T20 World Cup 2024 : KL રાહુલને ટીમ ઈન્ડિયામાં કેમ ન મળ્યું સ્થાન ? જાણો 5 મોટા કારણો

T20 વર્લ્ડ કપ 2024માં વિકેટકીપરના સ્થાન માટે ત્રણ ખેલાડીઓ વચ્ચે રેસ હતી - સંજુ સેમસન, રિષભ પંત અને કેએલ રાહુલ. તેમાંથી પંત અને સેમસન પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા પરંતુ રાહુલનું સતત ત્રીજો T20 વર્લ્ડ કપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. કેએલ રાહુલને T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયામાં પસંદ ન કરવા પાછળ પાંચ કારણ જવાબદાર છે.

T20 World Cup 2024 : KL રાહુલને ટીમ ઈન્ડિયામાં કેમ ન મળ્યું સ્થાન ? જાણો 5 મોટા કારણો
KL Rahul
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 5:29 PM

આખરે T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માની કપ્તાની હેઠળ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. પસંદગીને લઈને સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને ચોક્કસપણે સ્થાન મળ્યું છે. આ સાથે જ વિકેટકીપર-બેટ્સમેનને લઈને ચાલી રહેલી ચર્ચાનો પણ અંત આવ્યો. પસંદગી સમિતિએ આ ભૂમિકા માટે રિષભ પંત અને સંજુ સેમસનની પસંદગી કરી છે. આનો અર્થ એ થયો કે અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ આ રેસમાં પાછળ રહી ગયો અને 15 ખેલાડીઓમાં પણ તેને સ્થાન ન મળ્યું.

કેએલ રાહુલ T20 વર્લ્ડ કપ રમી શકશે નહીં

રાહુલે ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, વર્તમાન IPL 2024 સિઝનમાં, તે તેની લયમાં દેખાવા લાગ્યો હતો અને તેની સ્ટ્રાઈક રેટ પણ સુધરી રહી હતી. તો પછી એવું શું થયું કે છેલ્લી બે T20 વર્લ્ડ કપ રમી ચૂકેલા આ સ્ટાર બેટ્સમેનની આ વખતે પસંદગી ન થઈ?

રાહુલને પસંદ ન કરવાના 5 કારણો

સૌથી મહત્વની બાબત ત્રણ વિકેટકીપરનું પ્રદર્શન રહ્યું છે. આ IPLમાં રાહુલે 9 ઈનિંગ્સમાં 42ની એવરેજથી 378 રન બનાવ્યા છે અને સ્ટ્રાઈક રેટ 144નો રહ્યો છે. હજુ પણ તે પંત અને સેમસનથી પાછળ છે. પંતે 44ની એવરેજ અને 158ના સ્ટ્રાઈક રેટથી 398 રન બનાવ્યા છે અને સેમસને 77ની એવરેજ અને 161ના સ્ટ્રાઈક રેટથી 385 રન બનાવ્યા છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

બીજો મહત્વનો મુદ્દો એ છે કે રાહુલે જે રન બનાવ્યા છે તે લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઓપનિંગ કરતી વખતે હતા, પરંતુ ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની હાજરીને કારણે આ સ્લોટ ખાલી ન હતો.

હવે જો રાહુલે મિડલ ઓર્ડરમાં એટલે કે ચોથા કે પાંચમા સ્થાને આવું જ પ્રદર્શન કર્યું હોત તો તેનો કેસ મજબૂત બની શક્યો હોત. પંતે જે રન બનાવ્યા છે તે સતત ચોથા કે પાંચમા નંબરે બનાવ્યા છે. જો કે સેમસન ત્રીજા નંબર પર બેટિંગ કરી રહ્યો છે, પરંતુ તેણે મિડલ ઓર્ડરમાં પાવરહિટિંગ કરવાની ક્ષમતા પહેલેથી જ બતાવી દીધી છે.

રાહુલ સામે એક મોટી સમસ્યા સ્પિનરો સામે ધીમી બેટિંગ છે. કોહલી અને રોહિતની જેમ તે પણ સ્પિનરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે, ખાસ કરીને પાવરપ્લે બાદ. પંત અને સેમસન સાથે કોઈ સમસ્યા નથી. આ સિઝનમાં સેમસને સ્પિનરો પર જોરદાર નિશાન સાધ્યું છે.

તેનું મોટું કારણ છેલ્લા 2 T20 વર્લ્ડ કપમાં રાહુલનું સરેરાશ પ્રદર્શન છે. 2022માં રાહુલે 6 ઈનિંગ્સમાં માત્ર 128 રન બનાવ્યા હતા અને સ્ટ્રાઈક રેટ માત્ર 120 હતો. જ્યારે 2021માં તેણે 5 ઈનિંગ્સમાં 152ના સ્ટ્રાઈક રેટથી 194 રન બનાવ્યા હતા પરંતુ આ તમામ રન સ્કોટલેન્ડ, નામિબિયા અને અફઘાનિસ્તાન જેવી ટીમો સામે હતા. તે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે નિષ્ફળ રહ્યો હતો.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો : T20 World Cup 2024 અમદાવાદ, સુરત, જામનગર અને આણંદના ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન, એક તો સાથે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">