Pakistan : પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ કરી રહી તેના થોડા કિલોમીટર દૂર થયો વિસ્ફોટ, જુઓ Video
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ બેંગલુરુમાં છે. અહીં તેમની 20મી ઓક્ટોબરે મેચ છે. તેમનો મુકાબલો પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે છે. આ વર્લ્ડ કપમાં પાક ટીમે 3 મેચ રમી છે અને 2માં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા સામેની મેચમાં પાકિસ્તાનની ટીમ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે મેચ પહેલા જ્યાં પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ કરી રહી તેના થોડા અંતરમાં અચાનક આગ લાગી હતી.
કર્ણાટકની રાજધાની બેંગલુરુ (Bengaluru) માં બુધવારે એક કેફેમાં આગ લાગી હતી. આ અકસ્માત કેફેના ચોથા માળે થયો હતો. આ કેફે બેંગલુરુના જે વિસ્તામાં આવેલું છે ત્યાં જ હાલ પાકિસ્તાન (Pakistan) ની ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોકાયા છે અને ઘટના જ્યારે બની ત્યારે વર્લ્ડ કપ (World Cup 2023) મેચ પહેલા ઓકિસ્તાની ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
કેફેમાં લાગેલઈ આગ બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગના ગોળા જેવો વિસ્ફોટ કેફેને ઘેરી વળ્યો હતો. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું કે, અમને શંકા છે કે આગ રસોડામાં લાગી હતી.
કોઈ જાનહાનિના સમાચાર નથી
પોલીસે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. કાફેનો એક કર્મચારી ઘાયલ થયો હતો. તેને સરકારી દવાખાને લઈ જવાયો હતો. બેંગલુરુ દક્ષિણ ટ્રાફિક પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને સાત ફાયર ટેન્ડરોની અવરજવર માટે ટ્રાફિકને સરળ બનાવ્યો છે.
Breaking: Blast in Mudpipe cafe in Bangalore! Hopefully everyone is safe Pakistan team had a practice session in Bangalore today and they play Australia in two days #PAKvAUS #CWC23pic.twitter.com/LCPai412WK
— Farid Khan (@_FaridKhan) October 18, 2023
પાકિસ્તાનની ટીમ કેફેથી થોડા અંતરે પ્રેક્ટિસ કરી રહી
બેંગલુરુમાં બુધવારે આ કેફેમાં જ્યારે બ્લાસ્ટ થયો અને બાદમાં આગળ લાગી, તે સમયે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમના પ્રેક્ટિસ સેશનના વિસાત નજીક જ વિસ્ફોટ થયો હતો. જોકે તેમના પ્રેક્ટિસ સેશનમાં આની કોઈ અસર થઈ નથી. બેંગલુરુમાં પાકિસ્તાન ટીમની મેચ હોવાના કારણે શહેરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધરો કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : World Cup 2023 : શુભમન ગિલની રનની ભૂખ બાંગ્લાદેશના બોલરો માટે સમસ્યા બનશે, 2023નો રેકોર્ડ બાંગ્લાદેશને ડરાવશે !
બેંગલુરુમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો માત્ર બેંગલુરુમાં જ છે. પાકિસ્તાનની ટીમે પણ આજે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. બંને ટીમો વચ્ચે 20 ઓક્ટોબરે મેચ રમાશે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાને 3 મેચ રમી છે, જેમાંથી તેણે બેમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
છેલી મેચમાં ભરતે પાકિસ્તાનને હરાવ્યું
બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ ત્રણ મેચમાંથી માત્ર એક જ જીતી શકી છે. ઓસ્ટ્રેલિયન ટીમે તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે રમી હતી અને જીત મેળવી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમે તેની છેલ્લી મેચ 14 ઓક્ટોબરે રમી હતી. આ ભારત સામેની મેચ હતી. પાકિસ્તાન આ મેચ 7 વિકેટે હારી ગયું હતું.