વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ચૂકેલી શ્રીલંકન ટીમની ન્યુઝીલેન્ડ સામે હાર સાથે જ પાકિસ્તાનનું પણ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવવું લગભગ નિશ્ચિત થઈ ગયું છે. પાકિસ્તાનને મદદ કરવી તો દૂર, શ્રીલંકા પોતાની પણ મદદ ન કરી શક્યું અને ન્યુઝીલેન્ડ સામે હારીને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુરુવારે 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટક્કર થઈ હતી. શ્રીલંકા પહેલાથી જ સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું પરંતુ ન્યુઝીલેન્ડ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. જ્યારે પાકિસ્તાનને આશા હતી કે શ્રીલંકા કોઈક રીતે ન્યુઝીલેન્ડને હરાવી દેશે અને પછી તે પોતાની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરશે. આવું ન થયું અને શ્રીલંકાએ સરળતાથી ન્યુઝીલેન્ડ સામે શરણાગતિ સ્વીકારી હતી.
આ પરિણામ પછી, એ નિશ્ચિત છે કે ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલ રમશે, જ્યારે પાકિસ્તાનને કમાલ કરવાની જરૂર છે જેના થવાની શક્યતા ઓછી છે. સ્વાભાવિક છે કે શ્રીલંકાએ આ હાર સાથે પાકિસ્તાનને નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ શ્રીલંકાએ પણ પોતાનું નુકસાન કર્યું છે.
આ મેચમાં હાર સાથે શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને આવી ગઈ છે. તેના 9 મેચમાં માત્ર 4 પોઈન્ટ છે. તેની નીચે નેધરલેન્ડ છે, જ્યારે તેની ઉપર બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ છે. આ ત્રણેયના પણ 4-4 પોઈન્ટ છે. હવે જો શ્રીલકા ટુર્નામેન્ટ છેલ્લા બે સ્થાને રહેશે તો તેમનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ક્વોલિફાય કરવું મુશ્કેલ બની જશે.
વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે, એવામાં જો શ્રીલંકાના નવમા સ્થાને રહેશે તો તેમનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્વોલિફાય કરવું પણ મુશ્કેલ બની ગયું છે. જો ભારત નેધરલેન્ડને, ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશને અને પાકિસ્તાન ઈંગ્લેન્ડને મોટા માર્જિનથી હરાવે તો નેટ રન રેટના આધારે થી શ્રીલંકા ચેમ્પિયન્સ લીગમાં પહોંચી શકશે.
આ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો