AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાંબા વાળમાં પહેલા કરતા વધુ ફિટ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને ફરી ટાઈટલ જીતાડવા તૈયાર

ઈન્ડિયન સુપર લીગની ડિફેન્ડિંગ ચેમ્પિયન, પાંચ વખત ખિતાબ હાંસલ કરનાર, હાઈ પ્રોફાઈલ, સૌથી શક્તિશાળી ટીમ વિશે જ્યારે વાત કરવામાં આવે ત્યારે એક જ નામ સામે આવે છે, અને એ છે 'ચેન્નાઈ સુપર કિંગ્સ'. આ ટીમની જોરદાર સફળતા પાછળ ભારતના મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું સૌથી મોટું યોગદાન છે. 17 મી સિઝનમાં ફરી એકવાર કેપ્ટન કુલ તેના જુના અંદાજમાં પાછો ફર્યો છે. આ ધોનીની છેલ્લી સિઝન હોય શેક છે, એવામાં બધાની નજર આ ટીમ અને તેના કપ્તાન પર રહેશે.

લાંબા વાળમાં પહેલા કરતા વધુ ફિટ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને ફરી ટાઈટલ જીતાડવા તૈયાર
MS Dhoni
| Updated on: Mar 13, 2024 | 5:38 PM
Share

IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બનતા બધાએ જોયું. દુનિયાએ ફરી એકવાર ધોનીની તાકાતનો સ્વીકાર કર્યો. તે સિઝનના અંત પછી એ પ્રશ્ન ફરીથી ઉભો થયો, કે શું આ ધોનીની છેલ્લી IPL હતી? જવાબ હવે બધાની સામે છે. IPL 2023 ધોનીની છેલ્લી સિઝન નહોતી, કારણ કે આ વખતે પણ ધોની ફરી CSKને જીત અપાવવા તૈયાર છે. ધોનીની શૈલી બદલાઈ ગઈ છે. તેનો મૂડ પણ બદલાઈ ગયો છે. ધોની નવા લુકમાં આવ્યો છે, અને તે આપણને તેના જૂના દિવસોની યાદ અપાવી રહ્યો છે. લાંબા વાળ સાથે, તે તેની યુવાનીમાં હતો તેવો જ લાગી રહ્યો છે.

ધોનીની હાજરી જ ટીમની સૌથી મોટી તાકાત

યુવા દિવસોની યાદ અપાવતા નવા લુકમાં શું ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને ફરી ચેમ્પિયન બનાવી શકશે? પહેલા કરતા વધુ ફિટ દેખાઈ રહેલો ધોની ફરી મેદાન પર હિટ સાબિત થશે? તેનો જવાબ ધોનીની કેપ્ટન્સી અને તેની ટીમમાં છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સની સૌથી મોટી તાકાત મહેન્દ્ર સિંહ ધોની અને તેની કેપ્ટનશિપ છે. પરંતુ, તેમની ટીમમાં કેટલી તાકાત છે. ટીમ ક્યાં અને કઈ બાબતમાં પાછળ પડે છે? આ જાણવું પણ જરૂરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની બેલેન્સ બેટિંગ લાઈનઅપ

ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગની વાત કરીએ તો IPL 2024માં તે ટોપ ઓર્ડરમાં ડેવોન કોનવેની ખોટ પડશે. જો કે, રચિન રવિન્દ્ર અને ડેરીલ મિશેલ જેવા ખેલાડીઓ કે જેને તેમણે મેગા ઓક્શનમાં ખરીદ્યા છે, તેમણે ટીમની બેટિંગની તાકાત વધારી છે. આ ટીમમાં પહેલાથી જ ઋતુરાજ ગાયકવાડ ટોપ ઓર્ડરમાં છે. છેલ્લી ઓવરોમાં સ્કોર બોર્ડમાં રન ઉમેરવા કે મેચ ખતમ કરવા માટે ખુદ કેપ્ટન ધોની જેવો ફિનિશર પણ છે.

ટોપ ક્લાસ ઓલરાઉન્ડર્સ, મજબૂત બોલિંગ લાઈનઅપ

CSKની એક મોટી તાકાત તેના ઓલરાઉન્ડર છે, જેઓ IPLની અન્ય ટીમ કરતાં વધુ સારા છે. CSK પાસે ઓલરાઉન્ડર તરીકે શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને રાજ્યવર્ધન સિંહ હંગરગેકર છે. જ્યાં સુધી ચેન્નાઈની બોલિંગની વાત છે તો મહિષ તિક્ષાના, મતિશ પાથિરાના, નિશાંત સિંધુ અને મુસ્તિફિઝુર રહેમાન જેવા મજબૂત પેસરો છે. CSKએ IPL 2024ની હરાજીમાં મુસ્તફિઝુર રહેમાનને ખરીદીને પોતાની તાકાત વધારી છે.

જ્યારે ધોની જેવો સુકાની નજીકમાં હશે, ત્યારે પ્રતાપ દેખાશે.

એકંદરે, ચેન્નાઈ સુપર કિંગ્સ એ પીળી જર્સીમાં જોવા મળતી એક મજબૂત ટીમ છે, જેની લગામ એ કપ્તાનના હાથમાં છે, જે તેની ટીમના ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ દેખાવ કરવામાં વિશ્વના અન્ય કોઈ કેપ્ટન કરતાં શ્રેષ્ઠ નથી.

IPL 2024 માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ:

એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શેખ રશીદ, રવીન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, મોઈન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજ્યવર્ધન હંગરગેકર, દીપક ચહર, મહિષ તિક્ષાના, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મતિશ પથિરાના, રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર, ડિરેલ મિશેલ, મુસ્તફિઝુર રહેમાન, સમીર રિઝવી, એરવલી અવિનાશ.

આ પણ વાંચો : ICC Test Ranking: જસપ્રીત બુમરાહને પછાડી નંબર 1 ટેસ્ટ બોલર બન્યો અશ્વિન, કુલદીપે લગાવી લાંબી છલાંગ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">