઓવરના અંતિમ બોલ છગ્ગો જમાવી દીધો હતો.ઓવરમાં 20 રન આવ્યા હતા.
-
GG vs RCB Live Score: હરલીનના સળંગ ત્રણ ચોગ્ગા
એલિસ પેરી માટે 17મી ઓવર ખરાબ રહી હતી.હરલીન દેઓલ તેનો સામનો કરવા તૈયાર હતી અને તેણે શરુઆતના ત્રણેય બોલ પર ચોગ્ગા જમાવી દીધા હતા. પેરીની લાઈન લેન્થ હરલીનની બેટિંગે બગાડી દીધી હતી.
-
GG vs RCB Live Score: હેમલત્તાએ ગુમાવી વિકેટ
16મી ઓવર લઈને હેથર નાઈટ આવી હતી. જેણે મોટી સફળતા મેળવી હતી. હેમલત્તાને તેણે રેણુકાના હાથમાં કેચ ઝડપાવી હતી. બેંગ્લોર માટે આ મોટી વિકેટ હતી, જે સ્કોર બોર્ડને ઝડપથી આગળ વધારી શકવાની ક્ષમતા ધરાવતી હતી.
-
GG vs RCB Live Score: હેમલત્તાએ છગ્ગો જમાવ્યો
15મી ઓવરમાં હેમલત્તાએ છગ્ગો જમાવ્યો હતો. તેણે મીડ વિકેટ પરથી આ છ રન મેળવ્યા હતા.
-
GG vs RCB Live Score: ગાર્ડનરે ગુમાવી વિકેટ
એશ્લે ગાર્ડનર અને હરલીન દેઓલ સારી જોડી જમાવી રહી હતી. પરંતુ ત્યાં હેથર નાઈટના બોલ પર તે સ્ટંપીંગ વિકેટ ગુમાવી પરત ફરી હતી.
-
GG vs RCB Live Score: હરલીને છગ્ગો જમાવ્યો
12મી ઓવર મેગન શૂટ લઈને આવી હતી. ઓવરના ચોથા બોલ પર હરલીને સ્ક્વેર લેગ પર છગ્ગો જમાવ્યો હતો.આગળનો બોલ ડોટ રહ્યો હતો અને ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
-
GG vs RCB Live Score: હરલીન અને ગાર્ડનરે ચોગ્ગા જમાવ્યા
11મી ઓવર લઈને રેણુકા સિંહ આવી હતી. રેણુકાના ત્રીજા બોલ પર હરલીન દેઓલે કમાલનો શોટ લગાવીને બેકવર્ડ સ્ક્વેર લેગ પર ચાર રન મેળવ્યા હતા. હરલીને ધીમા બોલને સ્લોગ સ્વીપ કરીને બાઉન્ડરી મેળવી હતી. ઓવરના પાંચમાં બોલે એશ્લે ગાર્ડનરે ચોગ્ગો જમાવ્યો હતો. તેણે બેકવર્ડ પોઈન્ટ પર ચાર રન મેળવ્યા હતા.
-
GG vs RCB Live Score: હરલીને બાઉન્ડરી જમાવી
9મી ઓવર લઈને એલિસ પેરી આવી હતી. ઓવરના અંતિમ બોલ પર હરલીન દેઓલે શાનદાર અંદાજમાં બોલને ઉઠાવીને ફટકારતા બાઉન્ડરીને પાર મોકલ્યો હતો.
-
GG vs RCB Live Score: ડંકલી પરત ફરી
શ્રેયંકા પાટિલે છગ્ગો અને ચોગ્ગો સહ્યા બાદ સોફિયા ડંકલીની વિકેટ ઝડપવામાં સફળતા મેળવી છે. પાટિલે 8મી ઓવરના અંતિમ બોલ પર તાકાતપૂર્વક શોટ લગાવ્યો હતો પરંતુ નાઈટના હાથમાં કેચ ઝડપાઈ હતી. ડંકલી 28 બોલમાં 65 રન નોંધાવીને પરત ફરી હતી.
-
GG vs RCB Live Score: ડંકલીએની આક્રમક બેટિંગ જારી
8મી ઓવર લઈને શ્રેયંકા પાટિલ આવી હતી. ઓવરના ચોથા બોલ પર ડંકલીએ શાનદાર છગ્ગો મિડવિકેટ તરફ જમાવ્યો હતો. ત્યારબાદ આગળના ફુલટોસ બોલ પર હળવા હાથે મિડવિકેટ પર ચોગ્ગો જમાવ્યો હતો.
-
GG vs RCB Live Score: ડંકલીના બેટથી વધુ એક ચોગ્ગો
પાવર પ્લેની અંતિમ ઓવર એલિસ પેરી લઈને આવી હતી ઓવરના ત્રીજા બોલ પર ડંકલીએ બેકવર્ડ સ્ક્વેર લેગ પર પુલ કરીને ચાર રન મેળવ્યા હતા. આ બોલ ડંકલીના શરીર નિશાન બનાવીને ડિલિવર કરવામાં આવ્યો હતો.
