World Cup 2023 : શુભમન ગિલની રનની ભૂખ બાંગ્લાદેશના બોલરો માટે સમસ્યા બનશે, 2023નો રેકોર્ડ બાંગ્લાદેશને ડરાવશે !

ગુરુવારે વર્લ્ડ કપ 2023માં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવીને જીતની હેટ્રિક લગાવનાર ભારતીય ટીમ હવે ચોથી મેચમાં જીત મેળવવાની તૈયારી કરી રહી છે. આ મેચમાં શુભમન ગિલની ભૂમિકા મહત્વની રહેવાની છે. બાંગ્લાદેશ માટે ગિલ મોટો પડકાર સાબિત થઈ શકે છે. તેનો બાંગ્લાદેશ સામેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે.

World Cup 2023 : શુભમન ગિલની રનની ભૂખ બાંગ્લાદેશના બોલરો માટે સમસ્યા બનશે, 2023નો રેકોર્ડ બાંગ્લાદેશને ડરાવશે !
Shubman Gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 9:42 AM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની ઓપનિંગ મેચ પહેલા જ શુભમન ગિલને ડેન્ગ્યુ થયો અને પહેલી બે મેચ ગુમાવી. ત્યારબાદ પાકિસ્તાન સામે શુભમન ગિલે (Shubman Gill) કમબેક કર્યું, પરંતુ અમદાવાદમાં તે માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયો. હવે યુવા સ્ટારને ટીમ ઈન્ડિયા (Team India) તરફથી મોટી ઈનિંગની તલાશ છે અને તેના રસ્તામાં બાંગ્લાદેશ છે.

શુભમન ગિલ બાંગ્લાદેશ સામે મોટી ઈનિંગ રમશે !

હવે 19 ઓક્ટોબરે જ્યારે બાંગ્લાદેશના બોલર શુભમન ગિલ સામે ટકરાશે ત્યારે ગિલની બેટિંગ જોવા જેવી રહેશે. વિકેટના બીજા છેડે ઊભો રહેલો રોહિત શર્મા પણ તેને પોતાની કુદરતી રમત રમવા માટે સતત સૂચના આપશે. શુભમન ગિલ એ પણ જાણે છે કે ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા જેવી કઠિન ટીમોનો સામનો કરતા પહેલા બાંગ્લાદેશ સામે બનાવેલા રન તેને આત્મવિશ્વાસ આપશે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

મેદાનની અંદર અને બહાર ગિલનો સંઘર્ષ

ગિલે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ આ વર્ષે તેને બે વખત મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. એકવાર મેદાનની અંદર, એકવાર મેદાનની બહાર. ડેન્ગ્યુના કારણે વર્લ્ડ કપની પ્રારંભિક બે મેચમાં શુભમનને મેદાનની બહાર રહેવાની ફરજ પડી તો બીજી તરફ મેદાનમાં બેટિંગ ક્રમને લઈ ફેરફારના કારણે તેના પ્રદર્શન પર આની વિપરીત અસર થઈ અને મોટી ઈનિગ રમવામાં તે નિષ્ફળ રહ્યો હતો.

વર્ષ 2023માં શુભમનનો શાનદાર રેકોર્ડ

આ વર્ષે શુભમન ગિલનો રેકોર્ડ કોઈપણ ટીમને ડરાવવા માટે પૂરતો છે. સમસ્યા એ છે કે હવે બાંગ્લાદેશનો સામનો કરવો પડશે. આ વર્ષે શુભમન ગિલે 5 ODI સદી ફટકારી છે. તેણે આ વર્ષે રમાયેલી 21 ODI મેચોમાં 1246 રન બનાવ્યા છે. તેની સરેરાશ 70ની આસપાસ છે. આ સિવાય શુભમન ગિલે આ વર્ષે ટેસ્ટ અને T20માં પણ સદી ફટકારી છે. આ વર્ષે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1700થી વધુ રન બનાવ્યા છે.

આ પણ વાંચો : World Cup 2023 : શુભમન ગિલની રનની ભૂખ બાંગ્લાદેશના બોલરો માટે સમસ્યા બનશે, 2023નો રેકોર્ડ બાંગ્લાદેશને ડરાવશે !

પહેલા વર્લ્ડ કપમાં યાદગાર પ્રદર્શનની આશા

શુભમનની વર્લ્ડ કપમાં મોટી ઈનિંગ્સ હજી બાકી છે. વિરાટ અને રાહુલે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામેના મુશ્કેલ સમયમાં બહાર કાઢ્યું. રોહિત શર્માએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે શાનદાર ઈનિંગ રમી. શ્રેયસ અય્યરે પણ સારી મજબૂત ઈનિંગ રમી. હવે એક બેટ્સમેન જેની પાસેથી ચાહકો ખાસ ઈનિંગ ઈચ્છે છે અને તે છે શુભમન ગિલ. શુભમન પણ ચાહકોને ખાસ ઈનિંગ્સ ભેટ આપવા માંગશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
g clip-path="url(#clip0_868_265)">