-
GG vs RCB Live Score: ડંકલીની ફાસ્ટેસ્ટ ફિફટી
ડંકલીએ આક્રમક અંદાજ દર્શાવ્યો છે. માત્ર 18 બોલમાં જ પોતાની ફિફટી પુરી કરી લીધી હતી. પાંચમી ઓવર લઈને પ્રીતી બોઝ આવી હતી. ઓવરના બીજા બોલ પર ડંકલીએ ચોગ્ગો ફટકાર્યા બાદ આગળના બોલ પર લોંગ ઓન પર છગ્ગો જમાવ્યો હતો. ત્યાર બાદ સળંગ ત્રણ ચોગ્ગા નોંધાવ્યા હતા. આમ તેણે પોતાની અડધી સદી આ સાથે પુરી કરી લીધી હતી.
-
GG vs RCB Live Score: ડંકલીએ છગ્ગો ફટકાર્યો
ચોથી ઓવર ગુજરાત માટે સારી રહી હતી. ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 14 રન આવ્યા છે. સોફિયા ડંકલીએ ઓવરના બીજા અને અંતિમ બોલ પર ચોગ્ગા મેળવ્યા હતા. જ્યારે ઓવરના ચોથા બોલ પર છગ્ગો જમાવ્યો હતો. રેણુકા સિંહના બોલ પર આગળ આવીને કવર પરથી છગ્ગો જમાવ્યો હતો.
-
GG vs RCB Live Score: મેઘના આઉટ
ત્રીજી ઓવરના અંતિમ બોલ પર ગુજરાતને મોટો ઝટકો લાગ્યો છે. મેઘનાના બેટની બહારની કિનારેને અડકીને બોલ રિચા ઘોષના હાથમાં જતા તે કેચ આઉટ થઈને પરત ફરી છે. તેણે 11 બોલમાં 8 રન નોંધાવ્યા હતા.
-
GG vs RCB Live Score: ડંકલીની બેક ટુ બેક બાઉન્ડરી
ત્રીજી ઓવરમાં ગુજરાત જાયન્ટસ્સના ખાતામાં ડંકલીએ જબરદસ્ત શોટ વડે રન ઉમેર્યા છે. મેગન શુટને આ વખતે ઓવરના પ્રથમ બોલે જ બાઉન્ડરીથી સ્વાગત કર્યુ હતુ. બીજા બોલ પર પણ બેકવર્ડ પોઈન્ટ પર શાનદાર શોટ વડે ચાર રન મેળવ્યા હતા. ઓવરના ચોથા બોલ પર વધુ એક બાઉન્ડરી મેઘનાના બેટથી આવી હતી.
-
GG vs RCB Live Score: ડંકલી અને મેઘનાએ જમાવી બાઉન્ડરી
બીજી ઓવર લઈને એલિસ પેરી આવી હતી. આ ઓવરમાં ગુજરાતને બે બાઉન્ડરી મળી હતી. ડંકલીએ ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. 8 ડોટ બોલ બાદ ગુજરાતનુ ખાતુ ખુલ્યુ હતુ. ઓવરના અંતિમ બોલ પર મેઘનાએ ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 9 રન આવ્યા હતા.
-
GG vs RCB Live Score: ગુજરાતની બેટિંગ ઈનીંગ શરુ
એસ મેઘના અને સોફિયા ડંકલી ગુજરાત જાયન્ટ્સના ઓપનરના રુપમાં આવ્યા છે.મેઘનાએ પ્રથમ ઓવરના તમામ છ બોલનો સામનો કરીને એક પણ રન લીધો નહોતો. આમ બેંગ્લોરની મેગન શુટ પ્રથમ ઓવર મેડન પસાર કરી શકી હતી.
-
GG vs RCB Live Score: આરસીબી પ્લેઈંગ ઈલેવન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (વિકેટકીપર), પૂનમ ખેમનાર, કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, મેગન શુટ, રેણુકા ઠાકુર સિંહ, પ્રીતિ બોઝ
The Giants have won the toss and we’ll be bowling first.
☝change in our XI: Poonam Khemnar 🔁 Disha Kasat#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 #GGvRCB @KajariaCeramic pic.twitter.com/baXvkOWNtg
— Royal Challengers Bangalore (@RCBTweets) March 8, 2023
-
GG vs RCB Live Score: ગુજરાત જાયન્ટ્સ Playing 11
ગુજરાત જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન
એસ. મેઘના, સોફિયા ડંકલી, હરલીન દેઓલ, અન્નાબેલ સધરલેન્ડ, સુષ્મા વર્મા (વિકેટકીપર), એશ્લે ગાર્ડનર, ડી હેમલથા, સ્નેહ રાણા (કેપ્ટન), કિમ ગાર્થ, માનસી જોશી, તનુજા કંવર
No changes in our XI today. We go again. Let’s do this. 👊#GGvRCB #TATAWPL #BringItOn #GujaratGiants pic.twitter.com/aEtnJkr0FX
— Gujarat Giants (@GujaratGiants) March 8, 2023
-
GG vs RCB Live Score, WPL 2023: ગુજરાતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ પસંદ કરી
ગુજરાત જાયન્ટ્સ ટીમે બેંગ્લોર સામેની આજની મેચમાં ટોસ જીત્યો છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને લક્ષ્ય બચાવવાની રણનિતી અપનાવી છે.
🚨 Toss Update 🚨@GujaratGiants have elected to bat against @RCBTweets.
Follow the match ▶️ https://t.co/QeECVTM7rl #TATAWPL | #GGvRCB pic.twitter.com/yNaZDKYdHT
— Women’s Premier League (WPL) (@wplt20) March 8, 2023
Published On - Mar 08,2023 7:02 PM